રૂપાણીરાજમાં 50 કરોડનું કૌભાંડ! બનાસકાંઠા જિલ્લામાં આ સરકારી સ્કીમમાં કરોડાના કૌભાંડનો મેવાણીનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામમાં વ્યાપક પ્રમાણ માં ભષ્ટાચાર નોંધાયો છે. 50 કરોડના મનરેગા કૌભાંડનો આક્ષેપ કરાયો છે. જિગ્નેશ મેવાણી-હાર્દિક પટેલનો સરકાર પર મોટો આક્ષેપ છે. જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કહ્યું કે બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ કરાયું છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર આદરી રૂ.૪૬,૮૧૦ ની ગેરરીતી આચરી હોવાની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો કચેરી બનાસકાંઠામાં નોંધાઈ છે.

જેમાં અન્ય સહકર્મીઓને પણ તેમાં સંડોપણી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે હજુ ખેતતલાવડી અંગે જી.એલ.ડી.સી. સામે તપાસ ચાલી રહી છે. તેમાં પણ કૌભાંડ બહાર આવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

image source

કૌભાંડ કઈ રીતે આચર્યું

એક જ શ્રમીકના જોબકાર્ડમાં ચેડા કરી ઉપરોક્ત કૌભાંડમાં વન અધિકારી અને તેમની કચેરીના કર્મચારીઓએ શ્રમિકના જોબ કાર્ડ સાથે ચેડા કરી એક જ સમયે અને એક જ તારીખે અલગ-અલગ સ્થળે દર્શાવી તેના નાણાં ઓડીટ થયા બાદ ઉપાડી લઈ ગેરરીતી આચરી.

હાર્દિક પટેલે કહી આ વાત

હાર્દિક પટેલે સરકાર પર આક્ષેપ કર્યા કે સમૃદ્ધ ગુજરાતમાં મનરેગાનું રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાય છે. અને ભાજપ સમર્થક સરપંચ અને TDO દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.

image source

કોની કોની સામે થઈ છે ફરિયાદ

ભુપતજી મગનજી ઠાકોર : તત્કાલિન પરિક્ષેત્ર વન અધિકારી પશ્વિમ રેન્જ, દાંતા., રહે. સુંઢીયા તા.વડનગર જિ.મહેસાણા વર્ગ-ર

આશિષ જે. રાજપુત (એકાઉન્ટ નુંકામ કરતાં આઉટસોર્સ કર્મચારી)

જયંતિભાઈ જેઠાભાઈ પરમાર (કો.ઓડીનેટર – આઉટસોર્સ)

તેમજ આર.એફ.ઓ ના હાથ નીચે કામ કરતાં ફોરેસ્ટર સામે ફરિયાદ કરાઈ છે.

image source

મનરેગા યોજનામાં આ કામ કરી શકાય છે

  • વૃક્ષારોપણ
  • આંતરિક રસ્તા
  • જાહેર શૌચાલય બાંધકામ
  • જળ સંચયનાં કામો (તળાવ ઊંડા કરાવવા)
  • પ્લેગ રાઉન્ડ
  • જમીન સમતળ
  • વર્મીકમ્પોસ્ટ પીટ

સરકારી ઈમારતોનું રંગ-રોગાન

મનરેગા યોજનામાં થઈ શકતા તમામ કામોમાં 60 ટકા અને 40 ટકાનો ગુણોત્તર જાળવવો ખૂબ જ જરૂરી છે, એટલે કે 60 ટકા મજૂરી કામ અને 40 ટકા સામગ્રી ખર્ચ કરવામાં આવે છે. ગ્રામપંચાયત પંચાયતની સામાન્ય સભામાં મનરેગા અંતર્ગત કામ કરવાનો ઠરાવ કરે છે અને ત્યારબાદ આ ઠરાવને ફોરવર્ડ લેટર સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલાવી આપવાનો રહે છે.

image source

બેરોજગારીને લઈને જિજ્ઞેશ મેવાણીનું મોટું નિવેદન

કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે. ત્યારે હાલમાં 100 દિવસ જ કામ આપવામાં આવે છે. જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કરતા કહ્યું કે મનરેગા યોજના અંતર્ગત 200થી 250 દિવસ કામ અપાય છે. બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગાનું કૌભાંડ ચાલે છે.

image source

આ રીતે કામ કરે છે એમ.જી.એન.આર.ઈ.જી.એ. (MGNAREGA) યોજના

યોજનામાં ગ્રામપંચાયત દ્વારા બેરોજગારને 100 દિવસની રોજગારી તથા દૈનિક વેતન વધુમાં વધુ રૂ. 192 આપવામાં આવે છે. ગ્રામપંચાયત પંચાયતના વિકાસ માટે અથવા ભૌતિક સુવિધાઓ વધારવા માટે મનરેગા ગામના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી મળી રહે અને પંચાયતમાં સુવિધાઓ વધે તે માટેની અરજી કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત