મહિલાઓ માટે હંમેશા રહ્યા છે બેસ્ટ સ્કૂટર, જાણી લો કેવી રીતે થયો સ્કૂટરનો આવિષ્કાર

શુ તમે જાણો છો કેવી રીતે બન્યા સ્કૂટર? નહિ ને, ચાલો અમે આજે તમને જણાવી દઈએ કે આપણી જિંદગીને સરળ બનાવનાર સ્કૂટર કેવી રીતે બન્યા. તમને જાણીને નવાઈ લાગશે કે સ્કુટરના નિર્માણ ખાસ કરીને લેડીઝ એટલે કે મહિલાઓ માટે કરવામાં આવ્યું હતું. આમ તો સ્કુટરનું આવિષ્કાર વિશે ઘણી બધી કહાનીઓ છે પણ સ્કુટરના નિર્માણ સાથે જોડાયેલી એક કહાની અનુસાર સ્કુટરનું આવિષ્કાર વિશ્વ યુદ્ધ દરમિયાન થયું હતું. વિશ્વ યુદ્ધ સમયે પુરુષો મોટર સાઈકલનો ઉપયોગ કરી રહ્યા હતા.યુદ્ધમાં ઘણા બધા પુરુષોને એમના જીવથી હાથ ધોવા પડ્યા હતા સ્વાભાવિક છે કે એમને આવવા જવા માંગે સવારીની જરૂરતનો અનુભવ થયો પણ મહિલાઓને મોટર સાઇકલ ચલાવવામાં ઘણી તકલીફ પડી રહી હતી. કારણ કે મોટર સાઇકલ ચલાવવા માટે એમને બન્ને પગને ફેલાવવા પડતા હતા મહિલાઓની અસુવિધાને ધ્યાનમાં રાખીને સ્કુટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી કરીને એ સરળતાથી યુદ્ધમાં ભાગ લઈ શકે.

મહિલાઓ માટે બેસ્ટ છે સ્કૂટર.

image soucre

એક રિપોર્ટ અનુસાર ભારતની 14 ટકા મહિલાઓ ટુ વહીલર ચલાવવાનું જાણે છે અને છેલ્લા 10 વર્ષોમાં ટુ વહીલર ચલાવનાર મહિલાઓની સંખ્યામાં 50 ટકાનો વધારો થયો છે. એનું સૌથી મોટું કારણ છે ભારતમાં કામ કાજ કરતી મહિલાઓની સંખ્યામાં ઝડપથી વધારો.આજની નોકરિયાત મહિલાઓ ઓફીસ જવાથી લઈને બાળકોને સ્કૂલ લાવવા અને લઈ જવા માટે, માર્કેટથી સમાન લાવવો વગેરે કામ માટે પતિની બાઇક કે પછી કારની રાહ જોયા વગર ખુદ સ્ફુતી ચલાવવાનું પસંદ કરી રહી છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને એમના કામ યોગ્ય સમયે પુરા કરવા માટે એમની સ્ફુટીનું બહુ જ મોટું યોગદાન છે સ્ફુટી માટે મહિલાઓનો ક્રેઝ જોતા હવે બાઇક કંપનીઓ મહિલાઓની પસંદ અને સગવડને જોતા સ્ફુટી તૈયાર કરી રહી છે.
હાલના સમયમાં મોટાભાગની મહિલાઓ માટે સ્ફુટી જાણે જીવન જરૂરિયાતના એક ભાગ સમાન બની ગઈ છે. સ્કુટરના કારણે સ્ત્રીઓનું પૃરુષો પરનું અવલંબન જાણે ઘટી ગયુંI છે.

image soucre

હાલના સમયમાં માર્કેટમાં ખાસ મહિલાઓને ધ્યાનમાં રાખીને જે બાઇક ડિઝાઇન કરવામાં આવી છે એમાંથી મહિલાઓની મનગમતી બાઇક હોન્ડા એવીએટર, હોન્ડા એક્ટિવા125, હોન્ડા ડિયો, મહિન્દ્રા ગસ્તો, સુઝુકી એક્સેસ 125, ટીવીએસ જયુપીટર, ટીવીએસ સ્ફુટી જેસ્ટ 110, હીરો પ્લેઝર, સ્ફુટી પેપ પ્લસ વગેરે છે