રહો સાવધાન એવું ન બને કે લેવા જાઓ રુપિયા અને સાથે આવે કોરોના… કારણ કે ATMથી પણ ફેલાય છે ચેપ
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મૃત્યુ પામનાર અને સંક્રમિત થનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે.

તેનું કારણ છે કે કોરોનાનો ચેપ લોકો સુધી અલગ અલગ રીતે સતત ફેલાઈ રહ્યો છે. રોજેરોજ તેના નવા દર્દી નોંધાય છે. આ ચેપ કેવી રીતે ફેલાય છે તે પણ હવે કહી શકાય તેમ નથી. કારણ કે તાજેતરમાં જ સામે આવ્યું છે કે કોરોનાનો ચેપ એટીએમના ઉપયોગથી પણ લાગી શકે છે. આ વાતથી દરેકની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે. તેવામાં હવે એટીએમનો ઉપયોગ કરવામાં પણ સતર્ક રહેવું જરૂરી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમિત વ્યક્તિએ સ્પર્શ કર્યો હોય તેવી વસ્તો સ્પર્શ કરવો નહીં. કારણ કે તે વસ્તુના માધ્યમથી પણ ચેપ ફેલાઈ શકે છે. તેવામાં એટીએમ પર પણ આ વાત લાગુ થાય છે. તેનો ઉપયોગ દિવસ દરમિયાન અનેક લોકો કરે છે. આ અંગે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે 120 નોટમાંથી 86 નોટ એવી હતી તે સંક્રમિત હતી. આ સર્વે માટેની કરન્સી નોટ સમાજના દરેક વર્ગ પાસેથી લેવામાં આવી હતી. આ જ કારણ છે કે સરકાર સતત ડિજિટલ લેતીદેતી પર ભાર મુકી રહી છે.

એટીએમના ઉપયોગ બાદ કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી ઘટના તાજેતરમાં જ ગુજરાતમાં બની હતી. વડોદરામાં ભારતીય સેનાના 3 જવાન કોરોના પોઝીટીવ આવ્યા હતા. તે ત્રણેયમાં કોરોનાનો ચેપ ફેલાવાનું કારણ એટીએમ હતું. જી હાં આ ત્રણેય જવાનોએ એક જ એટીએમથી પૈસા ઉપાડ્યા હતા અને ત્યારબાદ તેમને ચેપ લાગ્યો. આ જવાનોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તેવામાં હવે જરૂરી થઈ ગયું છે કે જો તમે પણ એટીએમનો ઉપયોગ કરો તો આ સાવધાનીઓ હાલના સમયમાં તો રાખો જ.

– ઘરેથી સેનિટાઈઝર લઈ જવું.
– હાથમાં ગ્લવ્ઝ પહેરી એટીએમનો ઉપયોગ કરવો.
– જો કોઈ એટીએમ ચેમ્બરમાં હોય તો ત્યારે અંદર જવું નહીં.
– પૈસા હાથમાં લીધા બાદ ચહેરા, નાક કે મોંને સ્પર્શ કરવો નહીં.

– લાઈન હોય તો લોકોથી વ્યવસ્થિત દૂરી રાખી ઊભા રહેવું.
– એટીએમ ચેમ્બરમાં કોઈ જ વસ્તુને સ્પર્શ ન કરો.

આ ઉપરાંત સરકાર પણ કહી રહી છે કે જો શક્ય હોય તો તમામ પ્રકારના વ્યવહારો ડિજિટલી જ કરો જેથી સંક્રમણ ફેલાવાની આવી શક્યતાઓ દૂર થઈ જાય.