બે હાથના ટેકા પર ઉભેલો છે વિશ્વનો આ એક અનોખો બ્રીજ, એકવાર તમે પણ લો મુલાકાત…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા તમને સમગ્ર વિશ્વમા એક થી એક ચડિયાતા બ્રિજ જોવા મળશે પરંતુ, આજકાલ એક ખુબ જ અનોખા બ્રિજના ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વધારે પડતા વાઇરલ થઈ રહ્યા છે. આપણા વિશ્વમા એક એવી જગ્યા પણ છે કે, જ્યા જઈને તમને એવો એહસાસ થશે કે, જાણે તમે ભગવાનના હાથ પર ચાલી રહ્યા હોવ.

image source

આ વાત સાંભળીને તમને થોડા સમય માટે વિશ્વાસ નહિ આવે પરંતુ, આજે અમે તમને એક એવા અનોખા પૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જે ખરેખર ભગવાનના હાથ પર બનેલો છે. આ પુલ વિયેતનામમા છે જેને ગોલ્ડન બ્રિજ ઓન ગોડ હેન્ડ્સ તરીકે ઓળખાવામા આવે છે.

image source

વિયેતનામમા બનેલા આ પુલની વિશેષતા એ છે કે, તે આખો પૂલ બે વિશાળ હાથ પર ટકેલો છે. તે સમુદ્રની સપાટીથી ૧૪૦૦ મીટરની ઊંચાઇ પર બનેલો છે. આ પુલ ખૂબ જ અનોખી રીતે બનાવવામા આવેલો છે. આ પુલ ફક્ત બે જ હાથ પર ઊભો છે જેને ભગવાનના હાથ કહેવામા છે. તે ખૂબ જ વિશેષ તકનીકથી બનાવવામા આવ્યો છે. આ પૂલ તકનીકી અને કારીગરીનું એક ઉત્તમ ઉદાહરણ છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે, વિયેતનામ એ એક ખૂબ જ સુંદર દેશ છે અને આ પુલ જ્યારથી બન્યો ત્યારથી જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. પ્રવાસીઓ આ બ્રિજને જોવા માટે દૂર-દૂરથી અહી આવે છે. આ બ્રિજ ઉપર ચડીને લીલા પર્વતો જોઈને ઘણા લોકો ફોટા પડાવે છે.

image source

જોકે, આ દુનિયામા એવા ઘણા પુલ છે કે, જે ખૂબ જ વધારે પડતા સુંદર છે પરંતુ, આ બ્રિજની વિશેષતા તેની આકર્ષક અને મનમોહક ડિઝાઇન છે, કે જે લોકોને પોતાની તરફ ખૂબ જ આકર્ષિત કરે છે. આ પુલ ૧૫૦ મીટર લાંબો છે અને તેનો આધાર તેની નીચે રહેલા ફક્ત બે હાથ જ છે.

image source

મૂળ વાત તો એ છે કે, આ બંને હાથ ખૂબ જ મોટા છે અને તેથી જ તેને ભગવાનન હાથ કહેવામા આવે છે. આ ગોલ્ડન બ્રિજ એ માટીના રંગના બે હાથ પર બનાવવામા આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પુલ માત્ર એક વર્ષમા પૂર્ણ થયો હતો. આ પુલ ચારેય બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે. આ પુલ ટી.એ.લેન્ડસ્કેપ આર્કિટેક્ચર દ્વારા બનાવવામાં આવ્યો છે. ખરેખર, એકવાર આ ભવ્ય પૂલની મુલાકાત અવશ્ય લેજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!