Site icon News Gujarat

બાળકની બિમારી અને નંણદ-ભાભીને આવ્યો જોરદાર વિચાર, દુધની ડેરીએ કરી દીધા માલામાલ, જુઓ કઈ રીતે થયું બધું

જ્યારે પોતાના લોકોને કંઈ થાય છે ત્યારે આપણે કંઈક નવું કરવા માટે જોશ અને જુસ્સાથી આગળ વધીએ છીએ. કારણ કે ત્યાં લાગણી અને પ્રેમની વાત હોય. પછી એમાંથી કોઈ નવો આવિષ્કાર થાય અને સમાજને પણ લાભ થતો હોય. કંઈક એવું જ જોવા મળ્યું હતું આ નંણદ ભાભીના કિસ્સામાં. વાત છે મધ્યપ્રદેશના જબલપુરની. ત્યાં વંદના અગ્રવાલ અને ડોક્ટર મોનિકા અગ્રવાલ સંબંધમાં નણંદ-ભાભી છે. બંનેમાં જબરદસ્ત બોન્ડિંગ છે, પરિવાર અને બિઝનેસ પાર્ટનર તરીકે પણ બોન્ડિંગ સારું છે. 44 વર્ષીય વંદના અગ્રવાલે એનવાયરમેંટલ સાયન્સમાંથી માસ્ટર્સ કર્યું છે જ્યારે 36 વર્ષીય મોનિકા અગ્રવાલ વેટરનરી ડોક્ટર છે. વંદનાના પિતા અને પતિ બંને પશુ ચિકિત્સક છે. એટલે કે, કુટુંબમાં ત્રણ લોકો પશુચિકિત્સક ડોકટરો છે, તેથી પ્રાણીઓ સાથે જોડાણ થવું સ્વાભાવિક છે.

400 ઘરોમાં દૂધ, પનીર અને ખોયાની સપ્લાય કરે છે

image source

આ બંને નંણદ ભાભી મળીને જબલપુરમાં ડેરી ચલાવે છે, તે પણ હાઇટેક ડેરી છે. ખાસ વાત એ છે કે જ્યાં આખી સિસ્ટમ કેશલેસ અને ઓનલાઇન છે, ડિલિવરીથી માંડીને મેઇન્ટેનન્સ સુધીની તમામ બાબતોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આ લોકો આશરે 400 ઘરોમાં દૂધ, પનીર અને ખોયાની સપ્લાય કરે છે. ઘટનાની માહિતી શેર કરતાં વંદના કહે છે, ‘મારા પુત્રની તબિયત વર્ષ 2008માં ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરે કહ્યું કે બહારનું દૂધ ન આપો. પેકેટ વાળું તો બિલકુલ નહીં. પછી ભાઈએ ભેંસ ખરીદી અને અમે બાળકને ઘરનું દૂધ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી પપ્પાએ કહ્યું કે આપણે એવું કંઈક કરવું જોઈએ કે, જેમાં આપણને પણ શુદ્ધ દૂધ મળે અને બીજા લોકોને પણ મળી શકે.

પહેલાં ડેરી ખોલવાનું કે આ રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું ન હતુ

વંદનાએ આગળ વાત કરતાં જણાવ્યું કે, અમને પપ્પાનું સૂચન ગમ્યું અને વિચાર્યું કે ચાલો પ્રયત્ન કરીએ. આ પછી, મારા ભાઈએ ચાર ભેંસોમાંથી દૂધનું નાનું કામ શરૂ કર્યું. ત્યારે અમે ડેરી ખોલવાનું કે આ રીતે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું ન હતુ. ગયા વર્ષે ભાઈએ કહ્યું હતું કે આપણે આ કાર્યને આગળ વધારવું જોઈએ. પરંતુ સમસ્યા એ હતી કે તે આ કાર્ય એકલા કેવી રીતે સંચાલિત કરશે. પછી મેં અને ભાભીએ નક્કી કર્યું કે અમે બંને મળીને ધંધો સંભાળીશું, પિતાએ પણ અમને પૂરો સહયોગ આપ્યો. ત્યારબાદ અમે બેંક પાસેથી લોન લીધી અને પોતાની ડેરી શરૂ કરી. શરૂઆતમાં માઉથ પબ્લિસિટી ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ હતો. જેમને અમારું ઉત્પાદન ગમ્યું તે અન્ય લોકોને તેના વિશે કહેતા હતા.

image source

વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર અને 25 લોકોને આપે છે રોજગારી

કામ વિશે વાત કરતાં વંદનાએ કહ્યું કે-પછી અમે પોસ્ટરો ચોંટાડ્યા અને પત્રિકાઓ વહેંચી, અખબારમાં જાહેરાત પણ આપી હતી. આ રીતે અમારા ગ્રાહકો ધીરે ધીરે વધ્યા. તો, સાથે જ અમારે ત્યાં પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો. અમારી પાસે હાલમાં 200 થી વધુ ભેંસ અને 10-12 ગાય છે. અમે 400 થી વધુ ઘરોમાં દૂધ આપીએ છીએ. વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર થાય છે. તેઓ 25 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે. વંદનાની ભાભી મોનિકા અગ્રવાલ ઉત્પાદનની ગુણવત્તા, પ્રાણીઓની સંભાળ રાખવા અને એકાઉન્ટ જાળવવાનું કામ કરે છે.

ગાય અને ભેંસનાં દૂધને અલગ-અલગ કન્ટેનરમાં રાખીએ છીએ.

વંદનાની ભાભી આ વિશે વાત કરતાં કહે છે, કે ડૉક્ટર હોવાને કારણે હું પ્રાણીઓના સ્વાસ્થ્ય તેમજ તેમના દૂધની ગુણવત્તા તપાસું છું. જો પ્રાણીની તબિયત ખરાબ હોય અથવા દૂધમાં કોઈ સમસ્યા હોય તો અમે તેને અલગ આઈસોલેટ કરું છું. માત્ર આરોગ્યપ્રદ દૂધ ગ્રાહકોને આપવામાં આવે છે, કોઈ પણ સંજોગોમાં અમે ગુણવત્તા સાથે ચેડા કરતા નથી. તે જ અમારી તાકાત અને યુ.એસ.પી. છે. વંદનાએ કહ્યું કે અમે ગાય અને ભેંસનાં દૂધને અલગ-અલગ કન્ટેનરમાં રાખીએ છીએ. પછી અમે દૂધની ગુણવત્તા ચકાસીએ છીએ. પછી તેને ઠંડુ કરવા માટે બલ્ક મિલ્ક કુલર એટલે કે બીએમસીમાં મૂકવામાં આવે છે.

image source

24K milk નામની આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ

વંદનાએ ગતિવીધીની વાત કરતાં કહ્યું કે-ત્યાંથી દૂધ પેકિંગ યુનિટમાં જાય છે, જ્યાં તેનું પેકિંગ કરવામાં આવે છે. તે જ રીતે, અમે પનીર અને ખોયા પણ તૈયાર કરીએ છીએ. અમે દૂધ અને અન્ય ઉત્પાદનોની સપ્લાય માટે એપ્લિકેશન બનાવી છે. 24K milk નામની આ એપ ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કર્યા પછી, તમારું એકાઉન્ટ બનાવવું પડશે. તે પછી, ઓનલાઇન વોલેટમાં થોડી રકમ ઉમેરવી પડશે. આ સાથે, અમે તમામ ગ્રાહકોને દૂધનું સ્માર્ટ કાર્ડ આપ્યું છે, જેમાં ક્યૂઆર કોર્ડ છે. જ્યારે દૂધનું વિતરણ કરનાર તેમના ઘરે જાય છે, ત્યારે તેઓ મોબાઇલથી તેમનું કાર્ડ સ્કેન કરે છે. કાર્ડ સ્કેન થતાંની સાથે જ તેમના વૉલેટમાંથી પૈસા કાપવામાં આવે છે.

વધારાનું દૂધ અથવા અન્ય કોઈ વસ્તુ જોઈએ તો એપ્લિકેશન દ્વારા તે જણાવી શકે

સિસ્ટમ વિશે વંદના વાત કરે છે કે, “જો કોઈ ગ્રાહકને કોઈ દિવસ દૂધ ન મંગાવવું હોય તો તેણે અમને કોલ કરવાની જરૂર નથી. તે એપ પર પોતાનું વેકેશન મૂકી શકે છે. એટલું જ નહીં, જો તેને વધારાનું દૂધ અથવા અન્ય કોઈ ઉત્પાદન જોઈએ છે, તો તે એપ્લિકેશન દ્વારા તે પણ જણાવી શકે છે. બીજા દિવસે જ્યારે ડિલિવરી બોય તેમના ઘરે જશે, ત્યારે તેઓ દૂધ સાથે બીજું ઉત્પાદન લઈને જશે. બધી જ વસ્તુ કેશલેસ અને ઓનલાઇન હોવાને કારણે હિસાબ રાખવા પણ સરળ રહે છે.

નિયમિત ગ્રાહકો નથી તેઓ અમને કોલ કરીને પણ ઓર્ડર આપી શકે

ટેક્નોલોજી વિશે વાત કરતાં વંદના કહે છે કે, એમાં દૈનિક એકાઉન્ટ્સ, કોને ક્યારે-ક્યારે કેટલાં પ્રોડક્ટ આપવામાં આવ્યા અને ક્યારે કોની રજા હતી, બધું ઓન રેકોર્ડ રહે છે. આ ઉપરાંત, જેઓ અમારા નિયમિત ગ્રાહકો નથી, તેઓ અમને કોલ કરીને પણ ઓર્ડર આપી શકે છે. અમારા ડિલીવરી બૉયની પાસે પણ એક્સ્ટ્રા સ્માર્ટકાર્ડ હોય છે જેને તેઓ સ્કેન કરીને દૂધ આપી શકે છે.

અમારા જ ખેતરમાં તેમના માટે ઘાસચારો ઉગાડીએ છીએ

image source

વંદનાએ ફાયદા વિશે વાત કરી કે, કોરોના સમયે ઓનલાઈન સિસ્ટમ હોવાનો બહુ જ મોટો ફાયદો થયો છે. અમે અમારા ગ્રાહકના ઘરના દરવાજા અથવા દિવાલ પર ક્યૂઆર કોર્ડ ચોંટાડી દીધા હતા. અમે તેમના સ્થાને દૂધ રાખતા હતા અને અમારા ડિલિવરીમેન તેમના ફોનથી ક્યૂઆર કોર્ડ સ્કેન કરી લેતા હતા. અમારે બહારથી પ્રાણીઓ માટે ઘાસચારો ખરીદવાની જરૂર નથી. અમે અમારા ખેતરમાં તેમના માટે ઘાસચારો ઉગાડીએ છીએ અને તેમની ખાવાની વસ્તુઓ તૈયાર કરીએ છીએ. અમે પશુઓના છાણમાંથી ખાતર બનાવીએ છીએ અને તેને આસપાસના ખેડુતોને વેચી દઈએ છીએ. આગળ અમે ગોબર ગેસ પ્લાન્ટ પણ લગાવવાનાં છીએ. આ મહિલાઓની કહાની પછી ઘણી મહિલાઓને બિઝનેસ કરવાના નવા સપનાં સાકાર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version