વાળને રંગોથી બચાવવા આ ઓઈલથી ખાસ કરો માલિશ, સાથે જાણો બીજી હેર કેર ટિપ્સ પણ

મિત્રો, એ વાત તો આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે, આપણો દેશ એ અધ્યતન પૌરાણિક સંસ્કૃતિનો એક સમૃદ્ધ વારસો ધરાવે છે. આપણા દેશમા જુદા-જુદા અનેકવિધ પ્રકારના ધર્મના લોકો વસવાટ કરે છે અને તેના કારણે જ આખા વર્ષ દરમિયાન આપણા દેશમા અનેકવિધ પર્વોને ધામધૂમથી ઉજવવામા આવે છે. ત્યારે આજે આ લેખમા આપણે આપણા ખુબ જ પ્રિય અને મહત્વપૂર્ણ એવા રંગોના તહેવાર હોળી વિશે ચર્ચા કરીશુ.

image soucre

આજે રંગોનો પર્વ માટેના ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે આ સમયે આપણી સ્કિન અને વાળની શું હાલત થશે? તેની ચિંતા આપણને ખુબ જ વધારે પડતી થતી હોય છે. આ પર્વ પર ઉપયોગમા લેવાતા રંગોમા સિન્થેટિક ડાઈનો સમાવેશ થતો હોય છે અને અમુક રંગોમા તો માટી પણ ભેળવેલી હોય છે.

image soucre

જ્યારે આ રંગો આપણી સ્કીન તથા વાળના સંપર્કમા આવે ત્યારે તે તમારી સ્કીન અને વાળ બંને બગાડી નાખે છે. તે ત્વચા અને વાળના આંતરિક ભાગોને નુકશાન પહોંચાડે છે અને તેને નબળા બનાવે છે. આવા સમયે દરેકના મનમાં એક જ પ્રશ્ન આવે કે આ રંગોના પર્વ દરમિયાન વાળની યોગ્ય સાર-સંભાળ કેવી રીતે રાખવી? તો આ સમસ્યાના નિવારણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે વાળમા ઓઈલની માલિશ કરવી. તો ચાલો આ અંગે થોડી વધુ માહિતી મેળવીએ.

image soucre

વાળ માટે સરસિયાનુ ઓઈલ એ સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. આ ઓઈલમા પ્રોટીન સહિત સેલેનિયમ, વિટામિન-બી અને ઓમેગા-૩ ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળના મજબુત વિકાસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઓઈલ એ તમારા વાળમા થતા રંગોના નુકસાન સામે તમને રક્ષણ આપી શકે છે.

image soucre

આ ઓઈલથી વાળની યોગ્ય રીતે માલિશ કરવી જોઈએ. આ ઓઈલ વાળમા અને સ્કેલ્પ પર ખુબ જ સારી રીતે લગાવવુ જોઈએ, જેથી તમે તમારા વાળને થતા નુકસાન સામે પણ રક્ષણ મેળવી શકો. આ સાથે જ હોળી રમ્યા બાદ તુરંત જ વાળને શેમ્પૂ કરવુ જેથી, તમારા વાળમા રહેલું નેચરલ મોઈશ્ચરાઈઝર જળવાઈ રહે છે.

image soucre

કોકોનટ ઓઈલ પણ સરસિયાની માફક તમારા વાળમા ઔષધી સમાન કામ કરે છે. આ ઓઈલમા પુષ્કળ માત્રામા એસેન્સિયલ ફેટી એસિડ અને વિટામિન સમાવિષ્ટ હોય છે, જે તમારા વાળના મૂળિયાની આસપાસ એકત્રિત થયેલો કચરો દૂર કરે છે તેમજ વાળનો વિકાસ વધારવામા અને વાળને સ્વસ્થ રાખવામા પણ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

image soucre

તેમા સમાવિષ્ટ વિટામિન અને ફેટી એસિડ સ્કેલ્પને પોષણ આપે છે તેમજ ગૂંચવાયેલા વાળને સરખા પણ કરે છે. જ્યારે પણ તમે રંગોથી રમવા માટે જાવ તો તે પહેલા કોકોનટ ઓઈલથી માલિશ અવશ્યપણે કરવી.આ સિવાય ઓલિવ ઓઈલમા સમાવિષ્ટ વિટામિન-ઈ પણ તમારા વાળને તંદુરસ્ત રાખવા માટે સહાયરૂપ સાબિત થાય છે.

image soucre

તેમા સમાવિષ્ટ ઓલયૂરોપિન નામનુ તત્ત્વ તમારા વાળનો વિકાસ વધારે છે. આ ઉપરાંત આ ઓઈલ મોઈશ્ચરાઈઝિંગ ગુણોથી ભરપૂર હોય છે, જે તમારા વાળને જડમુળથી કંડીશનીંગ કરે છે અને તમારા વાળને એકદમ સુંદર અને આકર્ષક બનાવશે. તો એકવાર તમે પણ અપનાવો આ ઉપાય અને જુઓ ફરક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *