બાળકોની ઇમ્યુનિટીને સાવ નબળી કરી દે છે આ 8 આદતો, જાણો અને સુધારો તમે પણ

બાળકોની ઇમ્યુનિટીને કમજોર કરે છે એમની આ 8 ખરાબ આદતો. મોટાભાગે પેરેન્ટ્સ એ વાતને લઈને પરેશાન રહે છે કે બાળકોને હેલ્ધી ફૂડ અને કમ્પ્લીટ વેકસીનેશન શિડયુલ પછી પણ એમનું બાળક વારંવાર બીમાર કેમ પડે છે? એનું કારણ છે તમારા બાળકની કમજોર ઇમ્યુનિટી. સાંભળીને થોડા ચોંકી ગયાને પણ અમે તમને જણાવીશું કે કેવી રીતે બાળકોની ખરાબ અમે ગંદી આદતોની અસર એમની ઇમ્યુનિટી પર પડે છે.

એક રિપોર્ટ અનુસાર વર્ષ 1980 પછી અસ્થમાંથી પીડિત બાળકોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. એનું કારણ છે એમને મળતું ખરાબ પોષણ, નિષ્ક્રિય જીવનશૈલી, પ્રદુષણ અને તણાવ, એ બધાની ખરાબ અસર બાળકોની રોગપ્રતિકારક શક્તિ પર પડે છે.પેરેન્ટ્સ તરીકે આપણે કંઈક એવું કરવું જોઈએ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને, જે બાળકને સ્વસ્થ રિત્ર મોટા થવામાં મદદ કરે. તો ચાલો જોઈ લઈએ બાળકોની એવી ખરાબ આદતો વિશે જેના પર આપવાનું છે તમારે ખાસ ધ્યાન.

1. આઉટડોર ગેમ્સ ન રમવી.

image source

ટેકનોલોજીના વધતા ચલણના કારણે મોટાભાગના બાળકો ઘરે જ વિડીયો ગેમ કે ટીવી જોવું પસંદ કરે છે જે બિલકુલ બરાબર નથી. જ્યારે બાળક શારીરિક રીતે સક્રિય નથી હોતું તો ધીમે ધીમે એની ઇમ્યુનિટી કમજોર થવા લાગે છે એની વારંવાર બીમાર પડવા લાગે છે. ઘરમાંથી બહાર નીકળીને રમવાથી બાળકને વિટામિન ડી મળે છે જેનાથી એની ઇમ્યુનિટી મજબૂત થાય છે. પેરેન્ટિંગ ટિપ્સ. હેલ્ધી ભોજનની સાથે સાથે બાળકોને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રેરિત કરો. બાળકો માટે એક સમય નક્કી કરો જેમાં આઉટડોર અને ઇનડોર ગેમ્સ અને એક્ટિવિટી સામેલ હોય. બાળકોને પૂછો કે એમને કઈ આઉટડોર ગેમ પસંદ છે, ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન જેવી ગેમ્સ રમવા માટે તમે કોઈ ટ્રેનર પણ રાખી શકો છો, જે અભ્યાસ પછી કે વિકેન્ડના 2 3 દિવસ બાળકને આઉટડોર ગેમ રમતા શીખવાડે.

2. પૂરતી ઊંઘ ન લેવી.

image source

પૂરતી અને સારી ઊંઘ ન લેવાના કારણે બાળકોની પ્રતિરોધક શક્તિ પર ગંભીર અસર પડે છે. બાળકોની ઉંમર અનુસાર રોજ ઓછામાં ઓછી 10થી 14 કલાકની ઊંઘ જરૂરી હોય છે. રાત્રે મોડા સૂવું, કોમ્પ્યુટર અને મોબાઈલમાં ગેમ રમવાથી બાળકો આક્રમક બને છે અને બાળકની ઊંઘ લેવાના સમયને ઓછો કરી શકે છે. ઊંઘ પુરી ન થવાના કારણે શારીરિક રીતે બાળકોમાં તણાવ પેદા થાય છે જે એના મસ્તિષ્કમાં ઓક્સિજનનેસ્વતંત્ર રીતે પહોંચતા રોકે છે જેના કારણે બાળકોની રોગપ્રતિકારક શક્તિ કમજોર થવા લાગે છે. પેરેન્ટિંગ ટીપ. રૂમમાં બાળકો માટે સારી ઊંઘ આવે એવો માહોલ બનાવો, જેમ કે રૂમમાં શાંતિ અને અંધારું હોય જેથી એ આરામથી સુઈ શકે. સુવાના 1 2 કલાક પહેલા બાળકને કોમ્પ્યુટર અને મોબાઈલથી દૂર રાખો. કોમ્પ્યુટર અને મોબાઈલ પર ગેમ્સ રમવાનો સમય નક્કી કરો.

3. વારંવાર એન્ટિબાયોટિકસ લેવી.

image source

ઇમ્યુનિટી કમજોર થાય એટલે બાળક જલ્દી જલ્દી બીમાર પડે છે અને પેરેન્ટ્સ તબીયત ખરાબ હોવાની બીકે બાળકોને ડોકટર પાસે લઈ જાય છે. ડોકટર પણ એન્ટિબાયોટિક લખીને પેરેન્ટ્સને શાંત કરી દે છે પણ શું તમે જાણો છો કે વધુ પડતી એન્ટિબાયોટિક ખાવાથી બાળકની ઇમ્યુનિટી ઓછી થઈ જાય છે. પેરેન્ટિંગ ટિપ્સ. શરદી ખાંસી જેવી નાની નાની બીમારી માટે વારંવાર એન્ટિબાયોટિકનો સહારો ન લો. એન્ટિબાયોટિક્સને બદલે ઘરેલુ ઉપચાર કરો, એનાથી પણ જલ્દી આરામ મળે છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી થતી.

4. સ્વચ્છતાનો અભાવ

image source

જો બાળક હાઈજીનીક સંબંધિત આદતોનું પાલન ન કરતું હોય તો જીવાણુઓ એની રોગપ્રતિકારક શક્તિને કમજોર બનાવી દે છે. જમતા પહેલા હાથ ન ધોવા, દાંતને સારી રીતે બ્રશ ન કરવું, ગંદા અને મોટા નખ વગેરે, આ બધી અનહેલ્ધી આદતો છે જે રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. પેરેન્ટિંગ ટીપ. બાળપણથી જ બાળકોને હાઈજિનિક સંબંધિત આદતો વિશે જણાવો. આ આદતોને રોજની દિનચર્યામાં સામેલ કરવા માટે પ્રેરિત કરો.

5. મનની વાત શેર ન કરવી.

image source

અમુક બાળકો સ્વભાવે અંતર્મુખી હોય છે. સ્કૂલ અને મિત્રોની વાતોને પોતાના મનમાં દબાવીને રાખે છે જેનાથી એમનામાં સ્ટ્રેસનું લેવલ વધે છે અને ધીમે ધીમે ઇમ્યુનિટી કમજોર થવા લાગે છે. પેરેન્ટિંગ ટીપ. બાળકો સાથે સ્કૂલ અને એમના મિત્રો વિશે વાત કરો. જો કોઈ પ્રકારની તકલીફ હોય તો પેરેન્ટ્સ સાથે શેર કરવા માટે પ્રોત્સાહિત કરો. એમની વાતોને ધ્યાનથી સાંભળો જેથી એ તમારી સાથે દરેક વાત શેર મેઈ શકે.

6. અનહેલ્ધી ભોજન.

image source

બાળકોની ઇમ્યુનિટીને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે એમને પૌષ્ટિક અને સંતુલિત આહાર આપો. જો બાળક જંક ફૂડ, પેકડ ફૂડ, કોલ્ડ ડ્રિન્ક્સ વધારે પીવે છે તો એમાં રહેલા પ્રિઝરવેટિવ, આર્ટિફિશિયલ કલર્સ અને શુગર એમના પાચનતંત્રને નુકશાન પહોંચાડે છે અને એમની ઇમ્યુનિટી વિક કરે છે. પેરેન્ટિંગ ટીપ. બાળકોને પૌષ્ટિક અને તાજું ભોજન ખવડાવો રોજ ડાયટમાં દાળ, ડ્રાયફ્રુટ, ફળ અને શાકભાજી સામેલ કરો. દિવસમાં 5 વાર એમને ખાવા માટે કઈ ને કઈ જરૂર આપો.

7. સેકન્ડ હેન્ડ સ્મોકિંગ.

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે પછી એ આપણા માટે હોય કે બીજા માટે. ધુમ્રપાનનો ધુમાડો ફેફસાને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને બાળકોના ફેફસાને. આ ઉંમરમાં બાળકોના ફેફસા સંપૂર્ણપણે વિકસિત નથી હોતા એટલે ધુમ્રપાનનો ધુમાડો એમના માટે વધુ હાનિકારક હોય છે. પેરેન્ટિંગ ટીપ. જો પરિવારમાં કોઈ સભ્ય ધુમ્રપાન કરે છે તો એમને પણ ધુમ્રપાન છોડવા માટે પ્રેરિત કરો.

image source

8 શરીરમાં પાણીની કમી થવી.

જો કે બાળકોના શરીરમાં એટલી વધુ માત્રામાં પાણીની જરૂરિયાત નથી હોતી જેટલી કે મોટા લોકોને હોય છે. તો પણ એને એટલું પાણી જરૂર પીવું જોઈએ જેટલી જરૂરત એમના પાચનતંત્રને સુચારુ રૂપે કામ કરવા માટે હોય. પેરેન્ટિંગ ટીપ. પેરેન્ટ્સ એ વાતનું ધ્યાન રાખે કે બાળકો દિવસભરમાં લિકવિડ તરીકે કંઈક ને કંઈક લેતા રહે. તરસ ન લાગે તો પણ બાળકોને પાણી પીવા માટે પ્રોત્સાહિત કરતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!