કન્યાના ઘરે જ રોકાઇ ગયા જાનૈયાઓ, અને પછી વેવાઇ વરપક્ષને કડક શબ્દોમાં કહી દીધુ કંઇક એવુ કે..

લોકડાઉન : જાનૈયાઓને ઘરવાળાએ કહ્યું કે અમે જમવાનું આયોજન નહી કરી શકીએ, તમારી વ્યવસ્થા જાતે કરજો

image source

બેગુસરાય : આખાય દેશમાં લદાયેલા લોકડાઉનના કારણે નવા નવા જોડાયેલા દિલના સબંધોમાં પણ ખટાસ ઉદ્ભવી રહી છે. જે સબંધો થવાને લોકો પોતાનું સૌભાગ્ય ગણે છે અને લોકો મહેમાનોની જજમાની કરતા થાકતા નથી, એવામાં હવે લોકોને કહેવું પડે છે કે અમે તમારા માટે જમવાનો પ્રબંધ નહી કરી શકીએ તમે પોતાની વ્યવસ્થા જાતે જ કરજો. આવો જ એક કિસ્સો બેગુસરાયના બળિયા ગામમાં સામે આવ્યો છે, જ્યાં લગ્નના આગળના દિવસે જ આખી જાન કોરોનાના બંધમાં ફસાઈ ગઈ અને હવે દોઢ મહિનાથી મહેમાનગતી કરી રહેલા લોકોને પોતાના મહેમાન ભાર લાગવા લાગ્યા છે.

image source

યુપીના કાનપુરથી પહોચી હતી જાન

જો કે માહિતી અનુસાર યુપીના કાનપુર જીલ્લાના ચૌબેપુર કસ્બાથી બિહારના બેગુસરાયમાં જાન આવી હતી જે છેલ્લા ૪૫ દિવસથી બલિયામાં ફસાઈ ચુકી છે. એમાં વર સાથે ૧૦ જાનૈયા પણ વધુપક્ષના ઘરે રોકાયેલા છે. વરપક્ષ વાળા જોડે જ્યારે પૈસા પુરા થઇ ગયા ત્યારે બધા જ જાનૈયાઓના જમવાનો ખર્ચો વધુ ઉપાડી રહી છે. એટલું જ નહિ બંને પક્ષના લોકો એકબીજાની મદદ કરતા નજરે પડી રહ્યા છે. ટ્રેનમાં આવેલ જાનને હવે રેલ્વેની સેવાઓ ફરી શરુ થવાની આશ છે.

image source

ચૌબેપુરના હકીમ નગર મોહલ્લામાંથી મહબૂબ ખાનના ૩૦ વર્ષના પુત્ર ઈમ્તીયાજના લગ્ન બેગુસરાયના બળિયા વિભાગના વિસ્તારમાં ફતેપુર ગામની ખુશ્બુ ખાતુન સાથે થયા છે. જાનમાં વરરાજા, પિતા મહબૂબ, મા શરીના બેગમ, વરના માસા જલીલ ખાન, બનેવી નદીમ નાજીન, માસુમ નુજ્ન, બીચવાની રિયાજ અહમદ અને પાડોશી અકરમ ૨૦ માર્ચે ફતેપુર ગામ આવ્યા હતા. ૨૧ માર્ચના દિવસે મુસ્લિમ ધર્મના આધારે નિકાહની રસમ અદા કરવામાં આવી હતી. બધા જ દસેય જાનૈયાઓને આગળના દિવસે વધુ સાથે પોતાના ઘેર કાનપુર જવાનું હતું. પણ ૨૨ માર્ચે જનતા કર્ફ્યુ લાગી ગયો. ત્યાર બાદ કોરોનાને કારણે લાગેલા લોકડાઉનને કારણે આવજાવ બંધ થઇ ગઈ.

સરકારને કરી મદદ માટે આપીલ :

image source

હવે વધુ પક્ષે ૪૫ દિવસ પછી પોતાના હાથ ઊંચા કરી લીધા છે. ત્યારે જ વધુ ખુશ્બુ ખાતુને કહ્યું કે હવે જાનૈયાઓને મીઠું રોટલી ખવડાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. જેના કારણે અમારા ઘરવાળાઓને અઢળક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો પ્રશાસન આ જાનૈયાઓનો ખર્ચ ઉપાડી લે તો અમારી થોડી ગણી સમસ્યા ઓછી થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત