તમે શું માનો છો! બનાસકાંઠના આ બેન વર્ષે દૂધમાં 1 કરોડ કમાય છે, આટલા બધા તો એવોર્ડ પણ મળ્યા છે
બનાસકાંઠા જીલ્લાના ૬૨ વર્ષની ઉમર ધરાવતા નવલબેનએ એક વર્ષ દરમિયાન ૧,૧૦ લાખ રૂપિયાનું દૂધ વેચે છે, નિયમિતપણે બે ટાઈમ એક હજાર લીટર જેટલું દૂધ ડેરીમાં ભરે છે.
-ગયા વર્ષે ૨૦૧૯-૨૦માં રૂ.૮૭.૯૫ લાખ રૂપિયાનું દૂધ ભરાવીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લામાં આવેલ વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા અભણ વૃદ્ધ મહિલાએ દુધના ક્ષેત્રમાં શ્વેતક્રાંતિ લાવ્યા છે. આ અભણ વૃદ્ધ મહીલાનું નામ નવલબેન દલસંગભાઈ ચૌધરી છે. નવલબેનએ વર્ષ ૨૦૨૦માં અધધ કહી શકાય તેવું રૂ,૧.૧૦ કરોડ રૂપિયાનું દૂધ ભરાવીને રેકોર્ડ બનાવ્યો છે.

આવી રીતે આ અભણ મહિલા દર મહીને ૩.૫૦ લાખ રૂપિયાનો નફાની કમાણી કરી રહ્યા છે અને આવનાર વર્ષમાં તેઓ હજી પણ વધારે આર્થિક ઉપાર્જન કરવા માટે પોતાની સજ્જતા વ્યક્ત કરી છે. બનાસકાંઠા જીલ્લાની પશુપાલક બહેનો પોતાના પરિવારની સાર-સંભાળ રાખવાની સાથે પશુપાલનના વ્યવસાયમાં શ્વેતક્રાંતિ લાવ્યા છે.
વર્ષ ૨૦૨૦માં ૧ કરોડ રૂપિયાનું ટર્નોવર:

હવે વાત કરીશું વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા એક ૬૨ વર્ષીય વૃદ્ધ અભણ મહિલા નવલબેન દલસંગભાઇ ચૌધરીએ વર્ષ ૨૦૨૦માં ૧.૧૦.૯૩ હજારનું દૂધ ડેરીમાં ભરાવીને નવો રેકોર્ડ નોધાવ્યો છે. આ વિષે વાત કરતા નવલબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘મારે ચાર દીકરાઓ છે જેઓ એમ.એ.બી.એડનો અભ્યાસ કરી લીધો છે અને હવે તેઓ નોકરી કરી રહ્યા છે. ત્યારે હું ૮૦ ભેંસ અને ૪૫ ગાયોને રાખવામાં આવી છે. જેમનું રોજ સવાર- સાંજ એમ બંને ટાઈમનું થઈને અંદાજે એક હજાર લીટર જેટલું દૂધ ભરાવી શકું છું.
ગયા વર્ષે ૨૦૧૯- ૨૦માં મેં ૮૭.૯૫ લાખ રૂપિયાનું દૂધ ભરાવીને પહેલો નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારે આ વર્ષે ૨૦૨૦માં ૧,૧૦,૯૩,૫૨૬ રૂપિયાનું દૂધ ભરાવ્યું છે. આમ નવલબેન ચૌધરી દર મહીને ૩.૫૦ લાખ રૂપિયા જેટલો નફો કમાઈ લેતા હોય છે. આવનાર વર્ષમાં પણ નવલબેન ચૌધરી સૌથી વધારે દૂધ ભરાવવાનું મારું સપનું છે.

૫ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
નવલબેન દલસંગભાઈ ચૌધરીને ૨ બનાસ લક્ષ્મી એવોર્ડ સહિત ૩ એવોર્ડ પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવ્યા છે.
૧૧ વ્યક્તિઓ કામ કરી રહ્યા છે.

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા એક અભણ વૃદ્ધ મહિલા નવલબેન દલસંગભાઈ ચૌધરી પોતાના ઘરે ૮૦ ભેંસ અને ૪૫ ગાયોની સાર- સંભાળ રાખવા માટે ૧૧ વ્યક્તિઓને કામે રાખ્યા છે. આ સાથે જ નવલબેન સાથે કામ કરનાર ૧૧ વ્યક્તિઓ ત્યાં કરીને પોતાના પરિવારનું ભરણ- પોષણ કરી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત