ભાઇને ગુમાવતા બહેનનું આ વાક્ય સાંભળીને તમારી આંખમાં પણ આવી જશે આસું…

લાડકા ભાઈને છેલ્લી વાર જોવા તલસી ઉઠી બહેન – અત્યંત કરુણ દ્રશ્ય – અપહરણકર્તાઓએ 30 લાખ લઈને પણ ભાઈ પાછો ન આપ્યો

છેલ્લા કેટલાક દિવસથી કાનપુરના લેબ ટેક્નિશિયન સંજીત યાદવના અપહરણના સમાચારે ખૂબ ચકચાર મચાવી છે. અને 31 દિવસના અંતે એક મોટો ખુલાસો થયો છે. વાસ્તવમાં સંજીતનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવામા આવી હતી અને તેની લાશને નદીમાં ફેંકી દેવામા આવી હતી. અને આ જઘન્ય અપરાધ માટે પોલીસે મૃતકના ચાર મિત્રો સહિત બીજા એક આરોપી એમ પાંચ આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. જો કે હજુ સુધી મૃતદેહ મળી શક્યો નથી.

image source

સંજીતના પરિવારજનો તેના મૃતદેહ માટે વલખા મારી રહ્યા છે. સંજીતનો પરિવાર પહેલેથી જ તેના અપહરણના સમાચાર સાંભળીને આઘાતમાં હતો. સંજીતને એક બેહન છે રુચી. તેણી પર ભાઈના અપહરણની અસર સૌથી વદારે થઈ છે. અને શુક્રવારે તો તેની સ્થિતિ જોઈને ભલભલા કાઠા કાળજાના માણસનું હૃદય પણ રડી ઉઠે તેવી થઈ ગઈ હતી. તેણી પોતાના ભાઈને છેલ્લી વાર જોવા તલસી ઉઠી હતી તેણી છેલ્લી વાર પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવા માગતી હતી. તેની આ સ્થિતિ જોઈ ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ઉભરાઈ આવી હતી.

image source

વાસ્તવમાં 32 દિવસ બાદ કાનપુરમાં રહેતા સંજીત યાદવ કે જેઓ લેબ ટેક્નિશિયનનું કામ કરતા હતા તેનું અપહરણ કરવામા આવ્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હતી જેનો ખુલાસો પોલીસ દ્વારા કરવામા આવ્યો હતો. ઘટના એમ હતી કે એક મહિના પહેલાં લેબ ટેક્નિશિયન સંજીત યાદવનું તેના જ મિત્રો દ્વારા અપહરણ કરવામા આવ્યું હતું. અને ગુરુવારના રોજ આ કેસ હેઠળ બે આરોપીઓની પેલીસે ધરપકડ કરી હતી.

image source

પોલીસે આ આરોપીઓની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમણે અપરહરણના ચાર દિવસ બાદ જ સંજીતની હત્યા કરી નાખી હતી અને તેની લાશને ત્યાંની પાંડુ નદીમાં ફેંકી દીધી હતી. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સંજીતને પાછો મેળવવાના બદલામાં તેમણે 30 લાખની ખંડણી પણ આપી હતી પણ તેમ છતાં તેમનો દીકરો બચી શક્યો નહોતો. છેવટે આ વાત સરકાર સુધી પહોંચી અને ત્યાર બાદ તાત્કાલીક ધોરણે અહીંની આઈપીએસ ઉપરાંત બીજા 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

image source

સંજીતની બહેન રુચીનો આક્રોશ ક્યાંય સમાતો નહોતો. તેણી કાગડોળે પોતાના ભાઈના પાછા આવવાની રાહ જોઈ રહી હતી અને આશા સેવી રહી હતી કે રક્ષાબંધન સુધીમાં તે પાછો આવી જશે. પોલીસને પણ તે વારંવાર પુછતી પણ પોલીસ તેને કોઈ જ જવાબ નહોતી આપતી. સંજીતના અપહરણ બાદ અપહરણકર્તાઓએ 30 લાખ રૂપિયા માંગ્યા હતા. જે તે પોતાના ઘર તેમજ ઘરેણા વેચીને ભેગા કરીને આપ્યા હતા. 13મી જુલાઈના રોજ પોલીસ સાથે રહીને અપહરણકર્તાઓને પૈસા આપવામા આવ્યા હતા. અને પોલીસની નજર સામે જ કીડનેપર્સ રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા. અને તેમ છતાં આ દુઃખી કુટુંબને પોતાનો પુત્ર ન મળતા પોલીસ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો. અને ત્યાર બાદ અહીંની આઈપીએસ અધીકારીને તેમજ કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

image source

છેલ્લા એક મહિનાથી આ મામલા બાબતે ઉંડી તપાસ થઈ રહી છે. અને અહીંની મહિલા આઈપીએસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી એસપી, ચોકી ઇન્ચાર્જ, ઉપરાંત બીજા 5 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે.

image source

પોલીસ દ્વરા આપવામાં આવેલા અહેવાલ પ્રમાણે સંજીત સાથે જ લેબમાં કામ કરતાં તેના બે મિત્રો તેને 22મી જૂને મળ્યા હતા અને તેને પોતાની સાથે નજીકના ઢાબા પર જમવા માટે લઈ ગયા હતા અને ત્યાં સંજીતને તેમણે દારૂ પીવડાવ્યો હતો. અને પીધેલી હાલતમાં સંજીતે પોતાની આગળની બિઝનેસની યોજના તેમને જણાવી હતી અને તે મિત્રોને કહ્યુ હતું કે તે પોતે પણ પેથોલોજી લેબ ખોલવાનો છે અને તેની તૈયારી પણ તેણે કરી લીધી છે.

image source

અને ત્યાર બાદ તેના આ મિત્રોને તેનું અપહરણ કરવાનો વિચાર આવ્યો હતો. આ અપહરણમાં એક મહિલા પણ શામેલ હતી. સંજીતને અપહરણ દરમિયાન સતત ઉંઘના ઇન્જેક્શન અને નશાના ઇન્જેક્શન આપવામા આવતા હતા. અને પૈસાની વસૂલી માટે અપહરણકર્તાઓએ વિવિધ સી કાર્ડ ખરીદ્યા હતા. બીજી બાજુ સંજીત આરોપીઓને ઓળખતો હોવાથી તેમને પકડાઈ જવાનો ભય હતો માટે તેમણે 26 જુને તેની હત્યા કરી નાખી.

image source

આમ તેના ખાસ મિત્રોએ જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલામાં પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કારણ કે મૃતકના પરિવારજનોના કહેવા પ્રમાણે પોલીસની હાજરીમાં જ કીડનેપર્સને 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. હાલ આ મામલાની તપાસમાં સરકારે પણ રસ દાખવ્યો હોવાથી ઝડપથી થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત