બાળકોમાં ખૂબ જ વધી રહ્યું છે કોરોનાનું રિસ્ક, આ પરિસ્થિતિમાં જાણી લો જલદી કોરોનાના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક શું કરશો

બાળકોમાં વધી રહ્યું છે કોરોનાનું રિસ્ક, શુ કરશો જ્યારે બાળકોમાં જોવા મળે કોરોનાના આ લક્ષણો

.ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને હાલત ખરાબ થતી જાય છે. ગઈ વખતે જ્યાં આ મહામારીએ બાળકોને વધુ ઝપેટમાં નહોતા લીધા પણ કોરોનાની બીજી વેવ બાળકો માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં જ જે આંકડાઓ જાહેર થયા એમાં જે બાળકો કોરોના સંક્રમિત થયા છે એમની ઉંમર 2 થી 16 વર્ષની છે. એટલે જરૂરી છે કે બાળકો માટે પણ બધી જ સાવચેતી રાખો. કોઈપણ પ્રકારની બેદરકારી ખતરનાક સાબિત થઈ શકે છે.

image source

કેમ વધી રહ્યું છે સંક્રમણ.

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે બાળકોના કમજોર ઇમ્યુનિટી, વધતી બેદરકારી સંક્રમણ વધવાનું કારણ હોઈ શકે છે.

એ સિવાય પ્લે એરિયામાં રમવું, ગ્રુપસમાં રહેવું, ટ્રાવેલિંગમાં વધેલું એક્સપોઝર પણ કારણ છે. હાઈજિન તેમજ મસ્કને લઈને બેદરકારી પણ આનું મોટું કારણ છે.

બાળકોમાં કોરોનાના લક્ષણો.

મોટાભાગે બાળકોમાં મોટાની સરખામણીમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. એ સિવાય બાળકોમાં મોટા કરતા અલગ લક્ષણો પણ જોવા મળી શકે છે. જો તમને પણ બાળકોમાં નીચે આપેલા લક્ષણોમાંથી કોઈપણ લક્ષણ દેખાય તો સતર્ક થઈ જાવ અને તરત જ મેડિકલ હેલ્પ લો.

image source

શરદી ખાંસી

  • તાવ કે ઠંડી લાગવી.
  • સ્કિન પર રેસિસ થઈ જવા.
  • આંખો લાલ થઈ જવી.
  • શરીર કે સાંધામાં દુખાવો.
  • ઉલટી જેવું થવું
  • હોઠ ફાટવા,
  • ચહેરા કે હોઠનું ભુરૂ થઈ જવું.
  • ચીડચીડિયાપણું
  • થાક, સુસ્તી અને વધુ ઊંઘ આવવી.
  • શ્વાસ રૂંધાવો કે શ્વાસ લેવામાં તકલીફ.
  • ગળામાં ખીચખીચ
  • સ્વાદ કે ગંધ ન આવવી.
image source

શુ કરશો જ્યારે બાળકો થાય કોરોના પોઝિટિવ.

મોટાની તુલનામાં બાળકો જલ્દી રિકવર થઈ રહ્યા છે અને એમને સિરિયસ પ્રોબલમ્સ થવાનું રિસ્ક પણ ઓછું છે. એટલે પોઝિટિવ થવા પર એમને હોસ્પિટલ લઈને ભાગવાની જરૂર નથી. ઘરે જ એમની સારી કાળજી લઈ શકાય છે. બાળકોને આઇસોલેશનમાં રાખો. એમની કાળજી લેનાર પેરેન્ટ્સ પણ બધી જ જરૂરી કાળજી રાખો. માસ્ક પહેરો. વારંવાર સાબુ અને પાણીથી સારી રીતે હાથ ધુઓ. બાળક જે રૂમમાં છે એને સેનેટાઇઝ કરતા રહો. જો બાળક એટલું મોટું છે કે માસ્ક પહેરી શકે છે તો એને પણ માસ્ક પહેરાવી રાખો.

image source

ડોકટરના સંપર્કમાં રહો. તાવ પાંચ દિવસથી વધુ રહે કે એને શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત ડોકટર પાસે લઈ જાઓ. મોટાભાગના બાળકો 2 3 દિવસના તાવ પછી ઠીક થઈ રહ્યા છે એટલે વધુ પેનિક થવાની જરૂર નથી. ધ્યાન રાખો કે કોવિડનું સંક્રમણ બાળકો દ્વારા પણ ફેલાઈ શકે છે એટલે કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત