લોકડાઉનમાં ધંધો કે રોજગાર ઠપ્પ થઈ ગયો છે તો અપનાવી લો આ ખાસ નુસખો, ફરીથી આવક થશે ચાલુ

કહેવાય છે ને કે માણસમાં કળા હોય તો તે ક્યાંય ભૂખે મરે નહીં. આ વાત લોકડાઉન પહેલાંની છે. આ વાતથી બેરોજગારોને રોજગારી મળી શકે છે. લોકડાઉનમાં ધંધા કે રોજગાર છૂટી ગયા છે તો તમે થોડી મહેનત કરીને તમારા ધંધાને વધારી શકો છો. દુનિયામાં અનેક એવા દેશી જુગાડ ચે જેનાથી તમે તમારી આવકને ફરી ચાલુ કરી શકો છો. આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે પૂનામાં રહેતા યુસૂફ ફારુખ શેક જેઓએ પોતાના જુગાડથી નામના મેળવી છે. તેમને વિશે વાત કરવાનો હેતુ એ છે કે તમારી પાસે પણ રોજગારીનું સાધન ન હોય તો તમારે અકળાઈ જવાની જરૂર નથી. તમે કેટલાક ખાસ જુગાડની મદદથી તમારી આવક ફરી શરૂ કરી શકો છો.

યુસિફ ગાડીઓના પંચરનું કામ કરે છે. પહેલાં તેઓ એક દુકાન ચલાવતા પણ તેનાથી ખાસ આવક ન થઈ. આ માટે તેઓએ પોતાના જૂના સ્કૂટરમાં એર ટેન્ક અને કમ્પ્રેસર લગાવ્યું. હવે તેઓ મોબાઈલ પંચરવાળા બની ગયા છે. કોઈને બોલાવવા કે રસ્તામાં કોઈ ગાડીના પંચરને કરી આપવા માટે હવે તેઓ સારું એવું કમાઈ લે છે. તેનાથી તેમનું ઘર પણ ચાલી જાય છે.

કઈ રીતે શરૂ કર્યો ધંધો

image source

39 વર્ષના ફારુખે જોયું કે રસ્તામાં પંચર થયેલી ગાડીઓને લઈને લોકોને મુશ્કેલી આવી રહી છે. તેઓ પંચર કરાવવા માટે બમણા રૂપિયા પણ આપવા તૈયાર હોય છે ત્યારે ફારુખે પોતાના સ્કૂટરને મોડિફાઈ કરવાનું વિચાર્યું. તેઓએ એર ટેન્ક અને કમ્પ્રેસર ફિટ કરાવી દીધું. આ રીતે સ્કૂટરને રીનોવેટ કરવામાં 12000 રૂપિયા ખર્ચ થયો. હવે યુસિફ પંચર બનાવવા માટે 50 રૂપિયા સુધીની કિંમત પણ લે છે. લોકો આ રૂપિયા મોઢું બગાડ્યા વિના આપી પણ દે છે કેમકે તેમને સ્થળ પર તરત સુવિધા મળી રહે છે.

image source

આ યૂનિક આઈડિયાથી ફારુખની કમાણી બમણી થઈ ગઈ, પહેલાં તો તેઓ મુશ્કેલીથી મહિને 4-5 હજાર રૂપિયા કમાતા હતા પણ હવે તેઓ મહિને 8-10 હજાર રૂપિયા કમાઈ લે છે. તેમના પરિવારનો ખર્ચ આ રૂપિયાથી સરળતાથી ચાલે છે.

કહેવાનો મતલબ એટલો જ છે કે જ્યારે પણ કોઈ વિપરિત પરિસ્થિતિ આવે છે તો તેનો સામનો કરવાની તૈયારી રાખો અને સાથે જ તેમાં તમે શું નવું કરી શકો છો જેનઆથી તમે તમારી કળાની સાથે આવકને પણ યોગ્ય ન્યાય આપી શકો છો. જો તમે આ બાબતે વિચાર કરશો તો તમે લોકડાઉન બાદ પણ સારી રીતે તમારી રોજગારીના સ્ત્રોત વધારી શકશો. તે તમારા માટે અને પરિવાર મામટે લાભદાયી રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત