આ બેંકમાં છે 6100 વેકેસન્સી, ફટાફટ જાણી લો તમામ વાતો અને કરી લો નોકરી માટે અરજી

કોરોના મહામારીએ અનેક લોકોની રોજી રોટી છીનવી લીધી છે. આ સમયે જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમે આ બેંકમાં અરજી કરી શકો છો. બેંકમાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા લોકો માટે આ એક ગુડ ન્યૂઝ છે. ભારતીય સ્ટેટ બેંકે અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને માટે 6100 એપ્રેન્ટિસનેા પદ માટે એક સૂચના જાહેર કરી છે.

image source

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે એસબીઆઈએ એપ્રેન્ટિસને માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રક્રિયા 6 જુલાીથી શરૂ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની મદદથી આવેદકોની ભરતી માટે 33 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોના અલગ અલગ પદ પર કરવામાં આવશે. સ્ટેટ બેંકમાં અપ્રેન્ટિસને માટે અરજી કરનાર ઈચ્છુક ઉમેદવારની બેંકની ઓફિશિયલ વેબસાઈટની મદદ લઈ શકે છે. આ માટે તમારે sbi.co.in પર લોગઈન કરવાનું રહે છે. અહીં તમે ઓનલાઈન એપ્લીકેશન ફોર્મની મદદથી અરજી કરી શકો છો. એસબીઆઈ અપ્રેન્ટિસશીપ માટે ઉમેદવાર 26 જુલાઈ 2021 સુધી તેમની એપ્લીકેશનને સબમિટ કરી શકે છે.

આ વાતનું રાખી લો ધ્યાન

image source

સામાન્ય/ ઓબીસી/ ઈડબલ્યૂએસ વર્ગના અભ્યર્થીને અરજી કરવા માટે 300 રૂપિયાની ફી જમા કરવાની રહે છે.

શું રહેશે અરજી કરનારા માટે ઉંમરની મર્યાદા

અરજી કરનાર વ્યક્તિની ઉંમર 31 ઓક્ટોબર 2020ના રોજ ન્યૂનતમ 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોય તે જરૂરી છે.

શૈક્ષણિક યોગ્યતામાં આ લાયકાત જરૂરી

image source

કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાથી સ્નાતક કરનારા અભ્યર્થી તેના માટે અરજી કરી શકે છે.

કેટલો મળશે પગાર

નક્કી કરાયેલા લોકોને દર મહિને 15000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.

image source

તો તમે પણ જો નોકરીની શોધમાં છો અને બેંકની નોકરી કરવા ઈચ્છુક છો તો તમે પણ 26 જુલાઈ સુધીમાં ઉપર જણાવેલી યોગ્યતા સાથે અરજી કરી શકો છો. જો તમે પસંદગીમાં ખરા ઉતરશો તો તમે આ નોકરી કરી શકો છો અને ફરીથી તમારી લાઈફને પાટા પર લાવી શકો છો.