મોટાભાઈના લગ્ન નક્કી થયા, અને નાનો ભાઈ ફરી ગયો ફેરા, આ અનોખી લવ સ્ટોરી વાંચીને તમે પણ….

મોટા ભાઈના સંબંધો નક્કી થયા હતા અને લગ્નની તારીખ પણ નક્કી જ હતી. પરંતુ જાન સ્થળે પહોંચે એના થોડા કલાકો પહેલા તેની પ્રેમિકા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે ખુદને એક યુવકની પત્ની ગણાવીને જાનને રોકાવી દીધી હતી. આ પછી કહાનીમાં એક નવો વળાંક આવ્યો. બંને પક્ષના લોકોની સંમતિ પર યુવકના નાના ભાઈએ લગ્ન કર્યાં. તેણે ધમાલ કરીને મોટા ભાઈની મંગેતર સાથે લગ્ન કર્યા અને ઘરે પણ લાવ્યો. પોલીસે આરોપી યુવકને શાંતિભંગ જેલમાં મોકલી આપ્યો છે. આ કેસ હાલમાં સમગ્ર જિલ્લામાં ચર્ચામાં છે.

image source

વિગવે વાત કરીએ તો આ મામલો અમરોહાના નૌગાવાં સાદાત પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીં રહેતા યુવકનો સંબંધ મુરાદાબાદ જિલ્લાના એક ગામમાં નક્કી કરવામાં આવ્યો હતો. તેની જાન સોમવારે જવાની હતી. પરંતુ જાન જવાના થોડા કલાકો પહેલાંમુરાદાબાદની એક યુવતી પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે કહ્યું કે હું એની પત્ની છું અને એમ કહીને લગ્ન રોકવાની માંગ કરી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી અને ત્યારબાદ આરોપી યુવકને પોલીસ સ્ટેશન લાવ્યો. જ્યારે બંને પક્ષ પોલીસ મથકે પહોંચ્યા અને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે યુવતી તો પ્રેમિકા છે.

image source

બંને પક્ષો એક અઠવાડિયા પહેલા સમજૂતી પર પહોંચી ગયા છે. આ હોવા છતાં, તે ફરીથી રકઝક બનાવવા માટે પહોંચી. જ્યારે મામલો વધતો ગયો ત્યારે યુવક પક્ષના લોકોને પણ બોલાવાયા હતા. નક્કી થયું હતું કે આરોપી પ્રેમીના નાના ભાઈ સાથે પ્રેમિકાના લગ્ન થશે. તો સોમવારે રાત્રે શેડ્યૂલ મૂજબ મોટા ભાઈની મંગેતરના લગ્ન નાના ભાઈ સાથે થયા હતા. ત્યારે મુરાદાબાદની રહેવાસી યુવતી પણ જતી રહી હતી.

image source

જ્યારે મંગળવારે પોલીસે આરોપી પ્રેમીને શાંતિભંગ જેલમાં મોકલી આપ્યો છે. આ લગ્ન ગામમાં ચર્ચાનો વિષય છે. એસએસઆઈ રમેશ સેહરાવાતે જણાવ્યું હતું કે યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવકના લગ્ન બંધ કરાયા હતા. તેમને એસડીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આરોપીના નાના ભાઈના લગ્ન સુનિશ્ચિત કાર્યક્રમ મુજબ થયા છે.3

image source

આ સિવાય પણ હાલમાં એક લગ્નની ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. બિહારના દરભંગા જિલ્લામાં લગ્નની પહેલી જ રાતે એક નવી પરણેલી દુલ્હન તેના પતિને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ. પરેશાન થઈ ગયેલા દુલ્હનના પિતાએ બુધવારે યનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.

image source

પોલીસે આ મામલે દુલ્હનની સખી અને તેના એક યુવક મિત્રને તલબ કર્યા છે. પોલીસને કરાયેલી ફરિયાદમાં દુલ્હનના પિતાએ પોતાની પુત્રીની સખી રેશ્મા સરકાર અને યુવક મિત્ર સિરાજ અહેમદ ખાન પર પુત્રીને ભગાડવાનો આરોપ લગાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત