Site icon News Gujarat

બાળકોનું આધાર કાર્ડ બનાવવાની આ છે સરળ પ્રોસેસ, આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર

હાલમાં આધાર કાર્ડ કોઈ પણ વ્યક્તિ માટે એક જરૂરી ડોક્યૂમેન્ટ બની ગયું છે. આધાર કાર્ડની મદદથી આપણે કોઈ પણ કામ સરળતાથી કરી શકીએ છીએ. સુપ્રીમ કોર્ટે પણ આધાર કાર્ડને એક માન્ય ડોક્યૂમેન્ટ ગણાવ્યો છે. અન્ય કોઈ પણ ડોક્યૂમેન્ટ બનાવવા માટે જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારી અનેક મુશ્કેલીઓ ઝડપથી હલ થઈ જાય છે.

image source

તો તમે પણ તમારા 0 વર્ષના બાળકનું આધાર કાર્ડ પણ બનાવી લો તે જરૂરી છે. આ માટે તમારે કેટલાક સરળ ડોક્યૂમેન્ટ્સની સાથે સરળ પ્રોસેસની મદદ લેવાની રહે છે. જેનાથી તમે આ કામ જલ્દી કરી શકો છો. બાળકોના આધાર કાર્ડ બનાવવાથી પણ અનેક ફાયદા મળે છે.

જાણો મળશે કયા ફાયદા

image source

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર કોઈ પણ સરકારી અને ખઆનગી સંસ્થામાં બાળકોના આધાર કાર્ડને માન્ય ગણવામાં આવે છે. જો તમે તમારા બાળકોના આધાર કાર્ડ બનાવવા જાઓ છો તો તમારે આ ખાસ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર. જેને તમે સાથે લઈને જશો તો તમારે ધક્કો નહીં ખાવો પડે.

image source

બાળક 5 વર્ષથી નાનું છે તો તેનો ફોટો, માતા પિતાના આધારકાર્ડની ફોટો કોપી અને સાથે તેમનું ઓરિજિનલ આધાર કાર્ડ, બાળકના બર્થ સર્ટિફિકેટની કોપી કે પછી હોસ્પિટલનું ડિસ્ચાર્જ કાગળ. અહીં બાળકના રેટિના કે ફિંગર પ્રિન્ટ લેવાતા નથી. જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે તેને ફરીથી આ બાબતો સાથે આધાર કાર્ડને રિન્યૂ કરાવવાનું રહે છે.

image source

તમે પણ જાણો કે કઈ રીતે 5 વર્ષથી નાના અને 5 વર્ષથી મોટા બાળકોના આધાર કાર્ડ બનાવડાવી શકાય છે. બાળકો 5થી 15 વર્ષની ઉંમરના છે તો બાળકના નામે જલ્દી જ આધાર કાર્ડ બનાવડાવી લેવું જરૂરી છે. આ સમયે તમે પેરન્ટ્સના આધાર કાર્ડની સાથે સાથે બાળકના જન્મનું સર્ટિફિકેટ, ફોટો અને તેને પોતાને સાથે લઈને જઈ શકો છો. આ સિવાય તમારે વેલિડ ગણાતા ફોટો પ્રૂફ અને એડ્ર્સ પ્રૂફ પણ આપવાના રહે છે અને એક મોબાઈલ નંબર પણ રજિસ્ટર્ડ કરાવવાનો રહે છે. આ સિવાય બાળકોના સ્કૂલના ફોટો આઈડી પ્રૂફ પણ સાથે રાખવા જરૂરી છે. અહીં બાળકોના રેટિના અને બાયોમેટ્રિક્સ પણ લેવામાં આવે છે.

image source

આ સરળ પ્રોસેસથી તમે બાળકોના આધાર કાર્ડ બનાવડાવી શકો છો. તે માટે હવે વઘારે સમય પણ લાગતો નથી. આધાર કાર્ડ બન્યા બાદ તેને તમારા ઘરે પહોંચાડી દેવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version