Site icon News Gujarat

બટેટા વડા – ગરમાગરમ બટેટા વડા સાથે આવું મસાલેદાર રસ્સો મળે તો મોજ…

કેમ છો ફ્રેંડસ…

ફ્રેંડસ…. આપણે બે જ વાતો ની શોખીન છે. એક તો નવી-નવી જગ્યાએ હરવુ-ફરવુ અને બીજુ નવી-નવી વાનગીઓ બનાવવી અને ટેસ્ટ કરવી. હાલ આ સીઝન મા સૌને એક વાનગી ખાવા નુ અવશ્ય મન થતુ હશે અને તે છે બટાકાવડા..ભજીયા …

આવા વાતાવરણમાં એક વાર તો ગરમા ગરમ બટાકા વડા ખાવાનું તો બને છે અને આમાં પણ જો સાથે રસ્સો હોય તો પછી મજા આવી જાય. બટાકા વડા એક મુંબઈ અને અમરાવતી નું ખુબ જ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ.. વડાપાઉનું મુખ્ય અંગ છે, જે તમને મુંબઈ અને અમરાવતી ના દરેક ચાટના સ્ટોલ પર જોવા મળશે. સાથે રસ્સો તો હોય જ …આ ઘરે બનાવવું ખુબ જ સરળ અને જો બાફેલા બટાકા તૈયાર હોય તો ૨૦ મિનીટની અંદર આ બની જાય છે…

આપણા ઐયા પણ શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે.

તો ચાલો ફ્રેંડસ જોઈ લઈએ બટેટા વડા અને અમરાવતી સ્પેશ્યલ રસ્સા માટે ની સામગ્રી …..

“બટેટા વડા”

રીત :-

એક મોટા બાઉલમાં બાફેલા બટેટા, આદુ મરચાંની પેસ્ટ, લીલા મરચાં, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી અડદની દાળનો વઘાર કરો. દાળ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો અને પછી તેમાં હિંગ ઉમેરો.

તમે ઈચ્છો તો વઘારમાં રાઈ અને મીઠો લીમડો પણ નાખી શકો છો. આ વઘાર બટેટાના મિશ્રણમાં ઉમેરો અને સહેજ ઠંડુ થાય તો સારી રીતે મિક્સ કરો.

એક બાઉલમાં ચણાંનો લોટ લો. લોટમાં મીઠું, અજમો, લાલ મરચું, હિંગ ઉમેરો. માપસરનું પાણી નાખીને બેટર તૈયાર કરો. ધ્યાન રાખો બેટર વધારે પડતું જાડું કે પાતળું ન બને.

15-20 મિનિટ માટે આ બેટરને સાઈડ પર રાખો. 15-20 મિનિટ પછી જરુર લાગે તો થોડું પાણી ઉમેરીને ફરી એકવાર સારી રીતે મિક્સ કરો.

બટાકા વડા તળવા માટે તેલ ગરમ કરો તો તેમાંથી 3 ચમચી ગરમ તેલ બેટરમાં ઉમેરો.

બેટરને જ્યારે 15-20 મિનિટ માટે સાઈડમાં મુકો ત્યારે સાથે સાથે બટાકાના મિશ્રણના બોલ્સ બનાવી લો.

તેલ ગરમ થાય તો ચણાના લોટના બેટરમાં વડા ડિપ કરીને તળો.

વડા તળતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખો.

તમારા સોફ્ટ અને ટેસ્ટી બટાકા વડા તૈયાર છે. હવે તેને રસ્સા સાથે સર્વ કરી શકો છો. પાંવ હોય તો તેમાં મુકીને વડાપાંવ તરીકે પણ ખાઈ શકો છો.

બટેટા વડા રસ્સા.

સૌ પ્રથમ ડુંગડી છોલી મોટા કટકા કરી લેવા

હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં જીરું ,ડુંગળી, લસણ ,લાલ મરચા , આખા ધાણા , કોપરું આ બધું નાખી બ્રાઉન થાય ત્યાંસુધી શેકી લેવું.

પછી ઠંડુ પાડી તેની પેસ્ટ કરવી…હવે એક પ્યાન માં તેલ ગરમ મુકુવું. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ નાખી સાંતળી લેવું. પછી તેમાં જાશ્મીરી લાલ મરચું નાખી તરતજ પાણી ઉમેરવું…..પછી રસ્સા ને 5 મિનિટ સુધી ઉકળવા દેવું.

પછી તેમાં કોથમરી ઉમેરવી….

હવે ગરમ ગરમ વડા સાથે રસ્સા સર્વ કરવું…

તો તૈયાર છે અમરાવતી સ્પેશ્યલ બટેટા વડા રસ્સા….

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version