એકજ ઇમારતમાં છે સ્કૂલ, હોસ્પિટલ તેમજ બધીજ જીવન જરૂરિયાત ની મૂળભૂત સુવિધાઓ
સામાન્ય રીતે સ્કૂલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો અને પોલીસ સ્ટેશનો જેવી પ્રાથમિક સુવિધાઓ શહેરી વિસ્તારમાં અચૂક જોવા મળે છે.

પરંતુ શું તમે માની શકો કે આ બધી પ્રાથમિક સુવિધાઓ એક જ બિલ્ડિંગમાં ઉપલબ્ધ હોય અને તે એક જ બિલ્ડિંગમાં વળી આખું શહેર પણ રહેતું હોય ? કદાચ માનવામાં ન આવે એવી વાત લાગશે પણ આ હકીકત છે.
આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા શહેર વિષે જણાવી રહ્યાં છીએ જે એક જ વિશાલ બિલ્ડિંગમાં વસેલું છે અને ત્યાં ઉપરોક્ત બધી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ એ શહેર વિષે.

અમેરિકાના ઉત્તરી રાજ્ય અલાસ્કામાં એક નાનકડો વિસ્તાર છે વ્હીટીયર. આ વિસ્તાર અસલમાં એકે શહેર છે જે પોતાની ખાસ વ્યવસ્થાને લઈને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ શહેરમાં 14 માળની એક ઊંચી ઇમારત આવેલી છે જે ” બેગીચ ટાવર ” તથા ” વર્ટિકલ ટાઉન ” ના નામથી ઓળખવામાં આવે છે.

આ એક જ ઇમારત એટલે કે બેગીચ ટાવરમાં લગભગ 200 જેટલા પરિવારો રહે છે. અને અહીં ફક્ત રહેણાંક વિસ્તાર જ હોય એવું પણ નથી પરંતુ ઉપર જણાવ્યું તેમ સ્કૂલ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો અને પોલીસ સ્ટેશનો જેવી પ્રાથમિક સુવિધાઓ પણ છે. એ સિવાય વિવિધ સ્ટોર્સ અને લોન્ડરી પણ છે.

આ ઇમારતમાં કામ કરનાર દરેક અધિકારી અને કર્મચારીઓના નિવાસ્થાન પણ આ જ બિલ્ડિંગમાં છે. આ જ કારણ છે કે આ બેગીચ ટાવરમાં અન્ય ઇમારતો કરતા વધુ સુવિધાઓ ઉપલબ્ધ છે.
શીતયુદ્ધના સમયમાં આ બેગીચ ટાવર સૈનિકોનો બેરેક તરીકે ઉપયોગમાં લેવાતો હતો પરંતુ બાદમાં સામાન્ય લોકો પણ અહીં રહેવા લાગ્યા. અહીં રહેનારા લોકોની જીવનશાયલી પણ અન્ય લોકોથી થોડી અલગ છે. વળી અહીંનું સ્થાનિક ઋતુચક્ર પણ અનિયમિત છે અને વાતાવરણ પણ મોટેભાગે અસામાન્ય રહે છે જેથી બેગીચ ટાવરના લોકો લાંબી કે ટૂંકી મુસાફરી કરવાનું પણ ટાળતા જ હોય છે.

સડક માર્ગે વર્ટિકલ ટાઉનમાં પહોંચવું થોડું મુશ્કેલ છે કારણ કે અહીં કોઈ સીધો રસ્તો નથી અને પહાડી વિસ્તારો તથા સુરંગોમાંથી થઈને અહીં પહોંચવું પડે છે. જો કે અહીં આવવા માટે સમુદ્રી માર્ગનો વિકલ્પ પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત