પહેલી કાર ખરીદતા સમયે ઉત્સાહ તો હોય જ છે પણ સાથે સાથે થોડી બાબતોને લઈને કન્ફ્યુઝન પણ થાય છે, તો વાંચી લો આ ટિપ્સ તમને ખૂબ મદદરૂપ થશે…

પહેલી કાર દરેકનું સપનું હોય છે, પછી તે નાની હોય કે મોટી. હંમેશા જોવામાં આવ્યું છે કે, લોકો પહેલી કાર ખરીદતા સમયે બહુ જ કન્ફ્યુઝન થઈ જાય છે. જેમ કે, કઈ કાર લેવી જોઈએ, કયા કલરની લેવી જોઈએ, કયા મોડલની પ્રાયોરિટીમાં રાખવા.

image source

એનું એક કારણ એ પણ છે કે, આજકાલ માર્કેટમાં એક જ સેગમેન્ટમાં ઢગલાબંધ ઓપ્શન મળી જાય છે. એટલું જ નહિ EMI કેટલી જોઈએ, તેમજ લોકોને લોન લેવાની સાચી રીતની જાણકારી પણ હોતી નથી. આજે એક્સપર્ટની આપેલી ટિપ્સ મુજબ, તમે પણ જાણી લો કે પહેલીવાર કાર ખરીદતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

– સૌથી પહેલા નક્કી કરી લો, કે તમારે કઈ કાર લેવાની છે. તમારી જરૂરત અને બજેટના હિસાબે કારનું સિલેક્શન કરો.

– બીજાની દેખાદેખીમાં આવીને કાર ન ખરીદો. કેમ કે જરૂરી નથી કે, કાર બીજા લોકોને પસંદ આવે તો તમને પણ પસંદમાં આવવી જોઈએ.

– તમને કાર કેશમાં લેવાની છે, કે ફાઈનાન્સ કરાવવી છે, તો પહેલા નક્કી કરી લો કે ફાઈનાન્સ કરાવવા પર કાર થોડી મોંઘી પડી શકે છે.

image source

– કાર ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઈવ જરૂર કરો અને કાર પસંદ ન આવે તો બીજો ઓપ્શન જોઈ લો.

– હંમેશા સેલ્સમેન ગ્રાહકોને જબરદસ્તી કરવા લાગે છે, અને કારના એટલા બધા વખાણ કરે છે કે, ગ્રાહકના મનમાં તે કારનુ પિક્ચર છવાઈ જાય છે, તેથી આવા પ્રકારની ડિલ કરવાથી જરૂર બચો.

– પ્રયાસ કરો કે કારી EMI તમારી માસિક સેલેરીથી 5 ટકાથી વધુ ન હોય. નહિ તો તમને બાદમાં હપ્તા ભરવામાં તકલીફ થશે.

– એક જ સેગ્મેન્ટની કારની તમામ જાણકારીઓ મેળવી અને સાથે તે કારની માહિતી પણ મેળવો જે તમને ગમે છે. તમને ગમતી કાર વિશેની તમામ માહિતી અને સવાલો જે તમારા મનમાં પેદા થાય છે, તે વિશે પૂછવામાં ડિલરને જરા પણ સંકોચ ન કરતા. નહિ તો, તમે બાદમાં પસ્તાશો.

image source

– ફેસ્ટિવ સીઝનમાં કાર માટે કંપનીઓ અનેક સારી ઓફર આપે છે, તેથી કાર ખરીદતા સમયે જે પણ ઓફર મળે તેને પેપર્સ પર જરૂર લખાવી લો. અનેકવાર ડિલીવરી થઈ ગયા બાદ જે પણ ઓફર બતાવવામાં આવે છે, તે મળતી નથી અને તેને બદલે કંઈક બીજું જ પધરાવી દે છે. આવામાં નુકશાન ગ્રાહકનું જ થાય છે.

– કાર ફાઈનાન્સ કરાવતા સમયે તે માર્કેટ રેટ્સ જરૂર જાણી લેજો, આ માટે એક જ ડિલરશિપ પર ન અટકીને રહેતા.

– કારમાં એ જ એસેસરીઝ લગાવો, જેની જરૂર હોય. અનેકવાર સેલ્સમેન ફાલતુની એસેસરીઝ લગાવવાની વાત કરે છે, જેને કારણે તમારા રૂપિયાની બરબાદી થાય છે.

image source

– તમામ પેપર્સ સારી રીતે ચેક કરી લો, સાથે જ વધારાની વોરન્ટી લઈ રહ્યા છો તો તેના પેપર્સ પણ બરાબર જોઈને સાઈ કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત