ઈતિહાસ સર્જાયોઃ બનાસ ડેરીમાં 82 લાખ લિટર દૂધની આવક થતાં મિલ્ક હોડી-ડે રાખવાની સ્થિતિ
બનાસડેરી થઈ દુધથી છલોછલ: માત્ર એક જ દિવસમાં ૮૨ લાખ લીટર દુધની આવક થઈ, મિલ્ક હોલી- ડે રાખવાની આવશ્યકતા ઉભી થઈ.
ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના પશુપાલકો માટે જીવનદોરી સમાન બનાસડેરીમાં આજ રોજ એક રેકોર્ડ બનાવી દીધો છે. બનાસડેરીમાં આજ રોજ આશ્ચર્યજનક રીતે ૮૨ લાખ લીટર દુધની આવક થવા પામી છે.

બનાસડેરી, ૫૫ લાખ લીટર દુધને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે તેમ છતાં બનાસડેરી માટે દુધને વેચી દેવાની પડકારજનક સ્થિતિ નિર્માણ થઈ છે. બનાસડેરીમાં આવી રહેલ દૂધને હવે બનાસડેરી રાજસ્થાન, UP, હરિયાણા એમ ત્રણ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યું છે.
બનાસડેરી દુધથી છલોછલ થઈ ગઈ હોવાની વાત સામે આવી ગઈ છે. આજ રોજ બનાસડેરીમાં ઐતિહાસિક રીતે ૮૨ લાખ લીટર દુધની આવક થઈ જતા ઘણી મોટી મુશ્કેલીઓ સામે ઉભી થઈ ગઈ છે. આટલા વધારે પ્રમાણમાં દુધના જથ્થાનો નિકાલ કરવો બનાસડેરી માટે પડકારરૂપ સ્થિતિ સર્જાઈ છે.

રોજના ૫૫ લાખ લીટર દુધને પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવતી બનાસડેરી સામે હવે વધારાના દુધનો નિકાલ અને તેના વેચાણ કરવા વિષે બનાસડેરી સામે મોટો પડકાર બની ગયો છે જેના લીધે બનાસડેરીએ એક રેકોર્ડ પણ સ્થાપિત કરી દીધો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત ગુજરાત રાજ્યની બધી જ ડેરીઓનું કુલ દૂધ સંપાદન ૨.૨૫ કરોડ લીટર દૂધ છે તેમાંથી ફક્ત બનાસડેરીનું દૂધ સંપાદન ૮૨ લાખ લીટર દૂધ થવા પામ્યું છે.

આવી પરિસ્થિતિમાં બનાસડેરી પણ પોતાના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલિ- ડે ના રાખવો પડે તેના માટે તે મુજબ બનાસડેરી આવી પરિસ્થિતિમાં દુધનો અવેર કરવામાં લાગી ગયા છે. બનાસડેરી તરફથી હાલમાં ૧૦૦૦ ટેન્કરોની મદદથી ડેરીમાં આવતા દુધને દુધના વાહનોમાં બીજા રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યું છે.

રાધનપુર સહિત ખીમાણામાં આવેલ મિલ્ક કોલ્ડ સ્ટોરેજ સેન્ટર્સને શરુ કરીને દુધના જથ્થાને પ્રાપ્ત કરીને રાજ્યની બહાર આવેલ ડેરીઓને પણ દુધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે. મધર ડેરીને રોજ ૧૪ લાખ લીટર દુધનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે.

રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્યમાં પણ બનાસડેરી દ્વારા દુધને મોકલવામાં આવી રહ્યું છે. બનાસડેરીમાં જેવી રીતે દુધની આવકમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખતા મિલ્ક હોલિ- ડે જાહેર કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. દિયોદરના સણાદર સ્થિતિ નવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પ્લાન્ટને પૂર્ણ રીતે કાર્યરત થતા હજી દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત