Site icon News Gujarat

હમારી છોરીયાં છોરો સે કમ હે કે, ખેતરમાં બળદની જેમ જોતરાઈને બે દીકરીએ પિતાને કરી ખેતીમાં મદદ

બળદ અથવા મશીનરીનો અભાવ પણ કલપ્પા જવૂર અને તેની પુત્રીઓને ખેતી કરવાનું રોકી શક્યો નહીં. 43 વર્ષીય જવૂર તેની એક એકર જમીનમાં ખેતી કરવા માંગતો હતો. પરંતુ તેની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તે બળદ અને મશીનરી ભાડે પણ લઈ શકતો ન હતો. આવી સ્થિતિમાં પુત્રીઓએ હળ ખેંચીને ખેતરમાં વાવણી કરવામાં પિતાની મદદ કરી હતી. જ્યારે ખેતરમાં કામ કરતા પરિવારજનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે લોકોએ તેમની પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી એટલું જ નહીં પરંતુ તેમની મદદ માટે હાથ પણ લંબાવ્યો હતો.

એક ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, આ પરિવાર કર્ણાટકના ધરવાડ જિલ્લાના એક નાના ગામમાં રહે છે. ખરેખર, કલપ્પા પાસે કોઈ વિકલ્પ નહોતો. તે એક બીમારી સામે લડતો હતો, જેમાંથી સાજા થવા માટે તેણે બે સર્જરીઓ કરવી પડી હતી. જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેણે પોતાની જમીનનું વાવેતર કરવાનું નક્કી કર્યું, પરંતુ તે એકલો ખેતી કરવામાં અસમર્થ હતો. આવી સ્થિતિમાં પુત્રીઓ (મેઘા અને સાક્ષી) એ તેમના પિતાને ટેકો આપ્યો અને ‘બળદ’ ને બદલે પોતે હળ ખેચવા લાગી જેના કારણે પરિવાર સોયાબીન વાવવામાં સફળ રહ્યો.

કલપ્પાની મોટી પુત્રી મેઘા હુબોલિથી કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કરી રહી છે. જ્યારે સાક્ષી 10 માં ધોરણમાં ભણે છે, અને તેની ત્રીજી પુત્રી સરલા ગામની જ શાળામાં 7 મા ધોરણમાં અભ્યાસ કરે છે. હકીકતમાં, કલપ્પા તેમની દીકરીઓને ભણવામાં અને કુટુંબની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે વધુ પૈસા કમાવવા માંગતો હતો.

કલપ્પાએ કહ્યું, “પુત્રીઓએ મને ટેકો આપીને મારા આત્મવિશ્વાસને વધાર્યો છે. મેઘા અને સાક્ષી બંને હળ ખેંચી લેતી હતી અને હું વાવતો હતો. અહેવાલ મુજબ કલપ્પાની દુર્દશા વિશે જાણ્યા પછી હુબલીના પૂર્વ એમએલસી નાગરાજ ચેબ્બીએ પરિવારને બળદની જોડી ભેટ સ્વરૂપે આપી હતી. ભૂતકાળમાં, તમિળનાડુના તિરુથનીમાં રહેતા 37 વર્ષીય નાગરાજે લોકડાઉનમાં આર્થિક પરિસ્થિતિ વધુ વણસી ત્યારે તેના પુત્રને મફતમાં મળેલી સાયકલ હળમાં ફેરવી નાથી હતી જેથી સંમંગી / ચંપકની ખેતી કરી શકે.

ઉલ્લેખનીય છે કે હાલમાં માહોલ એવો છે કે આપણી ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી આધુનિકરણ થઈ રહ્યું છે. ખેતી માટે જરૂરી કાર્યો કરવા નાના મોટા અનેક ઓજારો વપરાય છે. ખેતીની પ્રગતિના ભાગરૂપે ખાતર, દવા, બિયારણ વગેરેના વિકાસ અને ઉપયોગથી આપણે ખેત ઉત્પાદન વધારવામાં સફળ થયા છીએ. હજુ પણ વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે બાકી રહેતા અન્ય ઈનપુટ તરીકે ખેત ઓજારો, ખેતયાંત્રો, સીડ ટેકનોલોજી, ટીસ્યકલ્યર, ગ્રીન હાઉસ, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ જેવી બાબતોને સાંકળી વૈજ્ઞાનિક ઢબના ઉપયોગથી ખેત ઉત્પાદન વધારી શકવાની ઘણી જ શક્યતા રહેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version