બારેમાસ હેલ્થને સારી રાખવા માટે ફોલો કરો આ ટિપ્સ, નહિં ખાવી પડે બહુ દવાઓ

તહેવારોના દિવસો આવી રહ્યા છે.કોરોના હોવા છતાં પણ તહેવારોના દિવસોની તૈયારી લોકો ધૂમ-ધામથી કરે છે,પરંતુ તો પણ ઘણા લોકોને એક ચિંતા છે કે તેમનો ઘટેલો વજન તહેવારોમાં ખાણીપીણીના કારણે ક્યાંક ફરીથી ન વધી જાય.તમારી આ સમસ્યાઓ દૂર કરવા
માટે અમે તમને સરળ ટિપ્સ જણાવીશું માત્ર આ ટિપ્સ અપનાવવાથી તમે તહેવારો દરમિયાન જલસા પણ કરશો અને તમારો વજન પણ નહીં વધે.તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે.

image source

13 નવેમ્બરે ધનતેરસ છે.ધનતેરસના દિવસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની શ્રેણી ચાલુ રહેશે.આખા વર્ષ દરમિયાન આ એવો સમય છે જ્યારે મીઠાઇ અને વાનગીઓનો આનંદ આખા કુટુંબ,મિત્રો અને સંબંધીઓ સાથે લેવાય છે.આવી સ્થિતિમાં વધારે ખાવાને લીધ તમારો આહાર ચાર્ટમાં ગડબડી થાય છે.

image source

જો તમે તહેવારના દિવસોની મજાને તમારી તંદુરસ્તી અને આહાર યોજના પર અસર કરવા દેવા નથી માંગતા,તો પછી અહીં જણાવેલી ટિપ્સને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો.આ ટિપ્સ તમારા શરીરને તંદુરસ્ત રાખશે.

જમ્યા પછી ગરમ પાણી

image source

જમ્યા પછી ગરમ પાણી પીવો.જો તમને ખાતી વખતે પાણી પીવાની ટેવ હોય તો આ સમય દરમિયાન નવશેકા પાણીનો ઉપયોગ કરો.જો કે જમતા સમયે પાણી ન પીવું એ વધુ સારું છે.પરંતુ જો જરૂરી હોય તો નવશેકું પાણી પી શકાય છે.કારણ કે ગરમ પાણી તમારા પાચન જલ્દી કરશે અને તેનાથી શરીરમાં ભારેપણું અને ગેસની સમસ્યા થતી નથી.

– જમ્યાના અડધા કલાક પછી ગરમ પાણી પીવાથી શરીરની અતિશય ચરબીનો સંચય ઓછો થાય છે.નવશેકું પાણી શરીરમાં સંગ્રહિત
બિન-આવશ્યક ચરબીને ઓગળે છે અને પરિવર્તિત કરે છે અને તે સ્ટૂલ,યુરિન અને પરસેવા સાથે શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

ગ્રીન ટીનું સેવન

image source

ગ્રીન ટી શરીર ડિટોક્સ કરે છે.એટલે કે શરીરમાં બિન આવશ્યક,હાનિકારક અને ઝેરી તત્વોનું સંચય થતું નથી. ગ્રીન ટી પાચને યોગ્ય
રાખવામાં પણ મદદ કરે છે અને તેનું નિયમિત સેવન કરવાથી પેટમાં થતી દરેક સમસ્યા દૂર થાય છે.તેથી સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે
તમારે દરરોજ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ.જો તમે હજી ગ્રીન ટીનુ સેવન ક્યારેય પણ નથી કરતા તો પછી તેને તહેવારોના શુભ દિવસથી જ આ આદત શરૂ કરો.જેથી તહેવારના સપ્તાહ દરમિયાન વધુ પડતા આહારની અસર તમારી ફિટનેસને ન બગાડે.

ઓછી મીઠી ચીજોની પસંદગી –

image source

ખાંડ ચરબી વધારવાનું કામ ખૂબ જ ઝડપથી કરે છે.પરંતુ આપણે મીઠાઇ વિના કોઈ ઉત્સવની કલ્પના પણ કરી શકતા નથી.ખાસ કરીને
દિવાળી.મીઠાઈ વગર દિવાળી જેવા તહેવારની કલ્પના જ ના કરી શકાય.પણ આ મીઠાઈથી તમારા વજન પર ઘણો પ્રભાવ પડી શકે
છે.મીઠાઈથી તમારું વજન ફટાફટ વધે છે.તેથી તે મહત્વનું છે કે તમે એવી મીઠાઈઓ પસંદ કરો જેમાં ખાંડની ચાસણીનો ઉપયોગ ન થતો હોય.કારણ કે સામાન્ય રીતે ખાંડની ચાસણી સાથે બનાવેલી કોઈપણ મીઠાઈને પેહલા તળવામાં આવે છે અને ત્યારબાદ તેને ચાસણીમાં નાખે છે.અન્ય મીઠાઈઓની તુલનામાં આ મીઠાઈમાં ચરબીનું પ્રમાણ વધારે છે.

image source

દિવાળી પર તમે ઘરે બનાવેલી ખીર ખાઈ શકો છો,કાજુ કતરી અને સફેદ રસગુલ્લાનું સેવન પણ કરી શકો છો પરંતુ આ મીઠાઈ પણ
તમારે મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.જ્યારે પણ સંબંધીઓ ઘરે જાવ,ત્યારે આખી મીઠાઈ ખાવાના બદલે માત્ર એક નેનો ટુકડો જ
ખાવ.રસગુલ્લા ખાતી વખતે તેની ચાસણી એક ચમચી વડે દબાવીને ઓછી કરો.આથી સબંધીઓને દુઃખ પણ નહીં થાય અને તમારી
ફીટનેસ પણ જળવાઈ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત