નબીરાઓની બેદરકારીએ આ પુત્રને કંગાળ કર્યો, પરિવાર પર કાર ફેરવી દેતા માતાનું મોત અને બાકીના સભ્યોને ગંભીર ઈજા

ગઈકાલે અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રનમાં એક જ પરિવારના 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એકનું મોત નિપજ્યું હતું. આ સમાચાર ચારેકોર વાયરલ થઈ રહ્યાં હતા અને લોકોએ નબીરાઓને ખરી ખોટી પણ સંભળાવી હતી. ઘટના કંઈક એવી બની હતી કે પૂરપાટ ઝડપે આવતી i20 કારે 5 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ ઘટનામાં મૃત્યુ પામનારી મહિલાના પુત્રએ એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેણે પોતાની નજરે પોતાની માતાને કચડતા જોઈ હોવાનો ઉલ્લેખ કરતા જ લોકોની કરૂણતાનો પાર નથી રહ્યો.

image source

જ્યારે પુત્રએ કેસ નોંધાવ્યો ત્યારે પોલીસ સ્ટેશનમાં પુત્રના એક-એક શબ્દથી માહોલ ગમગીન બની ગયો હતો, સાથે જ સાંભળનારાની આંખોમા પણ આસું આવી ગયા હતા. પુત્રએ એક એક વાત કરતાં કહ્યું હતું કે-અમે મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા આંબલી ખજૂરિયા ગામના વતની છીએ. ઘણા સમયથી અમદાવાદમાં મજૂરીકામ કરવા માટે આવ્યા છીએ.

image source

આખો દિવસ અમે મજૂરીકામ કરીએ અને રાત્રે સમગ્ર પરિવાર ફૂટપાથ પર સૂઈ જઈએ. એવામાં ગઈકાલે પણ અમે રાબેતા મુજબ જમીન પર ફૂટપાથ પર સૂઈ ગયા. હજુ તો ઉંઘ પણ નહોતી આવી અને અચાનક બે કાર પૂરપાટ ઝડપે આવી. એમાંથી એક કાર સીધી ફૂટપાથ પર ચઢી ગઈ અને મારી આંખોની સામે જ મારાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યોને કચડી નાંખ્યા

રડતા રડતા અને ભારે અવાજ સાથે પુત્ર આગળ વાત કરે છે કે મારી માતાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે મારા પિતા અને બે ભાઈઓને માથાંમાં ગંભીર ઈજાઓ પહોંચતા દવાખાને લઈ જવામાં આવ્યા છે. પુત્રએ કહ્યું કે અકસ્માત બાદ કારચાલક તો ફરાર થઈ ગયો હતો, પરંતુ આસપાસના લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક 108ને ફોન કરીને બોલાવી.

image source

108 દ્વારા પિતા અને બે ભાઈઓને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયા, જ્યારે મેં મારી માતાની છત્રછાયા ગુમાવી છે તેમજ પોલીસને વિનંતી છે કે આરોપીથી ઝડપી ધરપકડ કરી યોગ્ય સજા આપે. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે વેન્ટો અને i20 કાર વચ્ચે પૂરપાટ ઝડપે રેસ લાગી હતી, જેમાં અંદાજે 70-80ની સ્પીડે દોડતી i20 કારે અચાનક કાબૂ ગુમાવતાં ફૂટપાથ પર ચઢી ગઈ અને ત્યારે બની હતી.

જો કે હવે તો આ કાર વિશે પણ માહિતી મળી રહી છે કે શૈલેષ શાહ નામની વ્યક્તિના નામે રજિસ્ટર છે. ઘટના બાદ પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી દીધી હતી. પોલીસ મીઠાખળી પાસેના સિદ્ધિગિરિ એપાર્ટમેન્ટમાં આવેલા કાર માલિક શૈલેષ શાહના ઘરે પહોંચી હતી. પરંતુ શૈલેષ શાહનું ઘર બંધ હતું. જો કે હવે તો તેનો દીકરો પણ હાજર થઈ ગયો અને પરિવારને બનતી મદદ કરવા માટે વાત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!