ટાઈટ બેલ્ટ બાંધવાની આદત છે તો ખાસ ધ્યાન આપો, થઇ શકે છે આ તકલીફ…

કેટલાક લોકો જરૂરિયાત કરતા વધારે ટાઈટ બેલ્ટ પહેરે છે. ટાઈટ બેલ્ટ પહેરવાની આદત લાંબા સમયે આપના માટે નુકસાનદેહ સાબિત થઈ શકે છે. પુરુષો અને મહિલાઓ બંનેને ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે કેટલીક ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખરેખરમાં પેટના નીચેના ભાગમાં જ્યાં આપણે બેલ્ટ લગાવીએ છીએ, ત્યાં શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો હોય છે અને શરીરની કેટલીક મહત્વપૂર્ણ નસો ત્યાંથી પસાર થાય છે. આવામાં લાંબા સમય સુધી ટાઈટ બેલ્ટ પહેરવાના લીધે ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

image source

આવું જોવા મળી જાય છે કે, કેટલીક વાર લોકો પોતાનું પેટ ઓછું દેખાય તે માટે, જાડાપણું છુપાવવા માટે કે પછી આદતના કારણે ટાઈટ બેલ્ટ પહેરતા હોય છે. તેમજ વજન ઘટાડવા માટે અને જાડાપણાને છુપાવવા માટે પણ બજારમાં કેટલાક આવા બેલ્ટ મળી જાય છે, જે આપના પેટને ટાઈટ રાખે છે. આ બધું સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે. ચાલો જાણીએ કેવી રીતે….

હાર્ટ બર્ન (એસીડ રિફલેક્સ) ની સમસ્યા :

image source

આખો દિવસ ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે આપને એસીડ રિફલેક્સ કે પછી હાર્ટ બર્ન થવાનો ખતરો ખુબ જ વધી જાય છે. ખરેખરમાં ટાઈટ બેલ્ટ આપના પેટ પર દબાણ બનાવે છે, જેનાથી ભોજન પચાવવા માટે બનનાર એસીડ પોતાની સીમાને પાર કરીને ફેફસા અને ગળામાં પહોચી જાય છે. આ જ કારણ છે કે, ટાઈટ બેલ્ટ પહેરનાર લોકોને મોટાભાગે છાતીમાં બળતરા, ખરાબ પાચન, કબ્જ અને અપચાની સમસ્યા થાય છે. લાંબા સમયમાં આ સમસ્યા ગળાના કેન્સરનું કારણ પણ બની શકે છે.

પ્રજનન ક્ષમતામાં કમી.:

image source

લાંબા સમય સુધી ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે પુરુષો અને મહિલાઓ બંનેની પ્રજનન ક્ષમતામાં કમી આવી શકે છે, જેનાથી ઈંફર્ટીલીટીનો ખતરો વધી જાય છે. ખરેખરમાં ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે પેલ્વિક એરિયા પર દબાણ આવે છે, જ્યાં પ્રજનન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ અંગ હોય છે. એના સિવાય ટાઈટ બેલ્ટના કારણે પ્રાઈવેટ અંગો સુધી હવા યોગ્ય રીતે પહોચી શકતી નથી અને શરીરની ગરમી વધી જાય છે, જેનાથી સ્પર્મ કાઉન્ટ (શુક્રાણુંઓની સંખ્યા) માં ઘટાડો થાય છે.

કરોડરજ્જુના હાડકા અને ઘૂંટણની સમસ્યા :

image source

કમર પર ટાઈટ બેલ્ટ બાંધવાથી જયારે પુરુષ ઉભા થાય છે તો તેમના એબ્ડોમિનલ માંસપેશીઓનો ઉપયોગ કરવાની પદ્ધતિ બદલાઈ જાય છે. આવું એ માંસપેશીઓ પર વધારાના દબાણ પડવાના કારણે થાય છે. આ વધારાનું દબાણ કરોડરજ્જુના હાડકામાં અકડ લાવી શકે છે. આની સાથે જ વધારે ટાઈટ બેલ્ટ બાંધવાથી સેંટર ઓફ ગ્રેવિટી અને શ્રોણિક ક્ષેત્ર (પેલ્વિક એરિયા) ના ખૂણાઓમાં પણ પરિવર્તન આવે છે. આની સાથે જ આ ઘૂંટણોના સાંધા પર પણ વધારે પડતુ દબાણ નાખે છે.

કમરમાં દુઃખાવો અને પગમાં સોજા :

image source

જો આપ ટાઈટ બેલ્ટ બાંધો છો તો આપને કમરના દુઃખાવાની સમસ્યા થઈ શકે છે. એનું કારણ આ છે કે, આપની કમરની આસપાસથી સાઈટીક નસ અને કેટલીક અન્ય મહત્વપૂર્ણ નસો પસાર થાય છે, જેની પર દબાણ પડવાથી આપના શરીરને નુકસાન પહોચે છે. આના સિવાય કમરની આસપાસ પ્રેશર બની જવાથી આપના પગમાં પણ સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

હર્નિયાની સમસ્યા :

image source

કમર પર ટાઈટ બેલ્ટ પહેરવાથી આપને હર્નિયા જેવી ગંભીર બીમારીનો ભોગ બનવો પડી શકે છે. હાઈટલ હર્નિયાની પરિસ્થિતિમાં પેટના ઉપરના ભાગ પોતાના ડાયાફ્રામના નબળા થવાના કારણે ડાયાફ્રામથી બહાર નીકળી આવે છે, જેના લીધે આ પોતાની અંદર બનનાર એસિડને રોકવા માટે સક્ષમ હોતું નથી. આ એસીડ પેટની નળીમાં પહોચીને બળતરા ઉત્પન્ન કરે છે, જેનાથી આપણી છાતીમાં બળતરા અને તેજ દુઃખાવાનો અનુભવ થાય છે.

Source : Naiduniya.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,