ભારતની આ જગ્યાએ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીએ ફર્યા હતા ચોરીના મંગળફેરાં, જાણો ક્યાં આવેલું છે આ ધામ

મિત્રો, આપણા દેશમા અનેકવિધ ધાર્મિક સ્થળોનુ આવેલા છે, જે ખુબ જ અનન્ય અને વિશેષ છે ત્યારે આજે આ લેખમા અમે તમને આપણા દેશના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ ગામ ખાતે આવેલા ભગવાન શિવ-પાર્વતીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

image soucre

આ મંદિર આપણા હિન્દુ ધર્મમા ખૂબ જ વિશેષ માનવામા આવે છે. આપણી પૌરાણિક કથાઓ અને શાસ્ત્રો પ્રમાણે આ સ્થળે જ શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા. આ મંદિર સાથે અનેકવિધ પ્રકારની કથાઓ જોડાયેલી છે, તો ચાલો આજે આ લેખમા આપણે આ મંદિરની અમુક વિશેષ બાબતો વિશે માહિતી મેળવીએ.

અહીના મુખ્ય સ્થાનોમા એક સ્થળ આવેલ છે, જે છે ત્રિયુગીનારાયણ. અહી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનુ મંદિર આવેલુ છે. આ મંદિરને મોટાભાગના લોકો ત્રિયુગીનારાયણ મંદિરના નામથી પણ ઓળખે છે. એવુ માનવામા આવે છે કે, ભગવાન શિવ અને દેવી પાર્વતીનુ એકબીજા સાથે અતૂટ બંધન જોડાયેલુ છે. આ જ સ્થળે શિવ-પાર્વતીનો વિવાહ થયો હતો અને તે વાતની સાબિતી માટે અહી કુંડ પણ હાજર છે.

image soucre

માતા પાર્વતીના વિવાહ જ્યારે મહાદેવ સાથે થવાના હતા ત્યારે તે સમયે પ્રભુ નારાયણે એક ખુબ જ વિશેષ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભુ વિષ્ણુએ પાર્વતીમાતાને પોતાના બહેન બનાવ્યા હતા અને તેમણે ભાઈ તરીકેની દરેક ફરજ બજાવી હતી. ભાઈ તરીકે લગ્ન વિધિમા ભાગ લેવા હેતુસર તેણે લગ્ન પહેલાં સ્નાન કરવા એક કુંડનુ નિર્માણ કર્યુ અને ત્યારબાદ તેમા સ્નાન કર્ય. તે કુંડને આજે પણ વિષ્ણુકુંડ તરીકે ઓળખવામા આવે છે.

image source

આ સિવાય આ સ્થળે એક અન્ય કુંડ પણ આવેલો છે. આ બીજા કુંડમા વિવાહમા ઉપસ્થિત રહેનાર તમામ દેવી-દેવતાઓએ સ્નાન કર્યુ હતુ, આ કુંડને રુદ્રકુંડ નામથી ઓળખવામાં આવે છે તથા આ સ્થળે કુંડની સાથે એક સ્તંભ પણ બનાવવામાં આવ્યો છે, આ સ્તંભ દ્વારા નદીને બાંધવામા આવી હતી.

image soucre

આ સિવાય આ દિવ્ય ધામમા આજે પણ એક હવનકુંડ સ્થિત છે, જેની જ્યોત એકદમ પ્રજ્વલિત છે. આ હવનકુંડમા નિયમિત પ્રસાદી સ્વરૂપે લાકડીઓ અર્પણ કરવામા આવે છે. લોકો આ હવનકુંડની રાખને ઘરે લઈ જાય છે. આ હવનકુંડ વિશે એવુ પણ માનવામા આવે છે કે, આ જ હવનકુંડની સાક્ષીએ મહાદેવ અને પાર્વતી માતાના સાત ફેરા થયા હતા. આ ઉપરાંત અહીં એક બ્રહ્મકુંડ પણ છે.

image soucre

મહાદેવ અને પાર્વતી માતાના વિવાહ કરાવવા માટે સ્વયં બ્રમ્હાજી આવ્યા હતા. તેમણે પણ શિવ-પાર્વતીના વિવાહ પહેલા આ બ્રહ્મકુંડમા સ્નાન કર્યુ હતુ અને શિવ-પાર્વતીના વિવાહ કરાવ્યા હતા. આ કારણોસર જ આ કુંડને “બ્રહ્મકુંડ” તરીકે ઓળખવામા આવે છે. આ કુંડને લોકો ખૂબ જ વધારે પડતુ પવિત્ર માને છે. આ કુંડમા સ્નાન કરવાથી તમને બ્રહ્માજીના વિશેષ આશીર્વાદ મળી રહે છે. માટે તમે પણ એકવાર આ દીવ્ય્ધામ અને આ કુંડની મુલાકાતે એકવાર અવશ્ય આવજો, ધન્યવાદ!

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ