હવે કોરોના વાયરસ ત્રાટક્યો બાળકો પર: આ પરિસ્થિતિમાં તમે પણ તમારા બાળકનું રાખો ખાસ ધ્યાન, રાજકોટમાં સંક્રમિત બાળકોની સંખ્યા જાણીને ફાટી જશે આંખો

હવે કોરોના વાયરસ ત્રાટક્યો છે બાળકો પર, રાજકોટમાં 500 બાળકો કોરોનાની ઝપેટમાં. સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે લોકોના નાકમાં દમ કરી દીધો છે. પણ કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક છે. આ વખતર બાળકોમાં કોરોનાનું સંક્રમણ એટલું ઝડપથી વધી રહ્યું છે કે હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે.

image source

તમને જણાવી દઈએ કે રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું છે. રાજકોટમાં 500 જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના કોરોમાં ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.

image source

આ વખતે કોરોના બાળકો પર હુમલો કરી રહ્યો છે એવામાં રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં 60 ટકા બાળકો 5 વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં વધુ 4 બાળકો સારવાર માટે દાખલ થયા છે. આ ઉપરાંત આશ્ચર્યજનક વાત એ છે કે, 2 થી 7 દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.

image source

બાળકોમાં વધતા કોરોના સંક્રમણ અંગે ડોકટરો એ કહ્યું છે કે, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે.

તેમને આગળ જણાવ્યું છે કે કેટલાક બાળકોની ઇમ્યુનિટી સારી હોય તો તેમને માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તો તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે.

image source

ડોક્ટરોના કહેવા અનુસાર જે બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકો ન સમજી શકે પણ તેઓ માતાપિતાને જોઈને શીખતાં હોય છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. આવામાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.

ગુજરાતના મોટા મોટા શહેરો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે.

image source

તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 770 નવા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સામે 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 35 દર્દીઓના મોત નોંધાયા છે. રાજકોટ બાદ જામનગર, ભાવનગર અને મોરબીમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે એકલા રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના 385 પોઝિટિવ કેસ છે. જામનગર શહેરમાં અને ગ્રામ્યમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં 32 પોઝિટિવ કેસ નોંધાયા છે.

image source

વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને રાજકોટમા વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. યુઝડ કાર એસોસિએશનના હોદ્દેદારોએ આજથી આઠ દિવસ માટે જાતે જ લોકડાઉન જાહેર કરી દીધું છે. રાજકોટ શહેરમાં સતત સંક્રમણ વધતું જાય છે ત્યારે વેપારીઓએ જાતે જ લોકડાઉનનો રસ્તો અમલમાં મુક્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *