આ ભજન ગાયિકા લિંગ પરિવર્તન કરાવીને અમિતાથી આદિત્ય બની, આ સમયે એવો અહેસાસ થયો હતો કે…

આ ભજન ગાયિકા લિંગ પરિવર્તન કરાવીને અમિતાથી આદિત્ય બની,, કૉલેજમાં થયો હતો અહેસાસ, અમરેલી જિલ્લાના મોટા મુંજીયાસર ગામની અમિતા હવે આદિત્ય બની ગઇ છે. તમને થશે કે એ તો વળી કઈ રીતે.. તો તમને જણાવી દઈએ કે અમિતાએ લિંગ પરિવર્તન કરાવ્યું છે.

image source

અમિતા જન્મથી એક છોકરી હતી, પરંતુ જ્યારે તે મોટી થઇ ત્યારે તેને અહેસાસ થયો કે, તે અંદરથી છોકરા જેવું અનુભવે છે, નહીં કે છોકરી જેવું. એ પછી તેણે લિંગ પરિવર્તન કરાવવાનો નિર્ણય લીધો. ગયા વર્ષે જ અમિતાનું લિંગ પરિવર્તનનું ઓપરેશન થયું અને એ પછી તે સંપૂર્ણ રીતે છોકરો બની ગયો. હવે અમિતાએ પોતાનું નામ બદલીને આદિત્ય કરી નાખ્યું છે.

અમીતાનો અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે તા. 31 જાન્યુઆરી 1994ના દિવસે સવજીભાઇ રફાળીયાના પરિવારમાં પુત્રી તરીકે જન્મ થયો હતો. અમિતાએ આમ તો નાનપણથી યુવાની સુધીનું જીવન અન્ય યુવતીની જેમ સામાન્ય જ પસાર કરતી હતી. અમિતાના અભ્યાસ દરમિયાન તેની ભજનીક તરીકેની કારકિર્દીને જોતા પરિવારના સભ્યો તેને દીકરી નહીં, પણ દીકરો માનતા હતા.

image source

બીજી બાજુ જ્યારે અમિતા એની યુવા અવસ્થામાં પહોંચી તો અમિતાને પોતાની આંતરિક શરીર રચનાને લીધે મુંઝવણ ઉભી થવા લાગી. પોતે ખરેખર સ્ત્રી જ છે કે તેમ તેને લઇને પ્રશ્નો એને થતા હતા.

અમિતાને એવું લાગતું હતું તે જન્મી તો સ્ત્રી તરીકે છે, પણ તેને પુરુષ જેવો અહેસાસ થઇ રહ્યા છે. સમય જતાં અમિતાએ સારા એવા ભજનીક અને ગાયક કલાકાર તરીકેની પણ નામના મેળવી લીધી હતી. પણ તેને અંદરથી કંઇક ખૂટતું હોય એવું લાગ્યા કરતું. પોતાના શરીરની આંતરિક રચના તેમજ હોર્મોન્સમાં થતા પરિવર્તન વિશે તેણે ખુલ્લા મને પરિવાર સાથે વાત કરવાનું નક્કી કર્યું અને તેને કુટુંબીજનો સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી.

અમિતાએ વાત કરી એ પછી પરિવારના સભ્યો સમજી ગયા હતા કે અમિતા શું કહેવા માગે છે. પરિવારના સભ્યોએ અમીતાને સંપૂર્ણ હૂંફ અને સહકાર આપ્યો અને છેવટે હિંમત કરીને અમિતાએ કુદરત તરફથી મળેલી તેને આંતરિક શરીર રચનાને બાહ્ય સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે પોતે પોતાને યુવક જેવો અનુભવ કરતી હોઈ લિંગ પરિવર્તન કરવાનું નક્કી કર્યું.

લોકલ ડોકટરનો અભિપ્રાય લીધા પછી ગયા વર્ષે જ તેણે દિલ્હીની હોસ્પિટલમાં લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવ્યું હતું. આ પછી પોતાને પુરુષ તરીકે સ્થાપિત કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લીધી. અને હવે અમિતાએ આદિત્ય સવજીભાઈ રફાળીયા નામ પણ ધારણ કરી લીધું છે. તેને નામ તો બદલ્યું જ પણ સાથે જ પુરુષ તરીકેનું આધારકાર્ડ પણ મેળવી લીધું છે.

સમાજમાં એવા ઘણા લોકો છે કે જેમને પોતાના આંતરિક અને બાહ્ય અલગ પ્રકારની શરીર રચનાને કારણે તકલીફનો સામનો કરતા હોય છે. તેવા લોકો માટે આ ઘટના પ્રેરણા સમાન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!