લોકપ્રિય કોમેડી શો ‘ભાભીજી ઘર પર હે’ના સેટ પર થઇ ના થવાની ઘટના, ખુલી ગઇ આ અભિનેતાની લૂંગી અને પછી…

જ્યારે શૂટિંગની વચ્ચે જ ખુલી ગઈ હપ્પુ સિંહની લૂંગી, “ભાભીજી ઘર પર હે”ના સેટ પર થયું નાટક

image source

કહેવાય છે કે હસે એનું ઘર વસે. હસવું એ ખરેખર સૌથી સારી દવા સાબિત થાય છે. હસતો ચહેરો માણસને તણાવથી દુર રાખે છે. એક ખિલખિલાટ કરતું હાસ્ય તમારા દિવસભરના થાકને દૂર કરવા માટે પૂરતું છે. એક નાનકડું સ્મિત કોઈના મૂડ ને બદલવાની શક્તિ રાખે છે.વર્લ્ડ લાફટર ડે પર અમે આવા જ હાસ્યના ટુચકા લઈને આવ્યા છે, જેને વાંચીને તમારું હસી હસી ને પેટ દુઃખી જશે. આ ટુચકાઓ તમારા સ્મિતને તમારા ખડખડાટ હાસ્યમાં બદલી નાખશે અને તમારી ચિંતાઓને દૂર કરી દેશે.લાફટર ડે પર તમને હસાવવા માટે આજે અમે લઈને આવ્યા છે તમારા મનપસંદ કલાકારોના શુટિંગના સમયની કેટલીક રોચક વાતો અને મસ્તી મજાકના એ પળ.

image source

ટીવી પર આવતી સિરિયલ “ભાભીજી ઘર પર હે” માં ઇન્સ્પેકટર હપ્પુ સિંહનું પાત્ર ભજવી રહેલા યોગેશ ત્રિપાઠીએ લૂંગીથી જોડાયેલો એક મજાનો કિસ્સો જણાવતા કહ્યું હતું કે “હપ્પુની ઉલટ પલટમાં મારા પહેલા જ સીનમાં મારે લૂંગી પહેરવાની હતી અને હું આવું પહેલી જ વખત કરી રહ્યો હતો. જ્યારે અમે પહેલો ટેક લેવાનો શરૂ કર્યો તો મારી લૂંગી ઢીલી થઈ ગઈ અને મને આની ખબર સુધ્ધાં ન પડી,જ્યાં સુધી એમ લગાવેલુ માઇક મારા પગમાં આવીને ન પડ્યું.મારી ઈજ્જત બચાવવા મેં બેડ પર પડેલું બ્લેન્કેટ લપેટી લીધું. મને આમ બ્લેનકેટમાં લપેટાયેલો જોઈ આખી ટીમ બહુ જ હસી રહી હતી અને સેટ પર આ વાત બધા જ માટે એક જોક બની ગઈ હતી.”

image source

“ભાભીજી ઘર પર હે” ના પર બનેલા કિસ્સા સંભળાવતા રોહિતાશ્વ ગૌડે કહ્યું હતું કે “સૌમ્યા તેની મેટરનીટી લિવ પરથી પરત ફરી હતી અને એમને સેટ પર ફરી જોઈ બધા જ ખુશ હતા. બે દિવસ પછી આશિફ અને શુભાંગીએ મજાક કરવાનું વિચાર્યું.અમારી રિહર્સલ ચાલી રહી હતી ને વચ્ચે જ શુભાંગી વોશરૂમ તરફ દોડી જાણે એમને કઈક તકલીફ હોય.

બધાને જ ચિંતા થવા લાગી કે એના આમ અચાનક શુ થયું અને આવું બે દિવસ સુધી ચાલતું રહ્યું.બધાને ચિંતા કરતાં જોઈ મેં આસિફને પૂછ્યું કે શુ થયું છે ત્યારે એમને જણાવ્યું કે શુભાંગી પ્રેગ્નન્ટ છે. હું વિચારવા લાગ્યો કે સૌમ્યા હમણાં જ મેટરનીટી લિવ પરથી પરત ફરી છે ને હવે શુભાગીને જવું પડશે. બધા ને આમ ચિંતામાં જોઈ શુભાંગી જોર જોરથી હસવા લાગી અને જણાવ્યું કે આ બસ એક મજાક હતો. એ પ્રેગ્નન્ટ નથી”

image source

“ગુડિયા હમારી સભી પે ભારી” ની ગુડિયા એટલે કે સરિકા બહરોલિયા એક સરસ મજાની વાતને યાદ કરી રહી છે, જે એમની સાથે સેટ પર જ બની હતી.એમને જણાવ્યું કે “થોડા દિવસ પહેલા જ અમારી સીરિયલના 100 એપિસોડ પુરા થયા અને એ પ્રસંગે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.મેં મારા સીન પુરા કર્યા અને હું મેકઅપ રૂમ તરફ જઈ રહી હતી ત્યાં જ મેકઅપ રૂમમાં પડેલા એક લાલ બ્લેઝરે મારુ ધ્યાન ખેંચ્યું.”

image source

વધુમાં સરિકાએ જણાવ્યું કે “મને લાગ્યું કે હવે પછીના એપિસોડમાં કોઈ જાદુગર કે જોકર બતાવવામાં આવશે અને મેં એ પપ્પુ ભાઈ અને સ્વીટી ભાભીને પણ બતાવ્યું. બધા એક સેકેન્ડ માટે મને તાકી રહ્યા અને પછી મનમોહનજી( પપ્પુ ભૈયા)એ જણાવ્યું કે એ લાલ બ્લેઝર મારુ જ છે અને મારે એ સાંજની પાર્ટીમાં પહેરવાનું છે. બધા જ હસવા લાગ્યા અને આજે પણ સેટ પર એ મજાક ઘણો જ ફેમસ છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત