ભગવાન ભૈરવના આ મંત્રના જાપથી દૂર થશે તમારી મુશ્કેલીઓ, આજથી જ કરો શરૂ

કહેવાય છે કે જ્યારે ભક્તને મશ્કેલીઓ આવે છે ત્યારે તે તેનાથી બચવા માટેના અનેક ઉપાયો અજમાવી લે છે. આવું જ કંઈક કષ્ટના ઉગારક દેવ ભગવાન ભૈરવની આરાધનામાં પણ છે. ભગવાન ભૈરવને ભક્તોની સમસ્યાઓ દૂર કરનારા દેવ માનવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ ભક્તની બાધા દૂર કરવામાં તેમની મદદ કરે છે. ભૈરવનો અર્થ છે ભયને હરનાર, એટલા માટે એવું માનવામાં આવે છે કે કાલાષ્ટમીના દિવસે જે વ્યક્તિ કાળભૈરવની પૂજા કરે છે તેનાથી ભયનો નાશ થઈ જાય છે.

image source

ખાસ કરીને ભૈરવ અષ્ટમીના દિવસે ખાસ મંત્રોનો જાપ કરવામાં આવે તો ભગવાન ભૈરવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમની અસીમ કૃપા વરસાવે છે. શત્રુની તરફથી આવનારી દરેક મુશ્કેલીઓને તેઓ દૂર કરે છે. વ્યવસાયમાં આવી રહેલી બાધાઓને દૂર કરવામાં પણ ભૈરવ દાદા તમારી મદદ કરે છે. ભૈરવ દાદાની કૃપા મેળવવા માટે કેટલાક મંત્રનો જાપ કરવાથી સફળતા જલ્દી મળે છે.

image source

આ છે ભગવાન ભૈરવની આરાધનાના મંત્રો

# ॐ कालभैरवाय नम:

# ॐ भयहरणं च भैरव:

# ॐ ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं

# ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:

# ॐ भ्रां कालभैरवाय फट्

image source

જો તમે રોજ સાચા મનથી આ મંત્રોનો જાપ કરશો અને ભક્તિ કરશો તો ભૈરવ દાદા તમારી ભક્તિ જલ્દી જ સ્વીકારશે અને તમારી મનોકામનાઓ બાધા વિના જ પૂરી થશે. આ તમામ મંત્રના જાપથી ભગવાન ભૈરવ સમસ્ત શત્રુઓનો નાશ કરે છે અને તમને પોતાના મિત્ર બનાવે છે. તમે સાચા મનથી આરાધના કરશો તો તમે અલગ જ શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરી શકશો.

image source

કાલાષ્ટમીના દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને કાળ ભૈરવની પૂજા કરવી જોઈએ. વિદ્વાનોનું માનવું છે કે આ પૂજા રાતના સમયે કરવામાં આવે છે. માન્યતા છે કે ભૈરવની પૂજા કરનાર વ્યક્તિ નિર્ભય થઈ જાય છે અને તેના સમસ્ત કષ્ટ બાબા ભૈરવ હરી લે છે. કાળ ભૈરવ ભગવાન શિવનું એક પ્રચંડ રૂપ છે. શાસ્ત્રો પ્રમાણે જો કોઈ વ્યક્તિ કાળ ભૈરવ જયંતીના દિવસે કાળ ભૈરવની પૂજા કરી લે છે તેમને મનોઈચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત