Site icon News Gujarat

બનાવો છો તમારા લાઈફ પાર્ટનર સાથે ગોવા જવાનો પ્લાન તો આ જગ્યાની મુલાકાત લેવાનુ ભૂલશો નહિ…

મિત્રો, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, ગોવા એ હંમેશાથી આપણા ભારત દેશનો હિસ્સો નહોતો. વર્ષ ૧૯૬૧મા ત્રણ દિવસના સૈન્ય અભિયાન બાદ ગોવા એ આપણા ભારત દેશનો હિસ્સો બન્યુ હતુ. એટલા માટે જ ૧૯ ડીસેમ્બરના ઐતિહાસિક દિવસને “ગોવા મુક્તિ દિવસ” તરીકે ઉજવવામા આવે છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, ગોવા એ હરવા-ફરવા માટેનુ એક શ્રેષ્ઠ સ્થળ છે. અહી અવારનવાર લોકો વેકેશન માણવા માટે આવતા હોય છે. ફક્ત આપણા દેશના જ નહિ પરંતુ, વિદેશના લોકો પણ રાજા માણવા માટે આ સ્થળની પસંદગી કરે છે. આ એક એવુ રાજ્ય છે કે, જ્યા દૂર-દૂર સુધી સમુદ્ર કિનારો ફેલાયેલો છે, મોર્ડન જીવનશૈલી છે અને આ ઉપરાંત કાજુમાંથી બનાવેલી લાજવાબ સુતરફેણી છે.

image source

આ રાજ્યમાં એવા અનેકવિધ મહાન રિસોર્ટ આવેલા છે કે, જ્યા લોકો શાંતિની શોધમા આવે છે. તેમા ફક્ત સુંદર વિસ્તારો જ નહી પરંતુ, અનેકવિધ પ્રકારની પ્રવાસન સુવિધાઓ પણ આવેલી છે. તો ચાલો આજે આ લેખમા આપણે ગોવાના અમુક શાનદાર બીચ વિશે માહિતી મેળવીએ.

બટરફ્લાય બીચ :

image source

આ બીચની થીજી ગયેલી રેતી તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ બીચનુ નામ પણ ખૂબ જ સુંદર છે. જો તમે તમારા જીવનસાથી સાથે સારા એવા સમયની શોધમા છો, તો આ બીચથી સારી જગ્યા બીજી કોઈપણ નથી. અહી અગુંડા અથવા પાલોલેમ બીચની બોટ દ્વારા જ પહોંચી શકાય છે.

વેલસેવ બીચ :

image source

આ બીચ દક્ષિણ ગોવામા સ્થિત છે. અહી તમને વિશાળ જગ્યામા ફેલાયેલા સમુદ્ર અને શાંતિ સિવાય અમુક પક્ષીઓનો સાથ પણ મળી શકે છે. અહી તમને અમુક તરવૈયાઓ પણ મળી શકે છે, જે બીચ પર રહેલી ભીડથી દૂર અહી શાંતિ મેળવી રહ્યા હોય છે.

ગલજીબાગ બીચ :

image source

આ બીચ એવા લોકો માટે છે જેમને મેદાનો ખુબ જ ગમે છે. એક સૌમ્ય એવો સમુદ્રનો કિનારો અને તેમા પણ આપણા જીવનસાથીનો સાથ બસ બીજુ શું જોઈએ. આ જગ્યાએ તમને લઝીઝ અને ચટાકેદાર સી-ફૂડ પણ ખાવા મળી શકે છે.

હોલેન્ટ બીચ :

image source

આ બીચ સૂકી નદી જેવો લાગે છે કે જ્યા તે બિલકુલ તરી શકતો નથી. આ બીચ થોડુ સૂકુ હોય છે પરંતુ, અહી મળતી શાંતિને કારણે લોકો અહી આવવાનુ પસંદ કરે છે.

બેતુલ બીચ :

image source

જો સમુદ્ર અને ટાપુની તમારે એકસાથે મજા માનવી હોય તો તમારા માટે આ બેતુલ બીચ એક શ્રેષ્ઠ સ્થળ છે. આ સિવાય અહી નજીકમા એક ૧૭મી સદીનો કિલ્લો પણ છે, જે અહી મુલાકત લેતા પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version