Site icon News Gujarat

આને કહેવાય નસીબ: રમતાં રમતાં બાળકી ચોથા માળેથી બારીમાંથી પટકાઇ નીચે, અને પ્લાસ્ટિકની ટાંકીએ બચાવી લીધો જીવ

નવસારી શહેરમાં રમતા રમતા નાની છોકરી બારી માંથી નીચે પડી જાય છે, ચોથા માળેથી પટકાયેલ છોકરીનો જીવ બચાવ્યો પ્લાસ્ટિકની ટાંકીએ.

-નાની છોકરી બારી માંથી નીચે પડી જાય પરંતુ સારા નસીબે છોકરીનો જીવ બચી ગયો.

-દીકરીનો સિટી સ્કેન રીપોર્ટ પણ નોર્મલ આવ્યો છે.

ગુજરાતીમાં એક કહેવત છેને કે, ‘રામ રાખે તેને કોણ ચાખે.’ એટલે કે, જેના માથે ભગવાનનો હાથ હોય કે પછી જેને ખુદ ભગવાન જીવિત રાખવા ઈચ્છતા હોય તેવી વ્યક્તિની સાથે કઈપણ થઈ જાય પરંતુ તે વ્યક્તિ પોતાનું જીવન ગુમાવતો નથી. આ કહેવતને હકીકતમાં થયેલ એક ઘટનાબની છે. આ કહેવત એકદમ યોગ્ય બેસે છે આ ઘટના પર.

image source

મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં નવસારીમાં નાસ્તાની લારી ચલાવી રહેલ રાહુલ શર્મા નવસારીમાં આવેલ અગ્રવાલ કોલેજની નજીકમાં આવેલ બંસરી એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહે છે. ગઈકાલ રાતના સમયે ૧૦ થી ૧૧ વાગ્યાના સમયમાં માતા- પિતા અને દીકરીની સાથે બેડરૂમમાં બેઠા હતા. રાહુલ શર્માના બેડરૂમમાં બારીની નજીકમાં જ બેડ મુકવામાં આવ્યો છે અને બેડની પાસે ખુરશી પણ મુકવામાં આવી હતી. રાહુલ શર્માની આ છોકરીનું નામ સમાયરા છે. સમાયરા ખુરશી પર ચડીને બેડ પર ચડી જાય છે. સમાયરા બેડ પર રમતા રમતા બારી માંથી નીચે પડી જાય છે.

સમાયરા શર્માના સારા નસીબ હતા કે, બારીની નીચેની તરફ સિન્ટેક્સની ચોરસ પાણીની ટાંકી પડી હતી અને સમાયરા ટાંકીની ઉપર પડીને નીચે પડી જાય છે. સમાયરાના નીચે પડવાથી જોરથી અવાજ આવતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સમાયરાને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

image source

જો કે, સમાયરાની હાલની સ્થિતિ ખતરાથી બહાર છે તેમ છતાં પણ વધારે સારવાર માટે સમાયરાને પારસી હોસ્પિટલ માંથી શ્રદ્ધા હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. સમાયરાને વધુ સારવાર માટે શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સમાયરાને માથાના બાગે ઈજા થઈ હતી તેની તપાસ કરવામાં આવી હતી. સમાયરાને જમણી તરફના હાથ અને પગમાં ફ્રેકચર થયું છે.

સમાયરાને માથાના ભાગે ઈજા થઈ હોવાથી સીટી સ્કેન કરાવવામાં આવ્યું હતું. જો કે, સમાયરાનો સીટી સ્કેન રીપોર્ટ પણ નોર્મલ આવ્યો છે અને સમાયરાને માથાના ભાગે પણ કોઈ ગંભીર ઈજા પહોચી નથી. તેમ છતાં સમાયરાને શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરના કહેવા પ્રમાણે અત્યારના સમય પુરતી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. અત્યારે સમાયરાની સ્વાસ્થ્ય સ્થિતિ ખતરાની બહાર છે. સમાયરાના પરિવારના સભ્યો હાલમાં સમાયરાને વહેલી તકે સારું થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version