Site icon News Gujarat

બંગાળી વેડિંગ માટે મૌની રોયે પહેર્યો લાખોનો આઉટફિટ, ઓઢણી પર લખાવ્યું આયુષમતી ભવ

અભિનેત્રી મૌની રોયે 27મી જાન્યુઆરીએ તેના લોન્ગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. કપલે દિવસ દરમિયાન દક્ષિણ ભારતીય રીતિ-રિવાજોથી લગ્ન કર્યા અને પછી રાત્રે બંગાળી વિધિથી લગ્ન કર્યા. મૌની તેના બંને બ્રાઈડલ લૂકમાં ખૂબસૂરત લાગી રહી હતી. મૌનીએ તેના બંગાળી લગ્નમાં ડિઝાઇનર સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો લહેંગા પહેર્યો હતો. તેમના લગ્ન અને બ્રાઈડલ લુકની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મૌનીના દુલ્હનના દુપટ્ટાની ધાર પર આયુષ્મતિ ભવ: લખાયેલું હતું. મોનીના લહેગાની કિંમત લાખોમાં જણાવવામાં આવી રહી છે

અનમોલ જવેલર્સની ડિઝાઈનર જવેલરી કરી પસંદ

image soucre

મૌનીના ઘરેણાં વિશે વાત કરીએ તો, તેણીએ પરંપરાગત દાગીના માટે ‘અનમોલ જ્વેલર્સ’ની જ્વેલરી પહેરી હતી. તેણીએ તેના બ્રાઇડલ લુક માટે ગ્રીન અને ગોલ્ડન શેડ્સમાં અનકટ ડાયમંડ અને એમરાલ્ડ જ્વેલરી પસંદ કરી હતી. પાતળી નાકની નથ સાથે, મૌનીએ તેના કપાળ પર ભારે માથાપટ્ટી પહેરી હતી. જ્યારે મૌનીનો લહેંગા લાલ રંગનો હતો, ત્યારે તેના પતિ સૂરજે હળવા સોનેરી રંગની શેરવાની પહેરી હતી.

મૌનીના માથે ન દેખાયો બંગાળી મુકુટ

image socure

બંગાળી લગ્નનું ગૌરવ કહેવાતો મુકુટ મૌની અને સૂરજે તેમના લગ્નમાં પહેર્યો ન હતો. પરંતુ તેમ છતાં બંને ખૂબ જ સુંદર દેખાતા હતા. મૌનીને તેના ભાઈ મુખર રોય અને મિત્ર રાહુલ શેટ્ટી, પ્રતિક અને મીટ બ્રધર્સ દ્વારા મંડપ સુધી લાવવામાં આવ્યા હતા. અભિનેત્રી બંગાળી દુલ્હનની જેમ હાથમાં પાનના પાંદડા લઈ ચહેરો ઢાંકીને મંડપ પર પહોંચી.

મલયાળી લગ્નમાં સફેદ સાડી પહેરેલી દેખાઈ મૌની

image soucre

અગાઉના દિવસે ગોવામાં યોજાયેલા તેના મલયાલી લગ્નમાં, મૌનીએ લાલ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી હતી. મૌનીએ લાંબી વેણી અને હેવી જ્વેલરી સાથે પોતાનો લુક પૂરો કર્યો. પોતાના લગ્નની તસવીરો શેર કરતા અભિનેત્રીએ લખ્યું, “આખરે મને તે મળી ગયો. હાથ જોડીને, અમારા પરિવાર અને મિત્રોના આશીર્વાદ સાથે, અમે લગ્નના બંધનમાં બંધાયા. અમને તમારા આશીર્વાદની પણ જરૂર છે.” પ્રેમ સૂરજ અને મૌની

તમને જણાવી દઈએ કે મૌનીએ પોતાના કરિયરની શરૂઆત ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’થી કરી હતી. તે પછી તેને ‘કસ્તુરી’, ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘નાગિન’, ‘નાગિન 2’, ‘ટશન-એ-ઇશ્ક’, ‘જુનૂન’, ‘ઐસી નફરત તો કૈસા ઇશ્ક’, ‘ક્રિષ્ના ચલી લંડન’, ‘ઝલક દિખલા જા 9’, ‘એક થા રાજા એક થી રાની’માં જોવા મળી હતી. જો કે, કલર્સ ટીવીની સીરિયલ ‘નાગિન’માં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

image soucre

મૌની રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અયાન મુખર્જીની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મમાં મૌની રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ પહેલા તે કરણ દેઓલ સાથે ફિલ્મ ‘વેલા’માં જોવા મળી હતી.

Exit mobile version