ઓફ કેમેરામાં ‘રામાયણ’ના સ્ટાર કાસ્ટ શું કરતા હતા જોઇ લો અંદરની માત્ર એક તસવીરમાં…

કેમેરા પાછળ શું કરતી હતી રામાયણની સ્ટાર કાસ્ટ? દીપિકા ચીખલીયાએ ટ્વિટ કરી જણાવ્યું.

image source

કોરોના વાયરસ ને કારણે લોકડાઉન થતા આ દરમ્યાન રામાનંદ સાગરની પ્રખ્યાત સીરિયલ રામાયણ ખૂબ ધૂમ મચાવી રહી છે. પ્રેક્ષકો આ સિરિયલ માટે આજે પણ એટલા જ ઉત્સાહિત છે જેટલા તે સમયે 90 ના દાયકામાં હતા. તેમજ, આ સિરીયલ ફરીથી દૂરદર્શન પર શરૂ થઈ ત્યારથી, આ સિરિયલના બધા પાત્રો પણ ચર્ચામાં આવવા લાગ્યા છે. શોના આટલા વર્ષો બાદ પણ ફરી તે જોરદાર બૂઝ મેળવી રહ્યો છે.

લોકો સિરિયલ સાથે જોડાયેલી કેટલીક અણજાણેલી વાતો જાણવા માગે છે. સિરિયલ સાથે સંકળાયેલા કલાકારો પણ ઘણી રસપ્રદ વાતો જણાવી રહ્યા છે. આ એપિસોડમાં, રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવનાર દીપિકા ચીખલીયાએ લોકોને જણાવ્યું છે કે રામાયણના શૂટિંગ વખતે કેમેરાની પાછળ શું બનતું હતું.

image source

રામાયણમાં કેમેરા પાછળ (ઓફ કેમેરા) શું થતું હતું?

દીપિકા ચીખલીયાએ સોશ્યલ મીડિયા પર એક જુનો ફોટો શેર કર્યો છે. ફોટામાં અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા રામાનંદ સાગર સાથે બેસેલા જોવા મળી રહ્યા છે. ફોટામાં રામાનંદ સાગર અરુણ અને દીપિકા બંનેને કંઈક સમજાવી રહ્યા છે.

તેમના હાથમાં એક પુસ્તક પણ છે, જેના દ્વારા તેઓ તેમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યા છે. આ ફોટો શેર કરતી વખતે દીપિકા ચીખલીયાએ જણાવ્યું છે કે કેમેરાની પાછળ કંઈક આવું થતું હતું. તેમણે કહ્યું છે કે જ્યારે શૂટિંગ ન થઈ રહ્યું હોય ત્યારે શોના કલાકારો શું કરતા હોય છે. આ સમયે આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

પૂર્વ વડા પ્રધાન સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા પણ દીપિકા ચીખલીયાએ આવા ઘણા ફોટા શેર કર્યા છે, જેના કારણે લોકોની રુમાયણમાં રસ-રુચિ વધતી જાય છે. થોડા દિવસો પહેલા દીપિકા ચીખલીયાએ દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમજ તેમણે ભાજપના મોટા નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે પોતાનો એક જૂનો ફોટો પણ શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala) on

થોડા દિવસો પહેલા દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં રામાયણના કેટલાક સિક્વન્સ કાપવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. દીપિકાએ કહ્યું હતું- જ્યારે મને તેના વિશે ખબર પડી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે શોમાં દીપિકા સીતાની ભૂમિકા નિભાવી છે. તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. દીપિકાના અભિનયના વખાણ કરતાં ચાહકો થાકતા નથી.

image source

આપને જણાવી દઈએ કે દૂરદર્શન પર રામાયણ બતાવવામાં આવતા ચેનલને સારી ટીઆરપી મળી રહી છે. લાંબા સમય પછી, આ ચેનલના સારા દિવસો પાછા ફર્યા છે. મહાભારત અને શક્તિમાન જેવી જૂની સિરિયલો પણ આ સમયે દૂરદર્શન પર બતાવવામાં આવી રહી છે.