સરકારે લીધો મોટો નિર્ણય, હવે બાળકો નક્કી સમય દરમિયાન જ રમી શકશે ઓનલાઇન ગેમ્સ

કોરોના વાયરસ બાદ થયેલા લોકડાઉન અને ઘરેથી ભણવાના નિયમની બાળકો પર ઘણી માઠી અસર જોવા મળી છે. બહાર ન નીકળવાનું હોવાથી બાળકો ઓનલાઇન ગેમ ના રવાડે ચડી જાય છે. બાળકોની આ આદતથી વાલીઓ સહિત સરકાર પણ હવે ચિંતામાં મૂકાઈ છે. એમાં પણ કેટલીક ગેમ એવી હોય છે જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. બાળકોને ઓનલાઇન ગેમ ની આ નકારાત્મકતાથી બચાવવા માટે ચીનમાં કડક નિયમ લાગુ કરવામાં આવનાર છે.

image soucre

બાળકોના ભવિષ્યને સુધારવા માટે ચીનમાં નિયમ લાગુ કરવામાં આવનાર છે કે બાળક અઠવાડિયામાં ત્રણ કલાક જ ઓનલાઇન ગેમ રમી શકશે. અહીં ૧૮ વર્ષથી નાની વયના બાળકો માટે અઠવાડીયામાં ત્રણ કલાકથી વધુ ગેમ રમવા પર પ્રતિબંધ મુકવા જઈ રહ્યો છે.

image soucre

સ્થાનિક સરકારનું કહેવું છે કે આ નિયમ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે લેવામાં આવ્યો છે. આ નિયમ ગેમ ઇન્ડસ્ટ્રી પર લેવાયો હોય તેવો સરકારનો સૌથી આકરો નિયમ છે. ચીનમાં આ નવો નિયમ 1 સપ્ટેમ્બર અને શુક્રવારથી લાગુ થશે.

image source

આ નિયમ અનુસાર બાળકો શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસે જ સવારે આઠ થી નવ વાગ્યા સુધી ઓનલાઇન ગેમ રમી શકશે. જોકે આ પહેલીવાર નથી કે જ્યાં બાળકો માટે નિયમ લાગુ કરવામાં આવ્યો હોય. પહેલા વર્ષ 2019 માં એક નિયમ લાગુ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને રોજ દોઢ કલાક અને જાહેર રજાના દિવસે ત્રણ કલાક ઓનલાઈન ગેમ રમવાની મંજૂરી આપવામાં આવી હતી.

image soucre

હવે જે નિયમ લાગુ કરવામાં આવનાર છે જેમાં ગેમ ટ્રેક્ટર ની મોટી મોટી કંપનીઓને પણ નુકસાન થશે. કે અહીંની કંપનીઓની કેટલી ગેમ વિશ્વભરમાં લોકપ્રિય છે. આ નિયમની જાહેરાત થયા બાદ આ કંપનીઓના શેરના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો.