જાણી લો બેંકના આ નિયમ વિશે નહીં તો આવતીકાલથી પડશે ચેક ક્લિયર કરાવવામાં પડશે તકલીફ

બેંક ખાતા સાથે જોડાયેલા નિયમોમાં ફરી એકવાર ફેરફાર થવા જઈ રહ્યા છે. બેંકે ચેક પેમેન્ટના નિયમમાં ફેરફાર કર્યા છે. બેંકના ચેક પેમેંટ સંબંધિત નિયમમાં ફેરફારને લઈને ગ્રાહકોને મેસેજ કરી જાણકારી પણ આપવામાં આવી છે. બેંક દ્વારા ખાતાધારકોને એસએમએસ અને ઈમેલ મોકલી અને પોઝિટિવ પે સિસ્ટમ વિશે જણાવવામાં આવી રહ્યું છે. ખાતાધારકો સાથે ચેક વડે પેમેન્ટ કરવામાં આવતા ફ્રોડ પર કાબૂ કરવા અને ખાતાધારકોની સુરક્ષા વધારવા આ નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.

image soucre

ચેક પેમેન્ટ સમયે થતા ફ્રોડથી ખાતાધારકને બચાવવા બેંક તરફથી પોઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ 1 જાન્યુઆરી 2021થી પોઝિટિવ પે સિસ્ટમની શરુઆત કરી છે. હવે તેને 15 ઓગસ્ટથી તમામ માટે ફરજિયાત કરવામાં આવી છે. ઈંડિયન બેંકે પોતાના ખાતા ધારકોને આ અંગે એલર્ટ મેસેજ મોકલવાનું શરુ કરી દીધું છે. બેંક ગ્રાહકોને જણાવી રહી છે કે શું છે આ સિસ્ટમ અને તે કેવી રીતે અમલમાં આવશે.

image soucre

રિઝર્વ બેંકે 1 જાન્યુઆરી 2021થી પોઝિટિવ ચેક પેમેંટ સિસ્ટમની શરુઆત કરી હતી. 1 જાન્યુઆરી 2021થી લાગુ આ નિયમને 15 ઓગસ્ટથી ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નિયમ અનુસાર 50000 રૂપિયા કે તેનાથી વધારે રકમના ચેકને પાસ કરાવવા માટે ખાતાધારકે કેટલીક મહત્વની જાણકારીઓ બેંકને આપવી પડશે. ચેક ક્લિયરેંસ પહેલા બેંક તે જાણકારીઓને ક્રોસ ચેક કરશે. આરબીઆઈએ પોઝિટિવ પેમેંટ સિસ્ટમને લઈને ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે. આ નિયમોનું પાલન તમામ ખાતાધારકોએ કરવું પડશે.

image soucre

આરબીઆઈના આદેશ અનુસાર ઈંડિયન બેંકે ચેકથી પેમેંટ કરાવતા ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ જો 2 લાખ રૂપિયા કે તેનાથી વધારે રકમ ચેક દ્વારા પે કરે છે તો તેમને ચેક સંબંધિત મહત્વની જાણકારીઓ બેંકને પહેલાથી જ આપી દેવી પડશે. ચેક આપનાર વ્યક્તિ દ્વારા ચેક પેમેંટ ક્લિયર કરતી વખતે બેંક તમામ જાણકારીઓને ક્રોસ ચેક કરશે અને પછી ચેક ક્લિયરેંસની તારીખ આગામી 24 કલાકમાં આપવામાં આવશે. આ જાણકારી બેંક ખાતાધારક ફોન બેંકિંગ, નેટ બેંકિંગથી પણ બેંક સુધી પહોંચાડી શકે છે.