Site icon News Gujarat

લગ્ન પહેલા છોકરાઓ અને છોકરીઓ એ આ 4 મેડિકલ ટેસ્ટ કરાવવા જ જોઇએ

લગ્ન માટે મિત્રો અને સબંધીઓની સૂચિ તૈયાર કરવાથી લઈને તમારા માટે એક શેરવાની અને ચોલી શોધવાની, લગ્નની આવી દોડા-દોડીમાં આપણે ઘણી વાર મહત્વપૂર્ણ બાબતો વિશે ભૂલી જઇએ છીએ. ઘણા લોકો પંડિતો પાસે જાય છે અને તેમનું લગ્ન જીવન કેવું હશે તેની માહિતી માટે કુંડલીઓને પણ મેળવે છે. જો કે, આ બધી બાબતો સિવાય, તંદુરસ્ત અને સુખી સંબંધોનું બીજું મહત્વનું પાસું એ નવા લગ્ન કરેલા દંપતીનું આરોગ્ય છે. કોઈની સાથે તમારી આખી જીંદગી વિતાવવા માટે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમને તમારા જીવનસાથીની આરોગ્ય માહિતીની જાણ હોય. તેથી જો તમે તમારા લગ્નની તૈયારીઓમાં રોકાયેલા છો, તો પછી થોડો સમય કાઢો અને અહીં જણાવેલા આ 4 મેડિકલ ટેસ્ટ જરૂરથી કરવો. જેથી ભવિષ્યમાં તમારા સુખદ જીવનમાં કોઈ અવરોધો ન આવે.

આ 4 મેડિકલ ટેસ્ટ કરવો અને અને તમારું સુખી જીવન પસાર કરો

ઇન્ફર્ટિલિટી ટેસ્ટ

image soucre

ઇન્ફર્ટિલિટી ટેસ્ટ એ પ્રજનન અંગોના આરોગ્ય અને વીર્ય વિશેની માહિતી આપતું એક પરીક્ષણ છે. ઇન્ફર્ટિલિટીના કોઈ સ્પષ્ટ લક્ષણો નથી, તેથી આ ટેસ્ટ કરાવવું જરૂરી છે જેથી જો તમે બાળક બેબી પ્લાંનિંગનું વિચારી રહ્યા છો, તો તમારો સંબંધ સુખદ રહેશે. જો પરીક્ષણમાં આવી કોઈ માહિતી બહાર આવી છે, જે તમારી યોજનાને નુકસાન પહોંચાડે છે, તો તમે સમયસર યોગ્ય સારવાર મેળવી શકો છો.

બ્લડ ગ્રુપ કંપૈટિબિલિટી ટેસ્ટ

image source

બ્લડ ગ્રુપ કંપૈટિબિલિટી ટેસ્ટ ભલે આ ટેસ્ટ ખુબ જરૂરી નથી, પરંતુ જો તમે બાબી પ્લાંનિંગ વિશે વિચારી રહ્યા છો તો આ ટેસ્ટ કરાવવો જરૂરી બને છે. આ ટેસ્ટ દ્વારા, તમે અને તમારા જીવનસાથીનું આરએચ ફેક્ટરની તપાસ કરવામાં આવે છે અને બાળક માટે બંનેના સમાન ફેક્ટર હોવા જોઈએ. જો તમારા બંનેના બ્લડ ગ્રુપ એકબીજા સાથે અનુરૂપ ન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓ આવી શકે છે. આ સમસ્યા બાળક માટે પણ વધુ જીવલેણ સાબિત થઈ શકે છે કારણ કે એક એવી પરિસ્થિતિ ઉભી થાય છે જેમાં સગર્ભા સ્ત્રીઓના લોહીમાં હાજર એન્ટિ બોડીઝ તેમના બાળકના લોહીના કોષોને નષ્ટ કરે છે.

આનુવંશિક પ્રસારિત સ્થિતિ ટેસ્ટ

image soucre

આનુવંશિક સ્થિતિ સરળતાથી એક પેઢીથી બીજી પેઢીમાં પ્રસારિત થાય છે. તેથી, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ રોગો અગાઉથી શોધી કાઢવામાં આવે, જેથી તમને યોગ્ય સમયે સારવાર મળી શકે. તેમાં સ્તન કેન્સર, આંતરડાનું કેન્સર, કિડની રોગ અને ડાયાબિટીસ સહિતના કેટલાક રોગોનો સમાવેશ થાય છે. સમયસર નિદાન આ તબીબી સ્થિતિઓ માટે યોગ્ય સારવાર કરવામાં મદદ કરી શકે છે કારણ કે તે પછી તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ ટેસ્ટ તમારા માટે અને તમારી આવનારી પેઢી માટે ખુબ જરૂરી છે.

એસટીડી ટેસ્ટ

image soucre

અત્યારે લોકો માટે લગ્ન પહેલાંના સંબંધ રાખવાનું સામાન્ય વાત છે, તેથી જાતીય રોગોની તપાસ કરવી એ બંને માટે ખૂબ જ સારો વિચાર છે. આ રોગોમાં એચ.આય.વી / એડ્સ, હર્પીઝ, ગરમી અને હિપેટાઇટિસ સીનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક તબીબી પરિસ્થિતિઓ જીવલેણ સાબિત થઈ શકે છે અથવા જીવનભર રહે છે, તેથી એસ.ટી.ડી. ટેસ્ટ ખુબ જરૂરી છે. જો તમારા સાથીનો રિપોર્ટ હકારાત્મક આવે છે, તો તે તમને માનસિક આઘાતથી બચાવી શકે છે, જેનો તમે ભવિષ્યમાં સામનો કરી શકો છો. આ તમને લગ્નમાં આગળ વધવું જોઈએ કે નહીં તે અંગેનો સંકેત પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version