બાળકોને હૃદય રોગથી બચાવવા માટે તેમના ખોરાકમાં રાખો આ ખાસ ધ્યાન…

ભારતની સાથે જ દુનિયાભરના લોકો ઉપર હ્રદય રોગ અને હ્રદયને સંબંધિત બીમારીઓનો અદ્રશ્ય પડછાયો પીછો કર્યા કરે છે. કારણ કે, આખી દુનિયામાં થતી મૃત્યુ માંથી સૌથી વધારે મૃત્યુ થવાનું કારણ હ્રદય રોગ અને હ્રદયને સંબંધિત બીમારીઓ જ સામે આવી છે. ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી નાના બાળકોમાં પણ હ્રદયને લગતી બીમારીઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં માતાપિતા એવું જ ઈચ્છશે કે, પોતાનું સંતાન કોઇપણ રીતે હ્રદય રોગ કે બીમારીનો શિકાર થાય નહી.

image source

હાલમાં જ કરવામાં આવેલ એક નવા અભ્યાસ દ્વારા જાણી શકાયું છે કે, શારીરિક પ્રવૃતિઓમાં વધારો કરીને અને દિવસ દરમિયાન લેવામાં આવતા આહારને સંતુલિત રાખવામાં આવે છે તો હ્રદય રોગ અને હ્રદયને સંબંધિત બીમારીઓથી થતા મૃત્યુનો ખતરો ટાળી શકાય છે. એક શોધ મુજબ બેઠાળુ જીવન અને અસ્વસ્થ ખાનપાનના લીધે હ્રદયની ધમનીઓ બ્લોક થઈ જાય છે આવી રીતે જીવન જીવી રહેલ વ્યક્તિને વારંવાર હાર્ટ એટેક કે પછી સ્ટ્રોકનો શિકાર થઈ જાય છે.

image source

જો આપ ઈચ્છો છો કે, આપના બાળકને આવી કોઈ સમસ્યા થાય નહી તો આપે આપના બાળકને નાનપણથી જ યોગ્ય આહાર અને શારીરિક પ્રવૃતિઓનું કરવાની આદત પાડવી જોઈએ અને તેનું મહત્વ પણ સમજાવવું જોઈએ. સક્રિય જીવન શૈલી જીવવાની આદત પાડવી જેનાથી હ્રદય રોગના ખતરાને ઘટાડી શકાય છે.

image source

આખી દુનિયામાં હ્રદય રોગએ મૃત્યુનું સૌથી મોટું કારણ બની ગયું છે. હ્રદય રોગના લીધે આખી દુનિયામાં અત્યાર સુધી ૧૭.૯ મીલીયન લોકોના મોત થઈ ગયા છે. ઉપરાંત દર વર્ષે ૩.૨ મીલીયન વ્યક્તિઓનું મોત પર્યાપ્ત શારીરિક શ્રમ નહી કરવાના કારણે થયા છે. આ પરિણામ સુધી પહોચવા માટે ૪૩૩ બ્રાઝીલીયન વિદ્યાર્થીઓ પર સર્વે કરવામાં આવ્યો છે.

હવે જાણીશું કે બાળકનું નાનપણથી કેવી રીતે ધ્યાન રાખવામાં આવે છે તો તેમનામાં ભવિષ્યમાં હ્રદય રોગ થવાનો ખતરો ઘટાડી શકાય છે.:

image source

શરુઆતના આઠ મહિના.:

નવજાત શિશુ માટે જન્મ પછીના છ મહિનાનો સમય એવો સમય હોય છે જયારે નવજાત બાળકનો સૌથી ઝડપથી વિકાસ થાય છે. આ સમય દરમિયાન માતાનું દૂધ જ નવજાત બાળક માટે સૌથી સારું ભોજન છે. માતાનું દૂધ ફક્ત બાળકના વિકાસમાં જ મહત્વની ભૂમિકા નિભાવે છે એટલું જ નહી ઉપરાંત બાળકને સંક્રમણથી પણ બચાવે છે. ઓછામાં ઓછું આઠથી દસ વાર એક દિવસ દરમિયાન માતાએ પોતાના બાળકને સ્તનપાન કરાવવું જોઈએ.

image source

ચારથી છ મહિનાની ઉમરમાં બાળકને સેમી સોલીડ ખોરાક માટે તૈયાર થઈ જાય છે. આ સમય દરમિયાન બાળકને ફળ, શાકભાજી અને માસ જેવા ભોજનને થોડા થોડા પ્રમાણમાં ખવડાવી શકો છો. સાતથી આઠ મહિનાની ઉમર ધરાવતા બાળકને સોલીડ ખાદ્યપદાર્થ ખવડાવી શકો છો ત્યારે બાળકને ભોજનમાં કેળા, બાફેલા બટાકા, બાફેલું માસ, ઇંડાનો પીળો ભાગ, જ્યુસ જેવી વગેરે વસ્તુઓને સામેલ કરવાનું સારું રહેશે.

દોઢ વર્ષથી ત્રણ વર્ષની ઉમરના બાળક.:

image source

દોઢ વર્ષથી ત્રણ વર્ષના બાળકને ભોજન કરાવવું ખુબ જ મુશ્કેલ કામ હોય છે કેમ કે, આ ઉમરના બાળકો સરળતાથી નવી વસ્તુઓને નથી ખાઈ શકતા. સામાન્ય રીતે આ ઉમરમાં બાળકને દિવસ દરમિયાન ૧૩૦૦ કેલરી ડાયટ દરમિયાન આપવામાં આવવી જરૂરી છે. દોઢ વર્ષથી ત્રણ વર્ષની ઉમર ધરાવતા બાળકના ડાયટમાં દલીયા, ઘી અને રોટલી, મેશ્ડ ચીકન કરીની સાથે જ ભાત, ખીચડી અને દલીયાનો સમાવેશ કરવો જોઈએ.

ત્રણથી પાંચ વર્ષની ઉમરના બાળક.:

image source

ત્રણથી પાંચ વર્ષની ઉમરના બાળકને વધારે સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાનું પસંદ કરતા નથી એટલા માટે ખાસ તેમના માટે એવા પ્રકારનું ભોજન તૈયાર કરવું જેને આપ હરતા ફરતા બાળકને ખવડાવી શકો. આ સમય દરમિયાન સૌથી જરૂરી બાબત એ છે કે, આપે બાળકને નિશ્ચિત સમય પર ભોજન કરવાની આદત પડાવી શકો છો.

image source

આ દરમિયાન આપે બાળકના ભોજનમાં ઘઉં, ઓટ્સ, રાગી, લીલા શાકભાજી, ફળ, મીટ, ઈંડા, બીન્સ, નટ્સ વગેરેનો સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે. આ સાથે જ આપે ધ્યાનએ પણ ધ્યાન રાખવું જોઈએ કે, બાળકના ડાયટમાં વધારે પ્રમાણમાં મીઠું, ખાંડ અને સૈચ્યુરેટેડ ફેટ્સ ધરાવતા ખાદ્યપદાર્થને સામેલ કરવા જોઈએ નહી. બાળકને પ્રોટીનયુક્ત ખાદ્યપદાર્થનું સેવન વધારે કરે તેનું ખાસ ધ્યાન રાખવું.
આવી રીતે આપ બાળકનું ધ્યાન રાખીને તેને ભવિષ્યમાં હ્રદય રોગ અને હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો ટાળી શકવામાં સફળ થઈ શકો છો.

Source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત