માર્ચ મહિનામાં આટલા દિવસે બંધ રહેશે બેન્કો, જાણી લો અને કરી લો પ્લાનિંગ, નહિં તો અટવાઇ જશે બધા કામો

ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાના છેલ્લા 2 દિવસ બેંક બંધ રહેશે. ત્યારે આ પહેલા જ ભારતીય રિઝર્વ બેંકે માર્ચ મહિનાની રજાઓનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. આ રજાઓની લિસ્ટ જોઈ તમે પણ તમારા મહત્વના કામ કરવાનું પ્લાનિંગ તૈયાર કરી લેજો કારણ કે માર્ચ મહિનામાં આવતાં તહેવારોના કારણે બેંક 5 દિવસ બંધ રહેશે. આ સિવાય શનિવાર અને રવિવારની રજાના કારણે મહિના દરમિયાન બેન્ક 6 દિવસ બંધ રહેશે. આમ માર્ચ મહિનામાં કુલ 11 રજાઓ આવશે.

image source

જો કે જે બેંક કર્મચારીઓ રજા પર જવાનું વિચારી રહ્યા છે તેઓ પણ ખાસ પ્લાનિંગ કરી શકે છે કારણ કે માર્ચ મહિનામાં કર્મચારીઓને એક લોંગ વીકેન્ડ પણ મળી શકે છે. એટલે કે આ સપ્તાહમાં જો કર્મચારી એક રજા લઈ લો તો તેને સળંગ 4 રજા મળી શકે છે અને તેઓ વેકેશન પ્લાન કરી શકે છે.

image source

1 માર્ચ અને સોમવારે બેન્ક ખુલશે. ત્યારબાદ આ મહિના દરમિયાન કુલ 11 રજા આવશે જેમાં 4 રવિવારની રજાનો સમાવેશ થાય છે. જ્યારે બીજા અને ચોથા શનિવારની 2 રજા એટલે કે 6 રજા શનિ-રવિની મળશે. આ સિવાય માર્ચ મહિનામાં આવતાં 5 તહેવારની રજા મળશે.

image source

જો કે આ રજાના દિવસો દરમિયાન મોબાઈલ અને નેટ બેંકિંગ વડે પૈસાની લેતીદેતી કરી શકાશે. એટલે કે ડિજિટલ બેંકીંગ તો ચાલુ જ રહેશે. પરંતુ બેંકિંગ ક્ષેત્રના અન્ય કામો કરવામાં આ રજાઓનું ધ્યાન રાખવું પડશે. એટલા માટે જાણવું જરૂરી છે કે માર્ચ મહિનામાં કઈ કઈ તારીખોએ રજા રહેશે.

5 માર્ચ 2021: આ દિવસે મિઝોરમમાં બેંકોની રજા રહેશે.

7 માર્ચ 2021: રવિવારની રજા.

image source

11 માર્ચ, 2021: આ દિવસ મહા શિવરાત્રીનો તહેવાર છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, ગુજરાત, કર્ણાટક, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ, કાશ્મીર, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં બેંકોમાં આ દિવસે રજા રહેશે.

13 માર્ચ 2021: બીજા શનિવારની રજા.

14 માર્ચ 2021: રવિવારની રજા.

21 માર્ચ 2021: રવિવારની રજા.

22 માર્ચ 2021: આ દિવસે બિહારનો સ્થાપના દિવસ. આ દિવસે બિહારમાં રજા.

27 માર્ચ 2021: મહિનાનો ચોથો શનિવાર.

image source

28 માર્ચ 2021: રવિવારની રજા.

29 માર્ચ 2021: હોળીનો તહેવાર હોવાથી નવી દિલ્હી, બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, સિક્કિમ, તેલંગાણા, મણિપુર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશમાં આ દિવસે બેંકોમાં રજા રહેશે.

30 માર્ચ 2021: બિહારમાં હોળીની 2 દિવસ રજા હોય છે. તેથી 29 અને 30 બંને દિવસે અહીં બેન્ક બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!