બારડોલીની યુવતી સુરત આવીને બનાવતી હતી બાઇક સ્ટન્ટના Video, જાણો પોલીસે શું કરી કાર્યવાહી?

સોશિયલ મીડિયા યુવાનો માટે મનોરંજનનું સાધન બની ગયું છે યુવાનો અવનવા વીડિયો બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે જોકે ક્યારેક એવા વિડિયો પણ શેર કરી દેવામાં આવે છે યુવાનોની સમસ્યા માં વધારો કરી દે છે આવી જ એક ઘટના તાજેતરમાં સુરતની યુવતી સાથે બની છે.

image source

તમે અવારનવાર સાંભળ્યું હશે કે યુવાનો રસ્તા પર સ્ટંટ કરી અને બાઇક ચલાવે છે. આમ કરવાથી તેમનો જીવ જોખમમાં મુકાય જ છે પરંતુ તેની સાથે અન્ય રાહદારીના જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે આવું કરવું ગેરકાયદેસર પણ છે. ક્યારે આવી જ એક ઘટનામાં પોલીસે એક યુવતીની અટકાયત કરી છે. આ યુવતી મૂળ તું બારડોલીની છે પરંતુ સ્ટંટ કરવા માટે તે સુરત સુધી આવતી.

આ યુવતી કેટીએમ બાઇક પર સ્ટંટ કરતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આવો જ એક વિડીયો તેણે તાજેતરમાં પણ ઉતાર્યો અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો. જો કે આ વખતે આ યુવતીને વીડિયો વાયરલ કરવો ભારે પડી ગયો.

image source

છોકરીનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં તે ડુમસ રોડ પર એક બાઈક ચલાવી રહી છે. જેમાં તેણે માસ્ક પહેર્યુ નથી અને હાથ પણ હેન્ડલ પરથી છોડી દીધા છે. આ રીતે તે ટંસ્ટ કરી રહી છે અને છૂટા હાથે બાઈક ચલાવી રહી છે. વીડિયોમાં તેણે જીન્સ ટી શર્ટ અને જેકેટ પહેર્યું છે. જોકે યુવતી સ્ટાઈલમાં કેટીએમ બાઈક ફૂલ સ્પીડમાં પણ ચલાવતી જોવા મળે છે.

પ્રાથમિક તારણ અનુસાર આ વિડીયો વી.આર મોલ અને તેની આસપાસના વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીનો સ્ટંટ કરતો વિડીયો કોઈ વ્યક્તિ પોલીસ કંટ્રોલરૂમને મોકલાવી દીધો હતો. પોલીસ કંટ્રોલરૂમને આ વાતની માહિતી મળતાં જ તેમણે બાઇકની નંબરના આધારે તપાસ શરૂ કરી અને યુવતી સુધી પહોંચ્યા.

image source

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આ બાઈક નો માલિક મોહમ્મદ બિલાલ ઘાચી નામ નો વ્યક્તિ છે. તેણે ડુમસ રોડ પર આવેલા વી.આર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રીન્સી ફોટોગ્રાફી અને રાઇડીગ માટે આ બાઇક આપી હતી. આ નિવેદનના આધારે પોલીસે યુવતીને પણ શોધી કાઢી.

જે યુવતી ફોટોમાં અને વીડિયોમાં બાઈક ચલાવતી જોવા મળે છે તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે પોલીસે હાલ તેના વિરુદ્ધ એપેડેમિક ડિસીઝ એક્ટ અને લોકોની જિંદગીને જોખમમાં મુકવા બદલ ગુનો નોંધ્યો છે અને તેની અટકાયત કરી છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે સંજના ઉઠી પ્રીન્સી ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ત્રણ લાખથી વધુ ફોલોવર્સ છે સોશિયલ મીડિયા પર તેના છ જેટલા આઈડી બનેલા છે જેમાં 500થી વધારે પોસ્ટ કરેલી છે અને આ પોસ્ટમાં પણ 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ જેવા બાઈક સાથેની છે.

આ ઘટના એ તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે કે જેવું હાઈવે પર સ્ટંટ કરી પોતાનું અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકે છે ઘણી વખત આવી ઘટનામાં લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!