શું તમે જાણો છો પૂજામાં કેમ કેળાને શુભ માનવામાં આવે છેે?
પૂજામાં આ કારણે શુભ માનવામાં આવે છે કેળા, ઘણા દોષોને દૂર કરે છે કેળા.

હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈપણ ઘરમાં જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે કેળાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એ સિવાય ગુરુવારની પૂજા હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગે કેળાનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.શુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કેમ કેળાના પાનનો જ ઉપયોગ થાય છે બીજા કોઈ ફળના ઝાડના પાનનો કેમ નહિ? તો ચાલે આજે અમે તમને જણાવીએ કે કયા કારણસર કેળાના પાનનો પૂજામાં ઉપયોગ થાય છે.
ભગવાનનો વાસ

એક માન્યતા પ્રમાણે બૃહસ્પતિ દેવનું વ્રત કરીએ ત્યારે કેળાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેળામાં ભગવાનનો વાસ છે. એવું પણ માનવામાં આવે છે કે આ રીતે સાત ગુરુવારનું વ્રત કરવામાં આવે તો બધી મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ કેળાને પૂજવા પાછળનું કારણ
પુરાણોમાં જણાવ્યા અનુસાર કેળાના ઝાડમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ વાસ કરે છે. અને આ જ કારણે ગુરુવારના દિવસે એની પૂજા કરવામાં આવે છે. જેના કારણે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે અને ધન અને સંપત્તિમાં વધારો થાય છે. કેળાના ઝાડન શુભ માનવામાં આવે છે તેમજ સમૃદ્ધિનું પ્રતીક પણ ગણવામાં આવે છે.
લગ્ન યોગ બનશે
ગુરુવારના દિવસે કેળના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીમાં તેનો ગુરુ મજબૂત થાય છે. આવી દશામાં જ વ્યક્તિના લગ્નના યોગ બને છે. આથી જ કુંવારા લોકોને કેળના ઝાડની પૂજા અચૂક કરવી જોઈએ.
પૂજાથી મળે છે ગુરુ દોષમાંથી મુક્તિ.
ધર્મ શાસ્ત્રો પ્રમાણે કેળાના ઝાડની પૂજા કરવાથી વ્યક્તિમાં રહેલો ગુરુ દોષ દૂર થઈ જાય છે. અને સાથે સાથે ઘરમાં પણ શુભ અસર જોવા મળે છે. કેળાના પાન ઘરની બહાર લગાવવા એ વાતનું હમેશા ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય ઘરની અંદરની તરફ કેળાના પાન ન લગાવો. નહિ તો એ જીવનમાં બાધક પણ બની શકે છે. એટલે એને ઘરના આંગણે લગાવો અને દરરોજ પૂજા પાઠ કરો.

વિશેષ મહત્ત્વ
જે લોકોના જન્માક્ષરમાં મંગળ દોષ હોય તેઓના લગ્ન કેળના વૃક્ષ સાથે કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળ દોષનું નિવારણ થાય છે.
કોઇપણ પૂજા કે માંગલિક એટલે કે શુભ કાર્યોમાં ઘરના દરવાજા પર કેળના પાન લગાવવા શુભ માનવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને કેળા અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, તથા દાંપત્ય જીવન સુખમય બને છે. તથા આ દેવી દંપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
જો તમે પુર્ખરાજ રત્ન ધારણ નથી કરી શક્તા તો તમારે કેળના મૂળ પહેરવા જોઇએ તેનાથી પણ રત્ન જેટલું ફળ પ્રાપ્ત થશે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત