રો બનાના વેફર્સ – બહાર ગરમાગરમ મળે છે એવી જ વેફર હવે તમે પણ બનાવી શકશો…

રો બનાના વેફર્સ 

ખાસ કરીને બટેટાની વેફર્સ બાળકોથી માંડીને મોટાઓ માટેની નાસ્તા માટેની હોટ ચોઇસ છે. માર્કેટમાં પણ અનેક કંપનીઓની સરસ વેફર્સ મળતી હોય છે. સાથે અનેક ચટપટી ફ્લેવર્સમાં પણ મળે છે, જે બાળકોની ખૂબજ પસંદીદા છે. એજ રીતે રો બનાનામાંથી બનાવવામાં આવતી વેફર્સ પણ સારા એવા પ્રમાણમાં અલગ અલગ ટેસ્ટમાં મળતી હોય છે. રો બનાના વેફર્સ બાળકોથી માંડીને મોટા સુધીના બધા માટે એક પ્રકારનું નાઇસ મંચ છે. બટેટા અને બાનાના, બન્નેની વેફર્સ ફરાળ કરવા માટે પણ વપરાતી હોય છે.

રો બનાનામાંથી અનેક પ્રકારની રેગ્યુલર તેમજ ફરાળી વાનગીઓ બને છે. ખાસ કરીને તેમાંથી જૈન રેસિપિ વધારે બનાવવામાં આવે છે. વેફર્સ રો બનાનામાંથી બનાવવામાં આવતી હોવાથી કેળાની શરુઆતની સિઝનમાં કાચા કેળા સારા આવતા હોય છે. આમ તો હવે આખા વર્ષ દરમ્યાન રો બનાના મળવા લાગ્યા છે. રો બનાના માર્કેટ્માં 2 પ્રકારના મળતા હોય છે – સુરતી અને કેરલના. કેરલના બનાના અંદરથી યલો કલરના હોય છે. તેની વેફર્સ યલો કલરની બને છે અને સુરતી બનાના અંદર વ્હાઈટ કલરના હોય છે. તેથી તેની વેફર્સ વ્હાઇટ કલરની બને છે.

બહુ જ ઓછી સામગ્રીમાંથી બની જતી સુરતી રો બનાના વેફર્સ બનાવવાની રેસિપિ અહીં હું આપી રહી છું. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.

રો બનાના વેફર્સ બનાવવા માટેની સામગ્રી

  • 2 સુરતી રો બનાના
  • 3 ટેબલ સ્પુન પાણી
  • 2 ટી સ્પુન સોલ્ટ અથવા સ્વાદ મુજબ
  • ઓઇલ ડીપ ફ્રાય કરવા માટે

ગાર્નિશિંગ માટે :

  • મરી પાવડર અને લાલ મરચુ પાવડર – જરુર મુજબ

રો બનાના વેફર્સ બનાવવાની રીત :

સૌ પ્રથમ રો બનાના વેફર્સ ડીપ ફ્રાય કરવા માટે એક લોયામાં ઓઇલ ગરમ મૂકો.

હવે લીધેલા બન્ને સુરતી રો બનાનાની ગ્રીન છાલ કાઢી નાખો. છાલ કાઢવા માટે એક શાર્પ પોઇંટ વાળું ચપ્પુ લઇને બનાનાની બધી ઉભી એજીસ પર ઉપરથી નીચે સુધી કટ આપો. ચપ્પુથી બનાનાની અંદર સુધી કટ કરવાનું નથી. માત્ર ગ્રીન છાલ સુધી જ કટ કરવાનું છે. બનાનાનો ઉપરનો અને નીચેનો 1 ઇંચ ભાગ કટ કરી નાખો. હવે ઉપરના ભાગેથી બે ક્ટ વચ્ચેથી ગ્રીન છાલ થોડી ઉથલાવી લ્યો ત્યારબાદ નીચે સુધી છાલ કાઢતા જાઓ. આમ આખા બનાનામાંથી છાલ કાઢી લ્યો. આ પ્રમાણે બાકીના બનાનામાંથી પણ છાલ કાઢી લ્યો.

હવે એક બાઊલમાં 3 ટેબલ સ્પુન પાણી લઈ તેમાં 2 ટી સ્પુન સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી સ્પુન વડે બરાબર હલાવીને સોલ્ટ બરાબર ડાયલ્યુટ કરી લ્યો.

હવે રો બનાના વેફર્સ ડીપ ફ્રાય કરવા માટેનું ગરમ મૂકેલું ઓઇલ બરાબર ગરમ થઈ ગયું હશે.

રો બનાના જલ્દીથી ઓક્સોડાઇઝ થતા હોવાથી ડાયરેક્ટ ઓઇલમાં જ સ્લાઇઝ કરો. અલગથી અગાઉ સ્લાઇઝ કરી રાખવા નહી.

તેના પર સ્લાઈઝર રાખી ½ બનાનાની વેફર્સ પાડો. તરત જ જારા વડે હલાવશો નહી. થોડી ફ્રાય થતાં બબલ થતા ઓછા થઇ જાય એટલે ½ મિનિટ પછી તેમાં સોલ્ટ વાળું 1 ટી સ્પુન પાણી ઉમેરો. ઓઇલ સ્પ્લટર થશે. તરત જ હલાવશો નહી, થોડા બબલ ઓછા થાય અને સ્પ્લટર થવાનો અવાજ બંધ થાય એટલે વેફર હલાવીને ફેરવી લેવી જેથી બન્ને બાજુ ફ્રાય થઈ જાય. 2-3 વાર ઉપર નીચે કરી રો બનાના વેફર્સને ક્રીસ્પી ફ્રાય કરી લ્યો. બબલ થતાં એક્દમ ઓછા થઈ જાય અને જારો અડકાડવાથી પણ ખ્યાલ આવી જશે કે રો બનાના વેફર્સ ક્રીસ્પી થઈ રેડી થઈ ગઇ છે. એટલે જારામાં લઇને તેલ નિતારીને પ્લેટમાં ટ્રાંસફર કરી લ્યો.

બાકીના બાનાનામાંથી પણ આ પ્રમાણે વેફર્સ બનાવી લ્યો.

બનેલી રો બનાના વેફર્સને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી તેના પર લાલ મરચુ પાવડર અને મરી પાવડર સ્પ્રિંકલ કરી સર્વ કરો.

રેગ્યુલર નાસ્તા માટે કે બાળકોના નાસ્તા બોક્ષમાં ભરવા માટે તેમજ ટ્રવેલીંગમાં નાસ્તા માટે કે બાળકોની બર્થડે પાર્ટી કે કીટી પાર્ટી જેવી નાની નાની પાર્ટી માટે રો બનાના વેફર્સ સર્વ કરવી ખૂબજ સરળ છે. બટેટાની વેફર્સ કરતા થોડી હેલ્થી પણ છે. ખૂબજ ટેસ્ટી હોવાથી બધાને ખૂબજ ભાવશે. તો તમે પણ ખૂબજ ક્વીક અને ઇઝી એવી આ રો બનાના વેફર્સ ચોક્કસથી ઘરે બનાવવાની ટ્રાય કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.