Site icon News Gujarat

રાજકોટમાં કોરોનામાંથી સાજા થયેલા બાળકોમાં દેખાઇ વધુ એક ભયંકર બિમારી, માત્ર આટલાં અઠવાડિયામાં જ…

રાજકોટમાં કોરોનામાંથી સાજા થયેલા બાળકોમાં વધુ એક ભયંકર બિમારી: 6 અઠવાડિયામાં લક્ષણો દેખાયા!

કોરોના પોઝિટિવ થયા બાદ 14 દિવસના ક્વૉરન્ટીન પિરિયડમાં રહ્યા બાદ જ્યારે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે છે ત્યારબાદ પણ 1 મહિના સુધી ડૉક્ટરનું ફોલોઅપ લેવું જરૂરી છે. કારણ કે એક વખત કોરોના થયા બાદ ફરીથી ચેપ લાગવાનો બનાવ પણ બનતા હોય છે. આવું ન થાય તે માટે સાવધાની જરૂરી છે. કોરોનાની પહેલી લહેર વૃધ્ધો માટે અને બીજી લહેર યુવાનો માટે જીવલેણ સાબિત થઇ ત્યારે સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની ચેતવણી દર્શાવાઈ છે તેવા સમયે જેમ પુખ્ત વયના લોકોમાં કોરોના બાદ મ્યુકર્માયકોસિસના કેસ વધ્યા છે તેમ બાળકોમાં પણ તેવી જ ગંભીર બિમારી MIS.C સિન્ડ્રોમ સામે આવી છે.

image source

જેમાં કોરોનામાંથી સાજા થયાના ૬ અઠવાડિયા બાદ બાળકને તાવ આવે, આંખ લાલ, મોઢું સોજી જાય, શરીર પર ચકામા થતા એન્ટીબોડી ટેસ્ટ કરાવતા બિમારીની અસર જોવા મળે છે. જેમાં હૃદય, કીડની અને લીવર પર પણ અસર જોવા મળે છે. જેમાં મોંઘા ઇન્જેક્શનને લીધે સારવાર ખર્ચાળ બને છે ત્યારે હાલ તો સંભવિત ત્રીજી લહેરની તૈયારી સ્વરૂપે રાજકોટ પીડીયાટ્રીક એસોસીએશનના ૪૫ તબીબોનો ઓનલાઈન વેબિનાર થયો હતો. જેમાં સંપૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરવાનું નક્કી થયુ હતુ.

image source

કોરોનાગ્રસ્ત બાળકોને બેડ માટે અંધાધૂંધી નહી સર્જાય ; હોસ્પિટલમાં સારવારથી દવા, ઇન્જેક્શનની એડવાન્સ વ્યવસ્થા – ત્રીજી લહેર આવે અને વધુ બાળકો સંક્રમિત થાય તો તેમને સરળતાથી સાદા, ઓક્સિજન બેડ સાથે વેન્ટીલેટર સરળતાથી મળી રહે ઉપરાંત દવા અને ઇન્જેક્શનનું એડવાન્સ પ્લાનિંગ કરવામાં આવશે. વેબસાઈટ ઉપરાંત કોવિડ પ્રોટોકોલ અને મેનેજમેન્ટ કમિટી તથા એકેડમિક એક્સપર્ટ સહીતની સમિતિ બનશે.

જેથી ત્રીજી લહેર આવે તો અંધાધૂંધી ન સર્જાય. હાલ કોરોના બાદ MIS.C સિન્ડ્રોમના કેસ પણ સામે આવ્યા છે. જેમાં સ્ટીરોઇડ ઉપરાંતના એમ્યુનો ગ્લોબ્યુલીન ઇન્જેક્શનની કિંમત રૂ.૧૨૦૦૦ સુધીની છે. ૨૫ કિલોથી વધુ વજનવાળા બાળકને આ બિમારી લાગુ પડે તો રૂ.૩ લાખ સુધીનો ખર્ચ થઇ જાય છે. ત્યારે ત્રીજી લહેર સામે લડવા ફૂલપ્રૂફ્ એડવાન્સ પ્લાનિંગ થશે. – ડો.મેહુલ મિત્રા (બાળરોગ નિષ્ણાંત, રાજકોટ)

image source

રાજકોટમાં ૭૦ પીડીયાટ્રીક હોસ્પિટલમાં ૧૫૦ બાળરોગ નિષ્ણાંત

નોર્મલ, ઓક્સિજન,ICU બેડ, વેન્ટીલેટર કેટલા ખાલી ? તે એક ક્લિક પર મળશે- રાજકોટમાં હાલ ૭૦ પીડીયાટ્રીક હોસ્પિટલ છે અને ૧૫૦ જેટલા બાળરોગ નિષ્ણાંત છે. ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે તેના એડવાન્સ પ્લાનિંગ સ્વરૂપે બાળકો કોરોના સંક્રમિત થાય તો તેમના માટે કેટલા નોર્મલ, ઓક્સીજન અને આઈ.સી.યુ. બેડ અને વેન્ટીલેટર છે ? તેનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. -ડો.ઝંખના સંઘવી (પ્રમુખ, પીડીયાટ્રીક એસો., રાજકોટ)

બીજી લહેરમાં અઠવાડિયે ૩૦૦ બાળકો સંક્રમિત થતા ને તેમાં પણ મ્યુકરની માફ્ક MIS.C સિન્ડ્રોમના ૧૫ થી વધુ કેસ આવ્યા- કોરોનાની બીજી લહેરમાં અઠવાડિયે ૩૦૦ થી વધુ બાળકો કોરોના સંક્રમિત થતા અને તે ભયાનક સિલસિલો ૨૦ થી ૨૫ દિવસ ચાલ્યો અને તેમાં પણ પોસ્ટ કોવિડમાં મ્યુકરની માફ્ક MIS.C સિન્ડ્રોમ એટલે કે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેરી ડીસઓર્ડર) ના ૧૫ જેટલા કેસ સામે આવ્યા. જેમાં બાળકને કોરોના મટયાના છ અઠવાડિયા પછી શરીર લાલ થવા સાથે સોજો અને તાવના લક્ષણો જોવા મળે.

image source

જેમાં પાંચ દિવસ સુધી સ્ટીરોઇડ અને IVIG ના ઇન્જેક્શન આપવા પડે છે. જેથી ત્રીજી લહેરમાં વાલીઓ જ બાળકોના રોલ મોડેલ એ રીતે બને કે પોતે જરૂર વિના બહાર ન જાય જેથી બાળકો પણ બહાર ન નીકળે. સંભવિત ત્રીજી લહેરમાં માઈલ્ડ, મોડરેટ અને સિવિયર કોરોનાગ્રસ્ત બાળકોને ક્યા દાખલ કરવા તેનો એક્શન પ્લાન તૈયાર થઇ રહ્યો છે. -ડો.જય ધીરવાણી (બાળરોગ નિષ્ણાંત, રાજકોટ)

કોરોના વખતે ફ્લૂથી રક્ષતી ટેટ્રા વેલેન્ટ વેક્સીન

બાળકોને લીલા શાકભાજી, ડ્રાયફ્રુટ, ખજૂર, મગફ્ળી આપી શકાય- બાળકોને કોરોના થાય તો તેની સાથે સીઝનલ ફ્લૂની અસર ન થાય તે માટે ચાર પ્રકારના વાયરસ સામે રક્ષણ આપતી ટેટ્રા વેલેન્ટ વેક્સીન આપવામાં આવે છે. હાલ બાળકોની ઈમ્યુનીટી વધારવા માટે લીલા શાકભાજી, ડ્રાયફ્ટ, ખજુર, ગોળ, મગફ્ળી, સુખડી, ગાંઠિયા અને ફ્ણગાવેલા કઠોળ ખાઈ શકાય. -ડો.તૃપ્તિ વૈષ્ણાની (બાળરોગનિષ્ણાંત, રાજકોટ) કોરોનામાં ડૉકટરે લોહી પાતળું થવાની દવા આપી હોય તો તેઓએ તે દવા ચાલુ રાખવી જોઈએ.

image source

આ ઉપરાંત સજા થયેલા વ્યક્તિએ ખાવામાં લીલા શાકભાજી જેવો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આવી વ્યક્તિએ વધુ શારીરિક શ્રમ ન કરવો જોઈએ. આ ઉપરાંત કોરોનાના કારણે ફેંફસા પર 30 ટકા અસર થતી હોય છે. આથી યોગા, પ્રાણાયામ, શ્વાસોશ્વાસને લગતી કસરતો નિયમિત કરવી જોઈએ. આ લોકોને પૂરતો આરામ મળે તે માટે પૂરતી ઊંઘ લેવી જરુરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version