Site icon News Gujarat

Covid Vaccine: બાળકોની રસીને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, કોરોના કાળમાં ખાસ જાણી લેજો

Corona vaccine: બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની જુલાઈથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી શકે છે સીરમ ઇન્સ્ટિટ્યુટ

ઓક્સફોર્ડની કોરોના રસી ભારતમાં એસ્ટ્રાજેનિકાના સહયોગથી તૈયાર કરી રહેલી પુણે સ્થિત દેશની સૌથી મોટી દવા બનાવતી કંપની સીરમ ઈન્સસ્ટીટ્યૂટની યોજના હવે નોવાવૈક્સ વેક્સિનની ટ્રાયલ બાળકો પર કરવાની છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બાળકો માટે નોવાવૈક્સ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના બનાવી છે.

image source

આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં નોવૈવાક્સ રસીના સંદર્ભમાં નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યુ હતુ કે નોવાવૈક્સ વેક્સિનના પ્રભાવ સંબંધી આંકડા ઉત્સાહનજક છે. નોવાવૈક્સના જાહેર રૂપથી ઉપલબ્ધ આંકડા પણ તે સંકેત આપે છે કે તે સુરક્ષિત અને વધુ અસરકારક છે.

image source

તેમણે કહ્યું કે, આજે ભારત માટે આ રસીની પ્રાસંગિકતા એ છે કે તેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે સીરમ તેની બાળકો પર પણ ટ્રાયલ શરૂ કરશે. સીરમ સાથે મેન્યુફેક્ચરિંગ કરાર ધરાવતી નોવાવેક્સે જણાવ્યું હતું કે એક વ્યાપક અભ્યાસમાં તેની વેક્સિન કોવાવેક્સ કોવિડ-૧૯ સામે અત્યંત પ્રભાવશાળી સાબિત થઇ હતી. કંપનીનો દાવો છે કે તેની વેક્સિન કુલ મળીને ૯૦.૪ ટકા સુધી અસરકારક છે. તેની વેક્સિન વેરિઅન્ટ ઓફ કન્સર્ન અને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ સામે ૯૩ ટકા સુધીની અસરકારકતા દર્શાવે છે.

ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાની તૈયારીમાં

image source

કેન્દ્ર સરકારે પણ જણાવ્યું છે કે કોવિડ-૧૯ સામે નોવાવેક્સ વેક્સિનના આંકડા આશાજનક અને ઉત્સાહવર્ધક છે અને ભારતમાં આ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થવાની તૈયારીમાં છે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું હતું કે ઉપલબ્ધ આંકડા સંકેત આપે છે કે આ વેક્સિન સુરક્ષિત અને પ્રભાવશાળી છે. અમેરિકન બાયોટેકનોલોજી કંપની નોવાવૈક્સે સોમવારે દાવો કર્યો કે, ત્રીજા તબક્કાની ટ્રાયલમાં તેની કોરોના વિરોધી વેક્સિન સમગ્ર રૂપથી 90.4 ટકા અસરકારક સાબિત થઈ છે.

કંપનીએ તે પણ કહ્યું કે સંક્રમણના મધ્યમ અને ગંભીર લક્ષણો વિરુદ્ધ તે સો ટકા સુરક્ષા પ્રદાન કરે છે. કંપનીએ કહ્યું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ અમેરિકા અને મેક્સિકોના 119 કેન્દ્રો પર 29960 લોકો પર કરવામાં આવી. અંતિમ તબક્કામાં વેક્સિનના પ્રભાવ, સુરક્ષા અને રક્ષણનું આકલન કરવામાં આવ્યું.

image source

વેક્સિનને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પર જાળવી શકાય છે

અત્રે નોંધનીય છે કે નોવાવેક્સને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા તે પ્રોટીનની કોપીઓમાંથી તૈયાર કરવામાં આવેલ છે અને આ વેક્સિનને ફ્રીઝના સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પર જાળવી શકાય છે. કંપની પ્રમાણે કોરોનાના વિભિન્ન વેરિએન્ટ વિરુદ્ધ પણ વેક્સિન અસરકારક છે. નોવાવૈક્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ સ્ટૈનલી સી. અર્કે કહ્યુ કે, કંપનીની એનવીએક્સ-સીઓવી2373 અત્યંત અસરકારક છે અને મધ્યમ તથા ગંભીર સંક્રમણ વિરુદ્ધ સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.

પ્રોટીન આધારિત આ વેક્સિનને કોરોના વાયરસના પ્રથમ સ્ટ્રેનના જીનોમ સિક્વેન્સથી તૈયાર કરવામાં આવી છે. કંપની પ્રમાણે તેની વેક્સિનને સ્ટોરેજ કરવી પણ સરળ છે. તેને બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ એટલે કે સામાન્ય ફ્રીઝમાં રાખી શકાય છે. તેના કારણે વેક્સિન માટે હાલની સપ્લાય ચેનમાં કોઈ પ્રકારના ફેરફારની જરૂર પડશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version