નર્સની બેદરકારી: ફોન પર વાત કરતા-કરતા નર્સે મહિલાને એકની એક જગ્યાએ 2 વાર આપી દીધી કોરોનાની વેક્સિન, હાથમાં આવ્યો ભારે સોજો અને પછી…

દેશમાં કોરોનાના કહેર વચ્ચે વેકસીનેશનમાં પણ ઝડપ થી રહી છે જેથી વધુમાં વધુ લોકોને કોરોના સામે લડવા સક્ષમ બનાવી શકાય. હવે તો દેશમાં કોરોના વેકસીનેશનનો ત્રીજો તબક્કો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે કોરોના મહામારીના હાલના ભયાનક સ્વરૂપ બાદ પણ લોકોમાં વેકસીનેશન બાબતે લાપરવાહી જોવા મળી રહી છે. સાથે જ નવાઈની વાત એ પણ છે કે વેકસીનેશન બાબતે લાપરવાહી ફક્ત સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ હેલ્થ વર્કર્સમાં પણ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં એક એએનએમ (ઓક્સીલરી નર્સ મિડવાઈફરી) એ એક મહિલાને એકને બદલે બે વખત વેકસીનેટ કરી નાખી હતી.

મહિલાએ કહ્યું, નર્સે ફોન પર વાત કરતા કરતા બે વખત મૂકી કોરોના રસી

image source

ઉપરોક્ત બનાવ યુપીના કાનપુર ગ્રામ્યનો છે. અહીં મડોલીના પીએચસીમાં કોરોના વેકસીનેશનની કામગીરી થઈ રહી હતી. મીડિયા અહેવાલો મુજબ અહીં કમલેશ દેવી નામની એક મહિલા કોરોના રસી મુકાવવા માટે આવી હતી અને તે પોતાનો વારો આવતા નિયત જગ્યાએ જઈને બેસી ત્યારે ત્યાંની ફરજ પરની નર્સ ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને ફોન પર વાત કરતા કરતા જ તેણીએ કમલેશ દેવીને કોરોના રસી મૂકી દીધી હતી. થોડી વાર બાદ તે નર્સે ફરીથી એટલે કે બીજી વખત કમલેશ દેવીને કોરોના રસી મૂકી દીધી દીધી. આ બાબતે જ્યારે એ મહિલા નર્સનું ધ્યાન દોરવામાં આવ્યું તે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. પરંતુ જ્યારે કમલેશ દેવીના પરિવારજનોને આ બાબતે ખબર પડી તો દેકારો મચી ગયો હતો.

મહિલાને ખબર નહોતી કે કેટલી વખત લેવાની હોય છે રસી

image source

કમલેશ દેવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તે સમયે નર્સ તેના મોબાઈલમાં વ્યસ્ત હતી એટલે તેણે એક વખત વેકસીનેશન કર્યા બાદ મને ત્યાંથી ઉઠીને જતા રહેવાનું નહોતું કહ્યું અને બાદમાં તે એ પણ ભૂલી ગઈ કે તેણીએ મને એક વખત રસી આપી દીધી છે. કમલેશ દેવીએ એમ પણ જણાવ્યું હતું કે તેને ખબર નહોતી કે કોરોના રસી કેટલી વખત લેવાની હોય છે.

વેકસીનેશન કર્યા બાદ નર્સે જતા રહેવાનું નહોતું કહ્યું

image source

બીજી વખત રસીનું ઇન્જેક્શન આપવામાં આવતા મહિલાએ જ્યારે નર્સને પૂછ્યું કે શું બે વખત કોરોના રસી આપવાની હોય છે ? ત્યારે નર્સે કહ્યું કે ના એક વખત જ રસી આપવાની હોય છે. નર્સના આ જવાબ બાદ કમલેશ દેવીએ તેને કહ્યું કે તેણીએ તેને બે વખત રસી આપી દીધી છે. જેથી નર્સ ગુસ્સે ભરાઈ ગઈ હતી અને બરાડા પાડીને કહેવા લાગી કે એક વખત રસી આપી દીધા બાદ તે ઉઠીને ચાલી કેમ ન ગઈ ? તો કમલેશ દેવીએ કહ્યું કે નર્સે મને ઉઠવા માટે કહ્યું નહોતું એટલા માટે હું નહોતી ઉઠી.

હાથમાં સોજો આવી ગયો

આ બનાવમાં કમલેશ દેવીના પુત્રએ મીડિયાને જણાવ્યું હતું કે હાલ કમલેશ દેવીની હાલત ઠીક છે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી દેખાયા પરંતુ તેમની માતાનો હાથ સોજી ગયો હતો.

image source

સીએમઓએ આપ્યા તપાસના આદેશ

સીએમઓ રાજેશ કુમારે જણાવ્યું હતું કે એક વ્યક્તિને બે વખત કોરોના વેકસીન નથી આપી શકાતી. આ અશક્ય છે. તેઓએ આ મામલે તપાસ માટે એક ટીમ બનાવી છે. તેમના કહેવા મુજબ જો રિપોર્ટમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે હકીકત હશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જો આવું થયું હોય તો આ ગંભીર પ્રકારની લાપરવાહી છે અને તેનું પરિણામ ડરામણું આવી શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *