બાપ રે, આ શું થઈ રહ્યું છે? મહેન્દ્ર સિંહ ધોનીની 5 વર્ષની દીકરીને મળી સીધી રેપની ધમકી, PM મોદીને કરાઈ રજુઆત

સેલેબ્રિટીના ફેન કંઈક અલગ જ લેવલનું વિચારતા હોય છે. આપણા ઘણા ફેન્સનું ગાંડપણ જોયું છે. સેલેબ્રિટી પર પણ જવાબદારી હોય છે અને આવા ફેન્સ લોહીનો ઉકાળો કરી નાંખતા હોય છે. ત્યારે હવે એક નવી જ માહિતી સામે આવી છે અને ચકચાર મચી જવા પામી છે. આ વખતે મામલો છે ધોનીનો.

image source

IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીના પર્ફોર્મન્સથી નારાજ ફેંસે સોશિયલ મીડિયા પર તમામ હદોને પાર કરી દીધી છે. ટ્રોલર્સે ધોનીની પત્ની સાક્ષીને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની 5 વર્ષની દીકરી જીવા સાથે રેપ કરવાની ધમકી આપી છે.

image source

જો કે હવે તો અભિનેત્રી નગમાએ આ વાતની ટીકા કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું છે કે દેશમાં આ શુ થઈ રહ્યું છે? ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ ટ્રોલર્સની આ ગંદી હરકત સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ ભારતીય ફાસ્ટર બોલર અને ક્રિકેટ કોમેન્ટેટર ઈરફાન પઠાણે પણ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

image source

પઠાણે એક ટ્વિટ કરીને લખ્યું છે કે, દરેક ખેલાડી તેમનું સારુ પર્ફોમન્સ આપી રહ્યા છે, અમુકવાર તેમને સફળતા નથી મળતી પરંતુ તેનાથી કોઈને એવો હક નથી મળી જતો કે તેઓ નાના બચ્ચાને આ પ્રકારની ધમકી આપે. આ અંગે આ વખતે સમગ્ર ફેન્સમાં પણ રોષ છે. ઘણી મોટી મોટી હસતીઓએ આ વાતને વખોડી કાઢી છે. એમાં એક છે અભિનેત્રી નગમાં, તેણે પણ એક ટ્વીટ કર્યું છે.

ટ્વીટમાં નગમાએ લખ્યું કે, “એક દેશ તરીકે આપણે ક્યાં ઊભા છીએ? આ ખૂબ જ શરમજનક વાત છે કે IPLમાં KKR સામે ચેન્નઈની હાર બાદ લોકોએ ધોનીની 5 વર્ષની દીકરી સાથે રેપ કરવાની ધમકી આપી છે. મિસ્ટર પ્રાઈમ મિનિસ્ટર, આપણા દેશમાં આ શું થઈ રહ્યું છે?” નગમાએ હેશટેગમાં બેટી બચાવો-બેટી પઢાઓ પણ લખ્યું. હવે તો રાજનીતિના લોકો પણ આ વાતને લઈ દુખી છે.

image source

આ જ ઘટના વિશે કર્ણાટકના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ કહ્યું હતું કે ”આ ખૂબ જ દુઃખદ છે. આપણા દેશમાં શું થઈ રહ્યું છે? આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ” બીજી બાજુ, મહારાષ્ટ્રમાં શિવસેનાનાં રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું- આજે સોશિયલ મીડિયાનો કેવી રીતે ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એનું આ એક મોટું ઉદાહરણ છે.

શા માટે આવું બન્યું?

વાત કંઈક એમ છે કે IPLમાં બુધવારે કોલકાતા નાઈટરાઈડર્સ (KKR)એ ધોનીના નેતૃત્વ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને મેચમાં 168 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં CSK 157 રન બનાવી શકી હતી અને 10 રનથી પરાજય થયો હતો. મેચમાં ધોનીએ 12 બોલમાં 11 રન બનાવ્યા હતા. ચેન્નઈ સીઝનમાં અત્યારસુધીમાં 6 પૈકી 2 મેચ જ જીતી શકી છે અને 4 પોઇન્ટ સાથે છઠ્ઠા ક્રમ પર છે. આ વર્ષે કોરોનાને લીધે ધોની તેના પરિવારને IPL માટે UAE લઈને ગયો નથી. તેથી હવે ફેન્સ આ વાતનો લાભ લઈ આવી વાહિયાત ધમકી મારી રહ્યા છે.

image source

એમએસ ધોની 14 મહિનાના લાંબા ગાળા પછી આઈપીએલ 2020 દ્વારા ક્રિકેટમાં પાછો ફર્યો હતો અને હાલમાં તે યુએઈમાં તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાન સંભાળી રહ્યો છે. એમએસ હાલમાં યુએઈમાં ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ તેનો પરિવાર એટલે કે તેની પત્ની સાક્ષી અને પુત્રી જીવા રાંચીમાં છે. આ વખતે આઈપીએલ માટે ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં કોઈ પણ ક્રિકેટરનો પરિવાર સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શકતો નથી, તેમ જ ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત