કોરોના પીછો જ નથી છોડતું…. શું થયું એવું અમિતાભ બચ્ચન સાથે કે તેમણે કહી આ વાત

કોરોના વાયરસના કારણે લોકો સુરક્ષાના ભાગરુપે લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. તેવામાં ફિલ્મ સ્ટાર્સને પણ શૂટિંગ, વિદેશના પ્રવાસથી બ્રેક મળ્યો છે અને તે પોતાના ઘરે પોતાના પરીવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ સમયમાં ફિલ્મ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ જોવા મળે છે.

image source

સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તેવા કલાકારોમાંથી એક છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન. તેઓ પોતાના ફોલોવર્સ સાથે નવી નવી વાતો અને અનુભવો શેર કરતા હોય છે.

હાલ તો તેઓ કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહેવું તે વાત પણ જણાવતા રહે છે. આ તમામ વચ્ચે ટ્વીટર પર તેમણે એવી ઘટના શેર કરી જેના વિશે જાણી લોકો આશ્ચર્યમાં પડી ગયા. અમિતાભએ એક પોસ્ટ કરી જણાવ્યું કે તેના રુમમાં ચામાચીડીયું ઘુસી ગયું હતું.

અમિતાભ બચ્ચને જે ટ્વીટ કરી હતી તેમાં તેમણે લખ્યું હતું કે, “ દેવીઓ અને સજ્જનો… આ કલાકની બ્રેકિંગ ન્યૂઝ…. શું તમે વિશ્વાસ કરશો…. એક બેટ, એક ચામાચીડીયું મારા રુમમાં ઘુસી ગયું છે… જલસામાં… ત્રીજા ફ્લોર પર…. મારા ઘરમા… મહામહેનતે બહાર કાઢ્યું… કોરોના પીછો જ નથી છોડતું !!!” અમિતાભ બચ્ચનની આ ટ્વીટ જોઈ જણાય છે કે તે પોતે આ ઘટનાથી શોક્ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચના આ ટ્વીટ પર તેમને જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. દરેક વ્યક્તિ આ ઘટના પછી તેમના હાલ પુછી રહી છે. તેમણે ઈંસ્ટા પર પણ આ પોસ્ટ શેર કરી છે. અમિતાભ બચ્ચને પણ માન્યું છે કે આ પહેલા તેમણે આ એરિયામાં ચામાચીડીયું જોયું પણ નથી. તેવામાં તેમના રુમમાં તે ઘુસી જતાં નવાઈ લાગી હતી.

image source

અમિતાભ બચ્ચનની જેમ બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ કોરોન્ટાઈનમાં પોતાના પરીવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સોશિયલ મીડિયા પર ક્યારેક કવિતા તો ક્યારેક બોલિવૂડ સ્ટાર્સ સાથેના પોતાના કોલૈબ વીડિયો શેર કરી કોરોના વિરુદ્ધની જંગમાં લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે.