ભાદરવી પુનમના અંબાજીના લોકમેળાને લઇને આવ્યા આ મોટા સમાચાર, જાણી લો તમે પણ જલદી

ભાદરવી પુનમના અંબાજીના મેળાને લાગી શકે છે કોરોના મહામારીનું ગ્રહણ, સરકારે લીધો આ નિર્ણય

આખાય વિશ્વમાં કોરોનાનો ભય સતત વધી રહ્યો છે. અનેક દેશના કોરોના વેક્સીન શોધી લીધાના દવાઓ વચ્ચે હજુ પણ આપણે આ દવા સામે આવે એની રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે ગુજરાત રાજ્યમાં અને ભારતમાં પણ કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. ગુજરાતના લગભગ જિલ્લાઓમાં જાણે કે પાછળના ૧૦ દિવસમાં રીતસર કોરોનાનો વિસ્ફોટ સર્જાઈ રહ્યો છે.

image source

આવા સમયે અનેક આયોજનો સરકાર દ્વારા ટાળવામાં આવી રહ્યા છે. આ બધા વચ્ચે શ્રાવણ માસનો પ્રારંભ પણ થવા જઈ રહ્યો છે. સ્થિતિ જોતા એવી પૂર્ણ શક્યતાઓ છે કે શ્રાવણમાં યોજાતા મેળાઓ આ વખતે બંધ રાખવામાં આવી શકે છે. આ સાથે જ અંબાજીમાં આયોજિત ભાદરવી પુનમના મેળાને પણ આ વર્ષે કોરોનાનાનું ગ્રહણ લાગવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. જો કે આ અંગે હજુ પણ પ્રજા અને સરકાર બંને મૂંઝવણમાં દેખાઈ રહી છે.

અંબાજીના ભાદરવી પુનમના મેળા પર કોરોનાનું ગ્રહણ

image source

મળતી માહિતી પ્રમાણે પુનમના મેળાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર આ વખતે સુરક્ષાના ભાગ રૂપે આ મેળાને બંધ રાખી શકે છે. સરકારમાં આ મેળાને બંધ રાખવા માટે ભાદરવી પુનમીયા સંઘ દ્વારા મેળો બંધ રાખવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતને લઈને સરકારે બેઠક પણ યોજી હતી જેમાં નક્કી થયા મુજબ યોગ્ય ચર્ચાઓ બાદ નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પુનમના મેળાને મંજુરી નહિ

image source

આ વર્ષે કોરોના વાયરસને લઈને ભાદરવી પુનમના મેળાનું આયોજન રદ કરવામાં આવે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત રોજ મુખ્યમંત્રી નિવાસે આ મેળાને લઈને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં યાત્રાધામના પ્રધાન તેમજ મુખ્ય સચિવ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન સરકાર દ્વારા મેળાનું આયોજન ન કરવામાં આવે એવો નિર્ણય પણ લેવાયો હતો. કારણ કે દર વર્ષે આ મેળામાં ૨૬ લાખથી વધારે લોકો દર્શન માટે જોડાય છે.

image source

આ દરમિયાન કોરોના ફેલાવવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે. પરિણામે વર્તમાન સ્થિતિને જોતા જો લોકો વધારે સંખ્યામાં ભેગા થાય તો રાજ્યની પ્રજાના આરોગ્ય સાથે એ સ્થિતિ યોગ્ય નીવડી શકશે નહિ. પરિણામે સરકારે આ બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ વર્ષે અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પુનમના મેળાને મંજુરી નહિ આપે. આ નિર્ણય પ્રજાની સુરક્ષાને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે.

સ્થિતિને ધ્યાનમાં લઈને જ મેળા અંગે નિર્ણય લેવાશે

image source

ગુરુવારના દિવસે આ બાબતે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અંબાજી અંબે માતાના મંદિરે પહોચ્યા હતા. આ દરમિયાન એમણે પરિવાર સાથે મંદિરમાં દર્શન કર્યા હતા, તેમજ માતાની આરતી અને પૂજા અર્ચના પણ કરી હતી. જો કે આ દરમિયાન જીલ્લા કલેકટર અને જીલ્લાના પોલીસવડા પણ મંદિરમાં હાજર રહ્યા હતા. મંદિર તરફથી એમને સ્મૃતીચિંહ રૂપે યંત્ર ભેટ આપવામાં આવ્યું હતું. એમણે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈને મંદિરને સ્વર્ણિમ બનાવવા અંગે ચાલતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જો કે મેળા અંગે એમણે કોઈ સ્પષ્ટ માહિતી ન આપતા સ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે એમ જણાવ્યું હતું.

આ વર્ષે સરકાર અનેક મેળાઓ રદ કરી શકે છે

image source

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે સરકાર કોરોના સામે સુરક્ષાના ભાગ રૂપે અનેક મેળાઓ રદ કરી શકે છે. જેમાં રાજકોટના જન્માષ્ટમીના મેળાનો પણ સમાવેશ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર યોજાતા મેળાઓને પણ રાજ્ય સરકાર આ વખતે રદ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે શ્રાવણ માસમાં લગભગ ૧૦૦ કરતા વધારે લોકમેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓનો લાભ લાખો ભક્તો લે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત