કોરોના અસર: હવેે માત્ર આટલા કલાક જ થશે બેન્કનું કામકાજ, જાણો નહિં તો પડશે ધક્કો

ગ્રાહકોને આપવામાં આવી રહી છે ડોર સ્ટેપ બેંકિંગની સુવિધા: હવે 4 કલાક જ થશે બેંકનું કામકાજ, સમય જાણી લેજો

જો તમે SBI બેંકના ગ્રાહક છો તો બેંક જતા પહેલા તમે કયા કામ કરી શકશો તે ચેક કરી લેવાની જરૂર છે. નહીં તો તમારે ધક્કો થઈ શકે છે.કોરોના વાયરસના નવા કેસ સામે આવતા લોકોમાં ખળભળાટ મચ્યો છે. તેમાં બેન્કોએ પણ પોતાનો સમય બદલી નાંખ્યો છે. હવે બેન્ક માત્ર 4 કલાક જ ચાલુ રહેશે.

image source

ભારતીય બેન્ક સંઘના બેન્ક કર્મિઓએ સુરક્ષા મુદ્દે ગયા મહીને રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતીના સંયોજકોઇ કહ્યું કે રાજ્યોમાં જે રીતે કોરોના વકરી રહ્યો છે તે રીતે બેન્કના સમયમાં બદલાવ જરૂરી બન્યો છે. આ નિર્દેશને દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ લાગૂ કરી દીધો છે અને તેની સાથે પ્રાઇવેટ બેન્કમાં પણ આ નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. કોરોનાના કેસ કેટલા વધે છે તેના પર બેન્કના આગળના નિયમ બદલાશે.

31 મે સુધી આ નિયમો રહેશે લાગૂ

image source

જો તમારે બેન્કનું કોઇ પણ કામ છે તો યાદ રાખજો કે મોટાભાગની બેન્ક સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી જ કામ કરશે. બેન્ક બંધ થવાનો આ સમય 31 મે સુધી યથાવત રહેશે.

આ 4 સેવાઓ રહેશે ચાલુ

આ નિયમો અનુસાર બેન્કમાં આ 4 સેવાઓ ચાલુ રહેશે. ગ્રાહક બેન્કમાં કેશ જમા કરાવી શકશે, પૈસા કાઢી શકશે, ચેકથી જોડાયેલા કામ કરી શકશે અને ડિમાન્ડ ડ્રાફ્ટથી જોડાયેલવા કામ ચાલુ રહેશે.

બેન્કમાં 50 ટકા સ્ટાફ જ કરશે કામ

image source

તે પણ કહેવામાં આવ્યુ છે કે કોરોના સંક્રમણને જોતા બેન્કમાં માત્ર 50 ટકા સ્ટાફ સાથે કામ કરવામાં આવશે. એસોસિએશનના હિસાબે વધતા કોરોના સંક્રમણના કારણે ખુબ ધ્યાન રાખવાની જરૂર છે. આ જ કારણે બેન્કના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. SBI બેંક જતા પહેલા જાણી લો કે તમે બેંકમાં કયા કામ કરી શકો છો. તેમાં કેશ જમા કરાવવાનું પણ સામેલ છે.

આ સિવાય ચેક સંબંધિત કામ કરી શકાશે. દેશમાં ફેલાયેલા કોરોના સંકટની વચ્ચે બેંકના કામ કરવા માટે કેટલાક કલાકનો સમય નક્કી કરાયો છે. બેંકમાં ફક્ત 4 કલાક કામ થશે. એવામાં તમે SBI જતા પહેલા આ કયા કામ કરી શકાશે અને કયા નહીં તેની જાણકારી મેળવી શકાય છે. તો જાણી લો કયા દિવસોમાં કયા કામ કરી શકાશે.

image source

ગ્રાહકોને આપવામાં આવી રહી છે ડોર સ્ટેપ બેંકિંગની સુવિધા

ગ્રાહકોને રૂપિયા જમા કરાવવા માટે અને કાઢવા માટે કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે તેમને તમામ સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય સરકારી કામકાજ અને રેમિટેંસ સેવાનો ફાયદો પણ લઈ શકાય છે. તમને જણાવી દઈએ કે કોરોના સંકટને જોતા દેશની અનેક બેંક ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગની સુવિધા પણ આપી રહી છે.

રોટેશનના આધારે કામ કરે છે કર્મચારીઓ

image source

તમને જણાવી દઈએ કે બેંકના કર્મચારીઓ રોટેશનના આધારે બોલાવવામાં આવે છે. પણ આ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે બેંકમાં વધારે ભીડ ન થાય. આ સિવાય જરૂર પડે તો કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!