જાણો વિશ્વના એવા 5 દેશો વિશે, જ્યાં ઠંડી પડે છે જોરદાર, જેમાં અહિંયા તો સમુદ્રનું પાણી પણ બરફ બની જાય છે

શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને લોકો પણ પોતાના સંઘરીને રાખેલા સ્વેટર, મફલર, મોજા, ટોપી, ગાદલા અને ધાબળા કાઢી લીધા છે જેથી ઠંડીથી બચી શકાય. ભારતમાં કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વિગેરે જગ્યાએ તો તાપમાન શૂન્યથી પણ નીચું ચાલ્યું જાય છે અને નોંધપાત્ર બરફવર્ષા પણ થાય છે. જેથી ત્યાંનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને લોકોને લન મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ શું તમે વિશ્વના સૌથી ઠંડા દેશો વિશે જાણો છો ? નહીં તો ફિકર નોટ. અત્યારે જ અમે તમને અહીં વિશ્વના પાંચ સૌથી ઠંડા દેશો વિશે જણાવીશું.

ગ્રીનલેન્ડ

image source

આ ડેનમાર્ક રાજશાહી કબ્જા હેઠળનો એક સ્વાયત્ત ઘટક દેશ છે જે આર્કટિક અને એટલાન્ટિક મહાસર વચ્ચે કેનેડા આર્કટિક દ્વીપસમુહના પૂર્વમાં આવેલો છે. ચારે બાજુએ સમુદ્રથી ઘેરાયેલા આ દેશને વિશ્વના સૌથી ઠંડા દેશો પૈકી એક દેશ ગણવામા આવે છે. નવાઈની વાત તો એ છે કે અહીં ગરમીની ઋતુમાં પણ તાપમાન શૂન્યથી નીચું હોય છે.

આઇસલેન્ડ

image source

આઇસલેન્ડ ગણરાજ્ય ઉત્તર પશ્ચિમી યુરોપમાં ઉત્તરી એટલાન્ટિકમાં ગ્રીનલેન્ડ, ફરો દ્વીપ સમૂહ અને નોર્વેના મધ્યમાં વસેલો એક દ્વિપિય દેશ છે. આ દેશને પણ વિશ્વના સૌથી ઠંડા દેશો પૈકી એક ગણવામાં આવે છે. અહીંનું તાપમાન શૂન્ય તો ઠીક પણ માઇનસ 10 ડીગ્રી જેટલું નીચું જઈ શકે છે. અહીં આવેલી વતનજોકુલ ગ્લેશિયર ગુફા વિશ્વની સૌથી અવિશ્વસનીય ગુફાઓ પૈકી એક છે.

કજાકિસ્તાન

image source

આર્કટિક સર્કલની અંદર સ્થિત આ દેશ રશિયાની બિલકુલ નીચે આવેલો છે. અહીંના વિસ્તારોમાં તાપમાનની અસમાનતા જોવા મળે છે અને તે ઊંચાઈના આધારે હોય છે. શિયાળાની સિઝનમાં અહીંનું તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું જાય છે. જો કે અહીં અમુક વિસ્તારો એવા છે જે સ્થાયી રૂપે બરફથી ઢંકાયેલા હોય છે.

કેનેડા

image source

કેનેડા દેશને પણ વિશ્વના સૌથી ઠંડા દેશના લિસ્ટમાં સ્થાન મળે છે કારણ કે અહીં એટલી ઠંડી પડે છે કે સમુદ્રનું પાણી પણ બરફ બની જાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન આખા કેનેડા દેશમાં ભારે બરફવર્ષા થાય છે અને તાપમાન શૂન્યથી 40 ડીગ્રી સુધી નીચું ચાલ્યું જાય છે.

નોર્વે

image source

યુરોપ મહાદ્વીપમાં આવેલો આ દેશની ઠંડી વિશે તો તમે સાંભળ્યું કે વાંચ્યું જ હશે. આ દેશની ઠંડી ભારે કાતિલ હોય છે. વર્ષ 2010 માં અહીં એટલી ઠંડી પડી હતી કે ગત 20 વર્ષનો રેકોર્ડ તૂટી જવા પામ્યો હતો. એ સમયે અહીંનું તાપમાન શૂન્યથી 42 ડીગ્રી નીચે ચાલ્યું ગયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત