પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલા કોરોનાના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ, હાલ ઓક્સિજન પર

અમદાવાદના પ્રખ્યાત જ્યોતિષી કોરોનાના લક્ષણ સાથે હોસ્પિટલમાં દાખલ, ફેફસામાં પણ ઇન્ફેક્શન છે

image source

• અમદાવાદના જ્યોતિષી બેજાન દારૂવાલા હાલ ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે.

• દિગ્ગજ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરી દારૂવાલાની તબિયત બાબતે ચિંતા વ્યક્તિ કરી હતી.

image source

અમદાવાદ: વર્તમાન સમયમાં કોરોના મહામારી વચ્ચે દેશ જજુમી રહ્યો છે. દેશમાં ચોથા તબક્કાનું લોકડાઉન પણ ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદ અત્યારે દેશમાં રેડ ઝોન તરીકે દેખાઈ રહ્યું છે, કોરોના સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. આ સંક્રમણમાં સંન્ય માણસો સાથે મોટા નામો પણ સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અમદાવાદના પ્રખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલા પણ હાલમાં આ સંક્રમણથી અછુતા રહ્યા નથી. પાછલા દિવસે તેમની તબિયત લથડતા તેઓને અમદાવાદના જ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની સ્થિતિ સામાન્ય નથી. હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ તેમને ઓક્સીજન પર રાખવામાં આવ્યા છે.

કોરોનાના શંકાસ્પદ લક્ષણો :

image source

હજુ સુધી કોરોના બાબતે કોઈ ચોક્કસ સ્પષ્ટતા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી નથી. જો કે કોરોના અંગે ચોક્કસ સ્પષ્ટતા થઇ નથી, પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો એમનામાં જણાઈ રહ્યા છે. જો કે આ બાબતે એમના પુત્ર નસ્તુર દારૂવાલાએ કોરોના અંગે ઇનકાર કરતા કહ્યું હતું કે એમને ફેફસામાં ઈન્ફેકશનની તકલીફ રહે છે. સુત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ અચાનક તબિયત લથડતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુત્રના કહ્યા મુજબ એમને ફેફસામાં ઇન્ફેકશન છે જેના કારણે તેઓ હોસ્પીટલમાં ઓક્સીજન પર રખાયા છે. જો કે કોરોના અંગેના શંકાસ્પદ લક્ષણો પણ એમનામાં જોવા મળ્યા હતા.

કોરોનામાં અમે નથી માનતા : નસ્તુર દારુવાલા

આ સમયે હોસ્પીટલમાં હાજર પુત્ર નસ્તુર દારૂવાલાએ પિતાની તબિયત અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારા પિતાજીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જો કે એમને કોરોના હોય એમ લાગતું નથી. એમને ફેફસામાં ઇન્ફેકશનના કારણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ ઓક્સીજન પર છે, જો કે કોરોનામાં અમે લોકો માનતા નથી. એમની તબિયત જલ્દીથી ઠીક થાય એવી અમે પ્રાથના કરીએ છીએ.

પ્રતિષ્ઠિત જ્યોતિષી બેજાન દારૂવાલાની ઉમર ૯૦ વર્ષની છે

image source

આપને જણાવી દઈએ કે કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પીટલમાં દાખલ કરાયેલા બેજાન દારૂવાલા અમદાવાદના ખુબ જ પ્રખ્યાત જ્યોતિષી છે. એમની ઉમર 90 વર્ષની આસપાસ છે. જો કે ફેફસામાં ઇન્ફેકશન અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો અંગેના હજુ ચોક્કસ આધાર નથી.

આપને એ પણ જણાવી દઈએ કે આ સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ટ્વિટ કરીને બેજાન દારૂવાલાની નાદુરસ્ત તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ એમણે પોતાની ટ્વીટમાં તેઓ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના પણ કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત