જાણો ભાદરવી અમાવસ્યાનું કેમ છે આટલું મહત્વ, કરો ફક્ત આટલું

ભાદરવા મહિનામાં આવતી અમાવસને ભાદ્રપદ અમાવસ્યા પણ કહેવાય છે. ભાદરવા મહિનાની અમાવસ્યાને પીઠોરી અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. એવી માન્યતાઓ પણ છે કે કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યાના દિવસે માતા પાર્વતીએ પીઠોરી અમાવસ્યાનું મહત્વ સમજાવ્યું હતું. એટલે કે સનાતન ધર્મમાં ભાદરવી અમાવાસ્યાનું અનેરું મહત્વ છે. આ દિવસે પિતૃ તર્પણ કરી શકાય છે.

image source

અમાવસ્યા તિથિમાં ક્યાં કાર્યો કરવા જોઈએ ?

સામાન્ય રીતે અમાવસના દિવસે શાસ્ત્રોમાં પિતૃઓનું તર્પણ કરવાનું વિધાન છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ માટે આ તિથી ચંદ્રમાસની અંતિમ તિથી ગણવામાં આવે છે.

અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન અને દાન પુણ્યને લઈને ખાસ પ્રકારનું મહત્વ માનવામાં આવે છે.

image source

આ દિવસની એવી માન્યતા પણ છે કે જો આ દિવસે કોઈ બાળકનો જન્મ થાય છે તો આવા સમયે ઘરમાં શાંતિ પાઠ કરાવવામાં આવે છે.

આ દિવસને શુભ માનવામાં આવતો નથી, પરિણામે આજના દિવસે સદાચરણ અને બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવી માન્યતા છે.

એવી માન્યતા પણ છે કે આ દિવસે સવાર અને સાંજ મંદિર અને તુલસીના ક્યારામાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પરિવારના ઝગડા અને દરિદ્રતા દુર થાય છે.

image source

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે અમાવસ્યાના દિવસે વ્રત કરવું ઉત્તમ માનવામાં આવે છે. આ તિથીએ નિરાહાર ઉપવાસ રાખવું શુભ માનવામાં આવે છે.

અમાવસ્યા તિથિમાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ ?

આ દિવસે શુભ કર્યો કરવાની મનાઈ હોય છે, શુભ કામની શરૂઆત આ દિવસે ભૂલથી પણ કરવી જોઈએ નહિ.

આ દિવસે ખેતરોમાં હળ ચલાવવા અને ખેતરોમાં પાક વાવણી માટેની પણ મનાઈ હોય છે, એટલે કે આ દિવસે ખેતરની વાવણી કરવી જોઈએ નહિ.

image source

કહેવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે કોઈ પણ ઘરે જમવું જોઈએ નહિ. માન્યતા છે કે આમ કરવાથી પુણ્ય મળતું નથી.

અમાવસ્યાના દિવસે ગુસ્સો કરવો જોઈએ નહિ, તેમજ લડાઈ ઝગડા અને માંસ મદિરાથી પણ દુર રહેવું જોઈએ.

પિતૃ તર્પણ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ

image source

ભાદરવા મહીનાની અમાવસ્યાના દિવસે પિતૃઓના તર્પણ અને પિતૃદાનનું પણ ખાસ મહત્વ માનવામાં આવ્યું છે. આ દિવસે કરવામાં આવતી વિધિથી પિતૃઓની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે પીઠોરી અથવા ભાદરવી અમાવસ્યાના દિવસને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે જાતક નિર્ધારિત વિધિ દ્વારા પોતાની કુંડળીમાંથી કાલસર્પ દોષ મુક્તિ માટે સાધના કરી શકે છે.

Source: Khabar Chauraha

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત